• 22 October, 2026 - 10:17 AM

ખાંડ-ઇથેનોલ પરના નિયંત્રણોથી ઓટો ઇન્ડસ્ટ્રીના E20 ટાર્ગેટ સામે પડકાર: OMCs પર ₹813 કરોડનો બોજ વધવાની શક્યતા

ખાંડ-ઇથેનોલ પરના નિયંત્રણોથી ઓટો ઇન્ડસ્ટ્રીના E20 ટાર્ગેટ સામે પડકાર: OMCs પર ₹813 કરોડનો બોજ વધવાની આશંકા

રત સરકાર દ્વારા આગામી સપ્લાય યર ૨૦૨૬-૨૭ (નવેમ્બર ૨૦૨૬ થી ઓક્ટોબર ૨૦૨૭) માટે ખાંડ આધારિત ઇથેનોલના ઉત્પાદન અને ડાયવર્ઝન પર લાદવામાં આવેલા નવા કડક નિયંત્રણોને કારણે દેશના ઓટોમોબાઈલ સેક્ટર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સામે મોટો આર્થિક તથા પુરવઠાનો પડકાર ઊભો થયો છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા ૧૬ ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા ઇથેનોલ ટેન્ડરમાં શેરડીના રસ, સિરપ અને B-હેવી મોલેસિસમાંથી બનતા ઇથેનોલને બાકાત રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી દેશમાં ઇથેનોલના ઈ20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) લક્ષ્યાંકની સાતત્યતા અને ઈંધણ માર્કેટિંગ માર્જિન પર ઊંડી અસર પડી શકે છે.

ઓઇલ કંપનીઓ (OMCs) પર ₹813 કરોડનો મોટો આર્થિક બોજ

જાહેર ક્ષેત્રની અગ્રણી ઓઇલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) માટે સસ્તા બી-હેવી મોલેસિસ ઇથેનોલને મકાઈ આધારિત ઇથેનોલથી બદલવું મોંઘું સાબિત થશે. પરિણામે દર ૧૦૦ કરોડ લિટર B-હેવી ઇથેનોલના સ્થાને મકાઈના ઇથેનોલનો ઉપયોગ કરવાથી પ્રોક્યોરમેન્ટ ખર્ચ પ્રતિ લિટર રૂ.૬૦.૭૩ થી વધીને ₹૬૮.૮૬ થઈ જશે. આ ફેરફારથી ઇથેનોલ ખરીદીમાં ૧૩.૪ ટકાનો સીધો ઉછાળો આવશે, જેનાથી ઓઇલ કંપનીઓને દર ૧૦૦ કરોડ લિટરે આશરે રૂ. ૮૧૩ કરોડનો વધારાનો પ્રોક્યોરમેન્ટ બોજ સહન કરવો પડી શકે છે. જોકે, ૧,૧૦૦ કરોડ લિટરના કુલ પ્રોક્યોરમેન્ટ ટેન્ડરમાં મકાઈ, ચોખા (FCI Rice) અને C-હેવી મોલેસિસના વાસ્તવિક મિશ્રણ પર આખરી નાણાકીય અસરનો આધાર રહેશે.

રેટિંગ એજન્સી ICRA અને ISMAનું અવલોકન 

ખાંડની ઉપલબ્ધતા અને સ્ટોક: ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા મુજબ, ખાંડના ઓછા ઉત્પાદનની શક્યતા વચ્ચે ખાંડને ઇથેનોલ તરફ ડાયવર્ટ કરવા પર મૂકાયેલા નિયંત્રણોથી દેશમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવામાં મદદ મળશે. ICRA ના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૭ માં ખાંડનું ઉત્પાદન ૨૭ થી ૨૮ મિલિયન ટન રહેશે, જેની સામે સ્થાનિક વપરાશ ૨૮.૩ મિલિયન ટન રહેવાની ધારણા છે. આનાથી ખાંડનો ક્લોઝિંગ સ્ટોક ઘટીને ૩.૫ થી ૪.૫ મિલિયન ટન થઈ શકે છે, જે ૨ મહિનાના વપરાશ કરતાં પણ ઓછો છે.

સુગર મિલો સામે પડકારો (ISMA નું વલણ):ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA)ના ડાયરેક્ટર જનરલ દીપક બલ્લાણીના જણાવ્યા મુજબ સરકારે ખાંડની સુરક્ષા માટે લીધેલા નિર્ણયનું સ્વાગત છે પરંતુ ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સને અપાતા પ્રાધાન્યથી સુગર મિલોને નુકસાન ન થવું જોઈએ. ISMA રૂ.એ સી-હેવી મોલેસિસ ઇથેનોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૫૭.૯૭ થી વધારીને રૂ. ૬૨.૨૩ (૭.૩% વધારો) કરવાની માંગ કરી છે.

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી અને E20 લક્ષ્યાંક પર અસર

ભારત સરકાર અને વાહન ઉત્પાદક કંપનીઓએ 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ (E20) માટે મોટા પાયે રોકાણ કર્યું છે. પરંતુ ખાંડ આધારિત ઇથેનોલના બેનથી નીચે મુજબની સમસ્યાઓ સર્જાઈ શકે છે.

  • ઇથેનોલ મિશ્રણમાં ઘટાડો: જો મકાઈ, તૂટેલા અનાજ અને FCI ના વધારાના ચોખા દ્વારા પૂરતો પુરવઠો ન જળવાય, તો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ ઘટવાની શક્યતા છે.

  • ક્રૂડ આયાતમાં વધારો: મિશ્રણ ઘટવાને કારણે પેટ્રોલની આયાત વધારવી પડશે, જેનાથી ભારતની ક્રૂડ ઓઇલ બચતની યોજનાને મોટો ફટકો પડી શકે છે.

  • ઈંધણના ભાવો પર દબાણ: ઇથેનોલ મોંઘું થવાથી પેટ્રોલના ભાવો વધશે કે નહીં તેનો આખરી નિર્ણય ઓઇલ કંપનીઓની પ્રાઇસિંગ નીતિઓ પર નિર્ભર રહેશે.

Read Previous

આજે સ્પોટ માર્કેટમાં શું કરી શકાય?

Most Popular