ભારતના સોલાર ઉત્પાદન માટેની પોલિસિલિકોન સપોર્ટ સ્કીમથી હાલના સોલાર પાવર પ્રોડ્યુસર્સને થનારા ફાયદા
ભારતના સોલાર ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પગલું – પોલિસિલિકોન સપોર્ટ સ્કીમથી સોલાર પાવર પ્રોડ્યુસર્સને થનારા ફાયદા
ભારત સરકારે દેશમાં સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા પ્રસ્તાવિત ‘પોલિસિલિકોન સપોર્ટ સ્કીમ’ને નાણાં મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં જ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ યોજના વિધિવત રીતે લોન્ચ કરવામાં આવશે.
પોલિસિલિકોન એ સોલાર પેનલ બનાવવા માટેનો પ્રાથમિક કાચો માલ છે. વિશ્વભરમાં બનતી 95 ટકાથી વધુ સોલાર પેનલ્સમાં પોલિસિલિકોનનો ઉપયોગ થાય છે. હાલમાં વૈશ્વિક સ્તરે પોલિસિલિકોન ઉત્પાદન પર ચીનનો 93 ટકાથી વધુનો માર્કેટ હિસ્સો છે. ભારત સોલાર સેલ, મોડ્યુલ અને વેફર્સ માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ અને ALMM-એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ જેવી યોજનાઓ ચલાવે છે, પરંતુ પોલિસિલિકોન જ એક એવો વિભાગ હતો જ્યાં દેશ સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતો. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 30,000 મેગાવોટ (30 GW)ની સ્થાનિક પોલિસિલિકોન ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનો છે, જેના માટે આશરે રૂ. 25,000 કરોડના રોકાણની જરૂર પડશે. એએલએમએમ એ સબસિડીની યોજના નથી. પરંતુ સરકારી સોલાર યોજનાઓ પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ સબસિટી મેળવવા માટેના લિસ્ટમાં સામેલ કરવામાં આવેલી સંસ્થાઓની જ સોલાર પેનલ ઉપયોગ કરવાનું ફરજિયાત કરવામાં આવેલું છે.
સૌર ઉર્જા ઉત્પાદકોને કેવા અને કેટલા ફાયદા થશે?
આ નવી પોલિસિલિકોન નીતિથી ભારત સ્તરે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપતા અને વીજળી ઉત્પન્ન કરતા પ્રોડ્યુસર્સ (જેમ કે Adani Green, Tata Power, NTPC, કે નાના-મોટા ર Rooftop Solar ડેવલપર્સ) ને નીચે મુજબના સીધા ફાયદા થશે.
સપ્લાય ચેઈનની સ્થિરતા અને આયાત નિર્ભરતામાં ઘટાડો:
-
કેવી રીતે ફાયદો? અત્યાર સુધી વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ અથવા ચીનની નિકાસ નીતિઓમાં ફેરફાર થવાથી કાચા માલના પુરવઠામાં ખલેલ પહોંચતી હતી. સ્થાનિક સ્તરે જ પોલિસિલિકોન બનવાથી ભારતીય સોલાર ઉત્પાદકોને સમયસર અને અવિરત કાચો માલ મળશે.
ખર્ચમાં બચત અને સોલાર પેનલના ભાવમાં સ્થિરતા:
-
કેવી રીતે ફાયદો? વિદેશથી આયાત કરતી વખતે લાગતો ઉંચો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) અને વિદેશી વિનિમય દર (Dollar vs INR) ના જોખમો ઘટશે. સ્થાનિક સ્તરે વિશાળ પાયે ઉત્પાદન થવાથી ‘ઇકોનોમીઝ ઓફ સ્કેલ’ નો લાભ મળશે, જેથી સોલાર મોડ્યુલના ભાવ ઘટશે.
પ્રોજેક્ટના અમલીકરણમાં ઝડપ:
-
કેવી રીતે ફાયદો? આંતરરાષ્ટ્રીય શિપિંગમાં થતા વિલંબના કારણે આયોજિત સોલાર પ્રોજેક્ટ્સ સમયસર પૂરા ન થવાનું જોખમ રહેતું હતું. સ્થાનિક સપ્લાય ચેઈન મજબૂત થવાથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે અને કેપિટલ કોસ્ટ (મૂડી ખર્ચ) અટકશે.
ગુણવત્તામાં સુધારો અને લાંબા ગાળાની ક્ષમતા:
-
કેવી રીતે ફાયદો? સ્થાનિક સ્તરે ઉત્પાદિત પોલિસિલિકોન અને સોલાર ગ્લાસ પર ALMM (Approved List of Models and Manufacturers) જેવા ગુણવત્તા ધોરણો લાગુ પડવાથી ઉચ્ચ ગુણવત્તાવાળી પેનલ્સ મળશે, જે સોલાર પ્લાન્ટનું આયુષ્ય અને વીજ ઉત્પાદન ક્ષમતા (Efficiency) વધારશે.
ઉદાહરણ દ્વારા સમજૂતી
માનો કે એક સોલાર પાવર પ્રોડ્યુસર કંપની ‘સૂર્ય પાવર લિમિટેડ’ ગુજરાતમાં 100 MW (મેગાવોટ) નો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.
-
જૂની/હાલની વ્યવસ્થા હેઠળ:
-
કંપનીએ પેનલ્સ અથવા તેના કાચા માલ (પોલિસિલિકોન/વેફર) માટે ચીન કે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે.
-
ચીનમાં પોલિસિલિકોનના ભાવ વધતા જ પેનલના ભાવ પ્રતિ વોટ રૂ.2 થી રૂ.4 વધી જાય છે.
-
વહાણવટા-લાવવાના નૂરદરમાં વિલંબ થતાં પ્રોજેક્ટ પૂરો થવામાં 6 મહિનાનો વિલંબ થાય છે, જેનાથી પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.400 કરોડથી વધીને રૂ. 430 કરોડ થઈ જાય છે અને વીજળીનો ઉત્પાદન ખર્ચ પણ વધી જાય છે.
-
-
નવી વ્યવસ્થા (પોલિસિલિકોન સ્થાનિક ઉત્પાદન) હેઠળ:
-
ભારતમાં જ 30 GW પોલિસિલિકોનનું ઉત્પાદન શરૂ થવાથી ‘સૂર્ય પાવર લિમિટેડ’ ને સ્થાનિક બજારમાંથી જ વાજબી અને સ્થિર ભાવે સોલાર મોડ્યુલ્સ મળી રહેશે.
-
આયાત ડ્યુટી અને મોંઘા લોજિસ્ટિક્સ ખર્ચ બચવાથી પ્રોજેક્ટનો ખર્ચ ઘટીને રૂ.370-380 કરોડ થઈ શકે છે (આશરે 5 ટકાથી 8 ટકાની સીધી બચત થશે).
-
સમયસર સપ્લાય મળવાથી પ્રોજેક્ટ નિર્ધારિત સમયે શરૂ થશે, જેનાથી કંપની વહેલી તકે વીજળી વેચીને કમાણી શરૂ કરી શકશે અને ગ્રાહકોને પણ સસ્તા દરે (ઓછા ટેરિફ પર) સૌર ઉર્જા પણ પૂરી પાડી શકશે.
-
