• 28 October, 2026 - 12:42 PM

યુનિયન બજેટ 2027-28 અગાઉ નાણા મંત્રાલયની LTCG ટેક્સમાં ફેરફાર કરવા અંગે વિચારણાઓ 

યુનિયન બજેટ 2027-28 અગાઉ નાણા મંત્રાલયની LTCG ટેક્સમાં ફેરફાર કરવા અંગે વિચારણાઓ 

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે ફંડ પાછું ખેંચવામાં આવી રહ્યું છે અને સતત વેચવાલી જોવા મળી રહી છે. આ સ્થિતિને ડામવા માટે કેન્દ્ર સરકાર લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં રાહત આપવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ સંભવિત ફેરફારો આગામી યુનિયન બજેટ 2027-28માં સામે આવી શકે છે. નાણા મંત્રાલયમાં ચાલી રહેલી આંતરિક ચર્ચાઓ અને વૈશ્વિક બજારો (ચીન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને બ્રાઝિલ) સાથેના કર માળખાની સરખામણીના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારો માટે ભારતીય ઇક્વિટી ટેક્સ વ્યવસ્થા ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની સરખામણીમાં ઓછી આકર્ષક માનવામાં આવે છે. બજાર નિયમનકાર ‘સેબી’ (SEBI) દ્વારા આ અંગે નાણા મંત્રાલય સમક્ષ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું છે. રોકાણની અવધિના આધારે કેપિટલ ગેઇન્સ ટેક્સનો એક ધોરણસર સ્લાઇડિંગ સ્કેલ અપનાવવાની સંભાવના છે. પરિણામે રોકાણકારો લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવા પ્રેરિત થશે.  વિદેશી રોકાણકારો માટે વિદેશી ચલણના વિનિમય દરના નફા-નુકસાનને અલગ ગણવાની પદ્ધતિ અપનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે.

એસટીટી (STT) પર પણ પુનર્વિચાર: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગત ઑક્ટોબર ૧૩ ના રોજ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) હટાવવાના સૂચનો માટે ખુલ્લું મન દર્શાવ્યું હતું, જેનાથી બજારમાં નવી આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય બજારમાંથી ₹૩.૦૪ લાખ કરોડથી વધુ રકમ પાછી ખેંચી ચૂક્યા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર સ્થાનિક અને વિદેશી રોકાણકારો વચ્ચે કર સમાનતા જાળવવાનો અને ‘રાઉન્ડ-ટ્રિપિંગ’ (ફંડના દુરુપયોગ)ને અટકાવવાનો છે. હાલમાં ભારતમાં ઇક્વિટી વેચાણ પર વાર્ષિક રૂ. ૧.૨૫ લાખની છૂટ બાદ એલટીસીજી 12.5 ટકા અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ ૨૦ ટકા વસૂલવામાં આવે છે.

સંભાવના અને તેના આધારે ગણતરીનું ઉદાહરણ

જો નાણા મંત્રાલય વિદેશી રોકાણકારો અથવા એકંદર બજાર માટે એલટીસીજી ટેક્સના ધારાધોરણોમાં રાહત આપે અથવા સ્લાઇડિંગ સ્કેલ પદ્ધતિ અપનાવે તો રોકાણકારોને શું ફાયદો થઈ શકે તે સ્પષ્ટ કરવા માટે એક ગાણિતિક ઉદાહરણ આ મુજબની આવી શકે છે. ધારો કે એક વિદેશી કે સ્થાનિક રોકાણકારે ૩ વર્ષ અગાઉ ઇક્વિટી શેરોમાં રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યું હતું, જેનું મૂલ્ય વધીને વર્તમાનમાં રૂ. ૨૦ લાખ થયું છે. આથી કુલ કેપિટલ ગેઇન (નફો) રૂ. ૧૦,૦0,000 થાય છે. વર્તમાન નિયમ મુજબ તેમાંથી રૂ.૧.૨૫ લાખની વાર્ષિક મુક્તિ બાદ કરપાત્ર નફો: રૂ. 10,00,000 – રૂ. 1,25,000 કરતાં રૂ. 8,75,000 એલટીસીજીને પાત્ર બને છે. આમ 12.5 ટકાના ધોરણે તેના પર રૂ. 1,09.375 ટેક્સ ભરવો પડે છે.

સંભવિત સુધારા (સ્લાઇડિંગ સ્કેલ અથવા રાહત દરની વ્યવસ્થા આવે તેમ ધારી લઈએ અને જો લાંબા ગાળાના એટલે કે ત્રણ કે તેથી વધુ વર્ષના રોકાણ માટે ટેક્સ દર ઘટાડીને ૧૦ ટકા % કરવામાં આવે, તો રોકાણકારને ચૂકવવો પડતો ટેક્સ રૂ. 87,500નો થશે. પરિણામે રોકાણકાર દીઠ સીધો ફાયદોરૂ. 21,875 અને મોટા રોકાણકારો માટે આ રકમ કરોડોમાં હોવાથી ફંડ આઉટફ્લો અટકી શકે છે.

યુનિયન બજેટ 2027-28 માં સરકાર દ્વારા LTCG ટેક્સના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ પુનઃ સ્થાપિત કરવા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો કે, સ્થાનિક રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને સંતુલન જાળવવું એ સરકાર માટે સૌથી મહત્વપૂર્ણ કસોટી રહેશે.

Read Previous

ટ્રુકોલરે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બજેટ ફોન યુઝર્સને સાયબર ફ્રોડથી બચાવવા એપ લોન્ચ કરી

Read Next

આજે શેરબજારમાં શું કરી શકાય?

Most Popular