• 23 October, 2026 - 12:18 AM

મેડિકલ ઇન્ફ્લેશન સામે ‘મિસિંગ મિડલ’ વર્ગનું સુરક્ષા કવચ જરૂરી: વધતા તબીબી ખર્ચ વચ્ચે આરોગ્ય વીમાનું મહત્વ

મેડિકલ ઇન્ફ્લેશન સામે ‘મિસિંગ મિડલ’ વર્ગનું સુરક્ષા કવચ જરૂરી: વધતા તબીબી ખર્ચ વચ્ચે આરોગ્ય વીમાનું મહત્વ

દેશમાં વધતા જતાં તબીબી ખર્ચ (Medical Inflation) અને સારવારના બદલાતા સ્વરૂપ વચ્ચે ‘મિસિંગ મિડલ’ (Missing Middle – દેશનો મધ્યમ વર્ગ જે કોઈ પણ સરકારી કે ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવાયો નથી) વર્ગ સૌથી વધુ આર્થિક જોખમમાં મુકાયો છે. ભારતમાં તબીબી ખર્ચ વાર્ષિક ૧૩ થી ૧૪ ટકાના દરે વધી રહ્યો છે, ત્યારે આ વર્ગ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવું અનિવાર્ય બની ગયું છે.

મિસિંગ મિડલ કોણ છે અને હોસ્પિટલના ખર્ચનો હિસ્સો?

ભારતમાં હજુ સુધી સાર્વત્રિક આરોગ્ય કવચ (Universal Health Cover) નથી, પરંતુ ‘આયુષ્માન ભારત’ (PM-JAY) યોજના તે દિશામાં સૌથી મોટું પગલું છે.

  • સરકારી યોજનાઓ (33% વસ્તી): સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૪૮ કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ અપાયા છે, જે દેશની ૩૩% વસ્તીને આવરી લે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨ લાખ કરોડથી વધુ રકમના ૧૩.૨૫ કરોડથી વધુ હોસ્પિટલ એડમિશન કવર કરાયા છે. દેશના હોસ્પિટલ ખર્ચનો ૪૫% હિસ્સો સરકાર/રાજ્યો ચૂકવે છે.
  • ઉચ્ચ વર્ગ (10% વસ્તી): આ હાઈ-ઈનકમ ક્ષેત્ર પોતે સેલ્ફ-ઇન્સ્યોર્ડ છે અથવા ગ્રુપ ઇન્સ્યોરન્સ ધરાવે છે, જે હોસ્પિટલ ખર્ચનો ૧૦% હિસ્સો આવરી લે છે.
  • મિસિંગ મિડલ (મધ્યમ વર્ગ – બાકીનો હિસ્સો): આ વર્ગ પાસે કોઈ સરકારી યોજનાનું કવચ નથી કે નથી તેમની પાસે પૂરતો ખાનગી વીમો. દેશના હોસ્પિટલોના કુલ ખર્ચનો ૪૫% હિસ્સો આ વર્ગ પોતાની બચતમાંથી (Out-of-pocket expenditure) ખર્ચે છે. ભૂતકાળમાં આ આંકડો ૬૦% થી વધુ હતો, જેમાં સરકારી યોજનાઓને કારણે ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ અડધા ભાગનું ફંડિંગ અંગત બચતમાંથી થાય છે.

 ૧૩-૧૪% મેડિકલ ઇન્ફ્લેશન પાછળનું સાચું કારણ શું છે?

તબીબી ખર્ચમાં વાર્ષિક ૧૩ થી ૧૪ ટકાનો વધારો થાય છે, પરંતુ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતો સામાન્ય ભાવવધારો માત્ર ૫ થી ૬ ટકા જ છે. તો બાકીનો ખર્ચ શા માટે વધે છે?

૧. જટિલ સારવારમાં વધારો (Therapy & Acuity Mix): કેન્સર (Oncology), હૃદયરોગ (Cardiac Care), ન્યુરોલોજી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા જટિલ રોગોના દર્દીઓ વધી રહ્યા છે. આ પ્રકારની મોંઘી સારવારનો ગુણોત્તર વધવાથી એકંદરે બિલ ઊંચું જાય છે. ૨. આધુનિક ટેકનોલોજી અને રોબોટિક સર્જરી: ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ તેમજ અન્ય કટિંગ-એજ સર્જરીમાં રોબોટિક અને મિનિમલી ઈન્વેસિવ પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો છે, જે સારવારને વધુ ચોક્કસ બનાવે છે પણ ખર્ચાળ છે. ૩. એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ અને બાયોલોજિકલ દવાઓ: સચોટ નિદાન માટે અત્યાધુનિક રેડિયોલોજી અને પેથોલોજી ટેસ્ટ તેમજ ઈમ્યુનોલોજી અને કેન્સર માટે નવી બાયોલોજિકલ મોંઘી દવાઓ વપરાઈ રહી છે. ૪. સારવારની ઉત્તમ ગુણવત્તા: કન્ઝ્યુમેબલ્સ (વપરાશની સામગ્રી) અને નિષ્ણાત મેડિકલ સ્ટાફની હાજરીથી સારવારના પરિણામો સુધર્યા છે, પરંતુ તેની સાથે પ્રોસેસિંગ કોસ્ટ પણ વધી છે.

ઉકેલ અને ભલામણ

જેમ અમેરિકા જેવા વિકસિત દેશોમાં વીમા વગર હોસ્પિટલની સારવાર અસહ્ય બની જાય છે, તેવી જ સ્થિતિ ભારતમાં ન સર્જાય તે માટે ‘મિસિંગ મિડલ’ વર્ગમાં ‘આરોગ્ય સંજીવની’ જેવી સસ્તા પ્રીમિયમવાળી બેસિક પિલાન, ટોપ-અપ (Top-up) અને ડિડક્ટિબલ (Deductible) પ્લાન્સને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. આ ઉપરાંત IRDAI દ્વારા ઇન્સ્યોરન્સ વિતરણ ખર્ચ (Distribution Costs) પર કેપ મૂકવાના પ્રસ્તાવથી વીમો વધુ પરવડે તેવો બનશે.

Read Previous

એગ્રીવોલ્ટિક્સ ક્રાંતિ: સહકારથી સમૃદ્ધિ વધારવાનો નવો વિકલ્પ

Read Next

ગુજરાતમાં પાવર ક્રંચ: પીક અવર્સમાં વીજળીનો વપરાશ ઘટાડવા સરકારની અપીલ, ઉદ્યોગોનું ગણિત વિસરાયું અને કામદારોની હાલાકી વધી

Most Popular