ભારત કોકિંગ કોલ IPOમાંબમ્પર લિસ્ટિંગ થવાની સંભાવના

GMP 45 ટકા સુધી પહોંચી ગયું, સબ્સ્ક્રિપ્શન 8થી નવ ગણું થયું: કંપની વોશરી ક્ષમતા 13.65 MTPAથી વધારીને 20.65 MTPA કરવા જઈ રહી છે. રૂ. 23ના ભાવ પર IPO EV/EBITDA મલ્ટિપલ 6.4x છે. અમે IPOને SUBSCRIBE કરવાની ભલામણ કરીએ છીએ.
અમદાવાદઃ ભારત કોકિંગ કોલ (Bharat Coking Coal)નો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 10 જાન્યુઆરીથી શરૂ થઈને બીજા દિવસે પ્રવેશી ગયો છે અને તેને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. IPO માટેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં લગભગ 45 ટકા છે, જે સંભવિત બમ્પર લિસ્ટિંગનો સંકેત આપે છે. આમ લિસ્ટિંગનો લાભ લઈને છૂટી જનારાઓ માટે સારામાં સારી તક ઊભી થવાની સંભાવના જણાઈ રહી છે. આ IPO માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2026 છે. હાલના શિડ્યૂલ મુજબ શેરની એલોટમેન્ટ 14 જાન્યુઆરીએ ફાઈનલ થશે અને કંપની 16 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.
Bharat Coking Coal IPOની મુખ્ય વિગતોમાં ઊંડા ઉતરીએ તો તેનો શેર રૂ. 21થી 23ની પ્રાઈસ બેન્ડમાં ઓફર કરવામાં આવી રહ્યો છે. શેરને 13મી જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. અત્યારે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ તેના ઓફર ભાવ સામે 45 ટકા એટલે કે રૂ. 10.25ની આસપાસ બોલાઈ રહ્યું છે. શેર્સનું એલોટમેન્ટ 14 જાન્યુઆરી 2026ના થશે. લિસ્ટિંગ 16 જાન્યુઆરી 2026ના થશે. બીસીસીએલનો ઇશ્યૂ સંપૂર્ણપણે Offer For Sale (OFS)નો છે. તેમાં નવા શેર્સ ઇશ્યૂ કરવામાં આવશે નહિ. આ રૂ. 1,071.11 કરોડનો IPO સંપૂર્ણપણે Offer For Sale (OFS) છે, જેમાં કુલ 46.57 કરોડ શેર વેચવામાં આવશે. આમ IPOમાંથી કંપનીને નવું ફંડ મળશે નહીં. આઈપીઓ આખી રકમ આખી રકમ પ્રોમોટર શેરધારકોને મળશે. IPOનો ભાવ રૂ. 21 થી 23 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછો એક લોટ (600 શેર) માટે અરજી કરી શકે છે. ઉપરના ભાવ મુજબ ઓછામાં ઓછું રોકાણ રૂ. 13,800 બને છે. IPO શરૂ થતા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટરો પાસેથી રૂ. 273.13 કરોડ ઉઘરાવ્યા હતા.
બ્રોકરેજ કંપનીની Anand Rathi Research કહે છે કે FY25ની કમાણી પર 8.64x P/E પર કંપનીના શેર્સની ઓફર પ્રાઈસ યોગ્ય મૂલ્યાંકન પર છે. કંપનીના મજબૂત નાણાકીય પરફોર્મન્સને કારણે IPOમાં લિસ્ટિંગ ગેઇન માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ છે. આ જ રીતે Deven Choksey Researchના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કંપનીને હાઈ એશ કન્ટેન્ટવાળો કોલસો મળતો હોવાની અને કોન્ટ્રાક્ટર આધારિત વ્યવસ્થાને કારણે કેટલીક સમસ્યાઓ છે, પરંતુ સરકારની કોલ આત્મનિર્ભરતા નીતિ વિકાસને સપોર્ટ આપે છે. FY23-25 દરમિયાન આવક, EBITDA અને PATમાં અનુક્રમે 4.6 ટકા, 88.1 ટકા રહ્યો છે. તેમ જ કંપનીનો સર્વગ્રાહી વિકાસ દર- CAGR 36.6 ટકાનો નોંધાયો છે.
SBI Securitiesના એક્સપર્ટ્સ માને છે કે કંપની વોશરી ક્ષમતા 13.65 MTPAથી વધારીને 20.65 MTPA કરવા જઈ રહી છે. રૂ. 23ના ભાવ પર IPO EV/EBITDA મલ્ટિપલ 6.4x છે. અમે IPOને SUBSCRIBE કરવાની ભલામણ કરીએ છીએ.



