GST રિટર્ન ફાઈલ કરવામાં વેપારીથી અજાણતા થયેલી ભૂલો સુધારવાની તક આપવી જોઈએ

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો મહત્વનો ચૂકાદો: કલમ ૩૭(૩) અને ૩૯(૯)ની જોગવાઈઓનો કડક અમલ કરવાને પરિણામે કાયદાની રચના પાછળની મૂળભૂત ભાવનાનો નાશ થવો ન જોઈએ
- વેપારીની ભૂલને કારણે સરકારને કોઈ આવકનું નુકસાન ન થતું હોય, ત્યાં ભૂલ સુારવાની મંજૂરી આપવી જ જોઈએ
- જીએસટી પોર્ટલ ખોલીને અરજદારોને જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીમાં સુધારો કરવાની તક નિર્ધારિત સમય મર્યાદામાં આપવી જોઈએ
અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રિટર્ન ફાઈલ કરવામાં વેપારીથી અજાણતા જ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેવા સંજોગોમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીએ તે ભૂલ સુધારી લેવાની તક વેપારીઓને આપવી જ જોઈએ, એ મતલબનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ. સુપૈયા અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આઠમી જાન્યુઆરીએ આપ્યો છે. તેમણે ચૂકાદામાં વેપારીઓને જીએસટીઆર-૧ અને જીએસટીઆર ૩-બીમાં સુધારો કરવાની છૂટ મળવી જ જોઈએ તે વાતને ગ્રાહ્ય રાખી હતી. તેમાંય ખાસ કરીને વેપારીની આ પ્રકારની ભૂલને કારણે સરકારને જીએસટીની આવકમાં ઘટાડો ન થતો હોય ત્યારે વેપારીઓને તેમના રિટર્ન સુધારવાની છૂટ આપવી જ જોઈએ.
સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી એેક્ટની કલમ ૩૭, ૩૮ અને ૩૯નું હેતુલક્ષી અને વ્યાવહારિક અર્થઘટન કરવું જરૂરી છે. માત્ર જીએસટીના પોર્ટલની પ્રક્રિયાત્મક અથવા ટેકનિકલ મર્યાદાઓના કારણે ભૂલ સુધારવાની કાયદાકીય જોગવાઇઓને અસરહીન બનાવી શકાય નહીં. તેમાંય ખાસ કરીને ભૂલ અજાણતા જ થયેલી કે પછી કોઈ ફ્રોડ કે અયોગ્ય લાભનો આરોપ તેમાં ન થયેલો હોય અને સરકારને કોઈ આર્થિક નુકસાન ન થતું હોય તો ભૂલ સુધારી લેવાની તક આપવી જ જોઈએ.
ન્યાયાધીશોએ કરેલા અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીઓનો ન્યાયની પ્રક્રિયા પર કોઈ જ અસર પડવી ન જોઈએ. કલમ ૩૭(૩) અને ૩૯(૯)ની જોગવાઈઓનો કડક અમલ કરવાને પરિણામે કાયદાની રચના પાછળની મૂળભૂત ભાવનાનો નાશ ના થાય તે જ સૌથી વધુ મહત્વનું છે. આ કેસમાં અરજદારો દ્વારા ચૂકવવામાં આવેલા જીએસટી કરતાં તેમને પરત કરવા જણાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ ઘણી જ વધારે હતી. તેથી વિભાગની કાનૂની વ્યાખ્યા માન્ય રાખવામાં આવે તો પણ સ્થિતિ સંપૂર્ણપણે રેવન્યુ ન્યુટ્રલ હોવાનું જીએસટીના અધિકારીઓ પણ સાબિત કરી શક્યા નથી. તેમ જ સુધારો કરવાની મંજૂરી આપવાથી સરકારને કોઈ આર્થિક નુકસાન થશે તેમ પણ પ્રસ્થાપિત કરી શક્યા નથી.
પરિણામે ગુજરાત કોર્ટે જવાબદાર અધિકારીઓને આદેશ આપ્યો કે જીએસટી પોર્ટલ ખોલીને અરજદારોને જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીમાં સુધારો કરવાની તક નિર્ધારિત સમયમર્યાદામાં આપવી જોઈએ. તેના વિકલ્પરૂપે અરજદારોને મેન્યુઅલ રેક્ટિફિકેશન અરજી કરવાની છૂટ પણ આપવામાં આવવી જોઈએ. આમ કાયદા મુજબ પ્રક્રિયા કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો.
પરિણામે કોર્ટમાં જીએસટી કચેરીની કારણદર્શક નોટિસ-શો-કોઝ નોટિસ ટકી શકી નહોતી. હાઇકોર્ટે રિટ અરજીઓ મંજૂર કરીને પડકારાવામાં આવેલો જીએસટી કચેરીનો આદેશ કાયદેસર ન હોવાનું ઠરાવ્યું હતું. આ કેસમાં અરજદારો મોટર વાહનોના ખરીદનારાઓ હતા. તેમણે વેચનાર દ્વારા યોગ્ય રીતે જારી કરાયેલા ટેક્સ ઇનવોઇસને આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટની માગણી મૂકી હતી. ત્યારબાદ વેચનારએ સેલ્સ સ્કીમ હેઠળ પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટ માટે અરજદારોને ક્રેડિટ નોટ્સ આપી હતી.
આ બાબતના અનુસંધાનમાં અરજદારોએ વેચનારને સમાન રકમની ડેબિટ નોટ્સ જારી કરી હતી. આ ડેબિટ નોટ્સ પર લાગતી જીએસટી જવાબદારી જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી રિટર્નમાં દર્શાવીને ચૂકવી દીધી હતી. હકીકતમાં, અરજદારોએ ડિસ્કાઉન્ટ સંબંધિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ અસરકારક રીતે રિવર્સ કરી હતી. પરંતુ જીએસટીના પોર્ટલ પર ક્રેડિટ નોટ મચિંગ દ્વારા ઇનપુ ટેક્સ ક્રેડિટ ઘટાડવા બદલે ડેબિટ નોટ પર ટેક્સ ચૂકવવાનો માર્ગ અપનાવ્યો હતો.
પરંતુ જીએસટી પોર્ટલની ટેકનિકલ ડિઝાઇનને કારણે ખરીદનારાઓ દ્વારા જારી કરવામાં આવેલી ડેબિટ નોટ્સ ઓટો મેચિંગ મિકેનિઝમમાં ગણવામાં આવતી ન હોવાથી જીએસટીઆર-૨એમાં મિસમચ થયો હતો અને જીએસટીની કચેરી દ્વારા ક કાર્યવાહી શરૃ કરી દંવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન અદિકારીઓએ અરજદારોને કથિત રીતે દબાણ કરીનં રૃ.૧૦,૯૯,૦૬,૮૫૦ જેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવા જણાવ્યું હતું. તેમ જ શો-કોઝ નોટિસ ઇશ્યૂ કરીને જારી રૃ. ૩૪,૨૬,૩૩,૬૧૪ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની દરખાસ્ત મૂકી હતી. તેની સાથે-સાથે અરજદારો દ્વારા ચૂકવવામાં આવેલા રૃ. ૪૨,૭૫,૬૮,૪૭૩ એપ્રોપ્રિયેટ કરવાની પણ દરખાસ્ત આપવામાં આવી હતી. આ દરખાસ્ત પ્રસ્તાવિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધારે હતી. છતાં પણ એડિશનલ કમિશનર તેને નામંજૂર કરી અરજદારને ડેબિટ નોટ્સ પર ચૂકવેલ ટેક્સની રિફંડની માગણ કરવા જણાવ્યું હતું.




One Comment
usefull information will help traders, businessmen, industries