• 20 October, 2026 - 10:05 AM

SBI હોમ લોન ધારકો માટે આંચકો: વ્યાજદરમાં પા ટકાનો વધારો થતા માસિક હપતામાં થશે મોટો વધારો


SBI હોમ લોન ધારકો માટે આંચકો: વ્યાજદરમાં પા ટકાનો વધારો થતા માસિક હપતામાં થશે મોટો વધારો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં ૨૫ બેઝિસ પોઈન્ટ (૦.૨૫- પા ટકાનો)નો વધારો જાહેર કર્યો છે. આ સુધારેલા દરો ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ થી લાગુ થઈ ગયા છે. આ નિર્ણયથી SBI ના જૂના અને નવા હોમ લોન ગ્રાહકોના માસિક હપતામાં વધારો થશે અથવા તો લોનની મુદત લંબાઈ જશે. બેંકના નવા નિયમો અનુસાર હવે રેગ્યુલર હોમ લોનનો વ્યાજદર ૭.૫૦ ટકાથી ૮.૮૦ ટકાની વચ્ચે રહેશે.

વિવિધ લોન પ્રોડક્ટ્સના નવા સુધારેલા વ્યાજદર

રેગ્યુલર હોમ લોન (Regular Home Loan): ૭.૫૦% થી ૮.૮૦%

હોમ લોન મેક્સગેઈન (Home Loan Maxgain): ૮.૦૦% થી ૯.૩૦%

ટોપ-અપ હોમ લોન (Top-up Loans): ૮.૦૦% થી ૧૦.૭૫%

ટોપ-અપ ઓવરડ્રાફ્ટ લોન (Top-up Overdraft): ૮.૫૦% થી ૧૧.૨૫%

૨૦ વર્ષની બાકી મુદત માટે EMI પર પડનારી અસર

  • ૩૦ લાખ રૂપિયાની લોન માટે:

    • જો ગ્રાહકની બાકી લોન રૂ. ૩૦ લાખ હોય, તો ૮ ટકા વ્યાજદર મુજબ જૂનો માસિક હપ્તો રૂ. ૨૫,૦૯૩ થતો હતો.

    • વ્યાજદર વધીને ૮.૨૫ ટકા થતાં નવો માસિક હપ્તો રૂ. ૨૫,૫૬૨ થશે.

    • આથી ગ્રાહકે દર મહિને રૂ. ૪૬૯ નો વધારાનો બોજ સહન કરવો પડશે.

  • ૫૦ લાખ રૂપિયાની લોન માટે:

    • જો ગ્રાહકની બાકી લોન રૂ. ૫૦ લાખ હોય, તો ૮ ટકા વ્યાજદરે જૂનો માસિક હપ્તો રૂ. ૪૧,૮૨૨ હતો.

    • વ્યાજદર વધીને ૮.૨૫ ટકા થવાથી નવો માસિક હપ્તો રૂ. ૪૨,૬૦૩ થઈ જશે.

    • આમ, દર મહિને હપ્તામાં રૂ.૭૮૧ નો વધારો થશે.

  • ૮૦ લાખ રૂપિયાની લોન માટે:

    • જો ગ્રાહકની બાકી લોન રૂ. ૮૦ લાખ હોય, તો ૮ ટકાના વ્યાજદરે જૂનો માસિક હપ્તો રૂ. ૬૬,૯૧૫ ભરવો પડતો હતો.

    • વ્યાજદર ૮.૨૫ ટકા થતાં નવો માસિક હપ્તો વધીને રૂ. ૬૮,૧૬૫ થઈ જશે.

    • આ પરિસ્થિતિમાં ગ્રાહકે દર મહિને રૂ. ૧,૨૫૦ વધુ ચૂકવવા પડશે.

  • ૧ કરોડ રૂપિયાની લોન માટે:

    • જો ગ્રાહકની બાકી લોન રૂ. ૧ કરોડ હોય, તો ૮ ટકા વ્યાજદર લેખે જૂનો માસિક હપ્તો રૂ. ૮૩,૬૪૪ હતો.

    • વ્યાજદરમાં પા ટકાનો વધારો થઈને ૮.૨૫ ટકા થતાં નવો માસિક હપ્તો રૂ. ૮૫,૨૦૭ થશે.

    • પરિણામે, ગ્રાહકના માસિક હપ્તામાં દર મહિને સીધો રૂ. ૧,૫૬૩ નો વધારો નોંધાશે.

ગ્રાહકો માટે મહત્વની સલાહ: માસિક હપતો વધારવો કે હપતાની સંખ્યા-Tenure?

વ્યાજદર વધવા પર બેંક સામાન્ય રીતે બે વિકલ્પો આપે છે

એક, માસિક હપતા યથાવત રાખી મુદત વધારવી: આનાથી માસિક બજેટ પર તાત્કાલિક બોજ નહીં પડે, પરંતુ લાંબા ગાળે તમારે બેંકને ખૂબ જ વધારે વ્યાજ ચૂકવવું પડશે. બે, માસિક હપતાની સંખ્યામાં વધારો કરી દેવો જોઈએ. જો તમારું માસિક બજેટ અનુકૂળ હોય, તો માસિક હપતાની સંખ્યા વધારી દેવી વધુ હિતાવહ છે, જેથી મહિને મહિને ચૂકવવાના થતાં વ્યાજનો કુલ બોજ ઘટે જે તે મહિના માટે ઘટે છે. પરંતુ લાંબા ગાળે લોન લેનારે વ્યાજ પેટે મોટી રકમ ગુમાવવી પડે છે.

ગ્રાહકોએ શું તપાસવું જોઈએ?

ગ્રાહકોએ પોતાની બેંક શાખા અથવા સ્ટેટ બેન્કની ઓફિશિયલ કે પછી એપ્લિકેશન-વેબસાઈટ પર જઈને નવો વ્યાજદર, બાકી રહેલી મુદ્દલ રકમ, બાકી મુદત અને આગામી રિસેટ તારીખ ચકાસી લેવી જોઈએ.

Read Previous

બે મેગાવોટથી વધુના સોલાર પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદકો પાસે સસ્તી વીજળીની ઓછી ખરીદી કરી રહેલી ગુજરાત સરકાર

Read Next

ચીનનો ટેકનોલોજી નિકાસ પર અંકુશ: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટર સામે મોટો પડકાર

Most Popular