ભારતની ક્રૂડની સરેરાશ ખરીદ કિંમત 14 વર્ષની ટોચે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ. 6થી 9ના વધાારની સંભાવના
ભારતની ક્રૂડની સરેરાશ ખરીદ કિંમત 14 વર્ષની ટોચે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ. 6થી 9ના વધાારની સંભાવના
વિશ્વબજારમાંથી ભારત જે ક્રૂડ તેલ ખરીદે છે તેના સરેરાશ ભાવ ઓક્ટોબર 2026માં ઝડપથી વધીને પ્રતિ બેરલ $120 ને પાર કરી ગયા છે. પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધના માહોલને કારણે દરિયાઈ માર્ગે માલની હેરફેર કરવા સામે વધેલા જોખમને પરિણામે વીમાના પ્રીમિયમ અને શિપિંગ ફ્રેટ રેટને બેફામ કરેલા વધારાની અસર પડી છે. પરિણામે વૈશ્વિક સ્તરે કાચા તેલ-ક્ર્ડૂ ઓઈલની ખરીદી અત્યંત મોંઘી બનાવી દીધી છે. તેથી જ ઓક્ટોબર 26, 2026 સુધી ભારતના ક્રૂડ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ કિંમત $120.46ની રહી છે. સપ્ટેમ્બર 2026માં આ કિંમત $116.77 અને ઓગસ્ટમાં આ કિંમત $90.19 હતી. માર્ચ 2012 ($123.61 per barrel) પછીના છેલ્લા 14 વર્ષમાં ભારતે ચુકવેલો આ સૌથી ઊંચો સરેરાશ ભાવ છે. 26 ઓક્ટોબરે દૈનિક ભાવ $123.72 સુધી પહોંચી ગયો હતો. વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ $114.6 પર, WTI $100.9 પર અને મુરબાન ક્રૂડ (Murban) $117.7 પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે વર્ષ 2026 દરમિયાન વૈશ્વિક ક્રૂડના ભાવમાં આશરે 80 ટકાનો ઉછાળો આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સંભવિત વધારો થવાની સંભાવના
વધતા ક્રૂડ ભાવના કારણે દેશમાં સરકારી તેલ વિતરણ કંપનીઓ (OMCs – IOCL, BPCL, HPCL) પર અંડર-રિકવરીનું ભારે દબાણ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 6 થી રૂ9 સુધીનો વધારો કરવો પડે તેવા મજબૂત સંકેતો છે. આ રહ્યા તેના કારણઓ.
-
OMCs ની માર્કેટિંગ માર્જિન પર દબાણ અને LPG અંડર-રિકવરી: દેશની ત્રણેય PSU તેલ કંપનીઓ પર હાલમાં માત્ર LPGનો અંડર-રિકવરી બોજ જ રૂ. 62,000 કરોડ સુધી પહોંચી ગયો છે. HPCL અને BPCL ના Q2 FY27 પરિણામો દર્શાવે છે કે રિફાઇનરી માર્જિન ઊંચા હોવા છતાં માર્કેટિંગ માર્જિન તળિયે પહોંચી ગયા છે, જેથી ક્રૂડનો વધારાનો ખર્ચ ગ્રાહકો પર પાસ-ઓન કરવો અનિવાર્ય બને છે.
-
શિપિંગ ફ્રેટ અને વીમા ખર્ચમાં ઉછાળો: એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર, દરિયાઈ રસ્તાઓ સુરક્ષિત ન હોવાથી ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્યોરન્સ ખર્ચ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે. ઇક્વિરસ સિક્યુરિટીઝના વિશ્લેષણ મુજબ ભારતીય તેલ કંપનીઓ પહેલા 50 ટકા માલ ડેબિટ અને શિપિંગ બેઝિસ પર લેતી હતી, તેના બદલે હવે લગભગ તમામ ક્રુડનો જથ્થો ડિલીવરી થાય તે સમયના ભાવથી ખરીદવો પડી રહ્યો છે.
-
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ: US ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 95.08 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. LKP Securities ના VP રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીનું માનવું છે કે ડૉલર ઇન્ડેક્સ 101.50 આસપાસ હોવાથી અને ક્રૂડના ભાવ $115 થી ઉપર હોવાથી રૂપિયા પર ભારે દબાણ છે. ક્રૂડની ખરીદી ડૉલરમાં થતી હોવાથી નબળા રૂપિયાને કારણે ઈમ્પોર્ટ બિલ સતત વધી રહ્યું છે.
-
ચાલુ ખાતાની ખાધ (CAD) માં વિસ્ફોટક વધારો: રેટિંગ એજન્સી ICRA અનુસાર, નાણાકીય વર્ષમાં ક્રૂડના સરેરાશ ભાવમાં પ્રતિ બેરલ $10 નો વધારો થાય તો ભારતનું ચોખ્ખું તેલ આયાત બિલ $12-13 અબજ વધે છે, જેનાથી દેશની CAD માં GDP ના 0.3 ટકાનો વધારો થાય છે. FY27 ના એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ભારતનું ચોખ્ખું ઓઇલ અને ગેસ આયાત બિલ YoY 35 ટકા વધીને $81.1 અબજ થયું છે, જ્યારે એપ્રિલ-જુલાઈમાં CAD વધીને $11.2 અબજ (ગયા વર્ષે $6.6 અબજ સામે) થઈ ગઈ છે.
વેપાર અને વ્યવસાયનું વિશ્લેષણ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ અને યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ $120 ને પાર થઈ ગયા છે, જેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં મોટો ભડકો થવાની સંભાવના ખૂબ જ પ્રબળ અને અત્યંત ઊંચી છે. અમેરિકા અને ઇરાન વચ્ચેના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલની ભારતની ખરીદીનો સરેરાશ ભાવ 120 ડૉલરને વટી ગયો છે. તેની સામે ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 95ની સપાટીને ટચ કરી ગયો છે. બીજીતરફ પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો અસુરક્ષિત બની રહ્યા છે, ત્યારે શિપિંગ ફ્રેટ રેટ-નૂરના દર અને મરીન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આસમાને પહોંચી ગયા છે. ભારતે પોતાની જરૂરિયાત માટે લગભગ તમામ કાર્ગો હવે મોંઘા “ડેલિવર્ડ બેઝિસ” પર ખરીદવો પડી રહ્યો છે. બીજી તરફ, યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને રૂ. 95 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ તેલની આયાત હંમેશા ડૉલરમાં ચૂકવવાની હોવાથી, નબળો રૂપિયો દેશ માટે ઈમ્પોર્ટ બિલને અત્યંત ભારે બનાવી રહ્યો છે. ભારતનું નેટ ઓઇલ અને ગેસ આયાત બિલ વધીને $81.1 અબજ પહોંચી ગયું છે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ-આયાતના ખર્ચની તુલનામાં નિકાસની આવક વચ્ચેનો ગાળો પણ વધી રહી છે. ભારતનો વિશ્વ વેપારમાં આયાતનો ખર્ચ વધુ છે. નિકાસ થકી થતી આવક ઓછી છે.
ડીઝલના ભાવ વધવાથી ફ્રેટ કોસ્ટ (ભાડા) વધશે, જેની સીધી અસર શાકભાજી, ખાદ્ય ચીજો અને એફએમસીજી પ્રો ડક્ટ્સના ટ્રાન્સપોર્ટ પર પડશે અને રિટેલ મોંઘવારી ફરી વધી શકે છે.
-
ઓટોમોબાઈલ અને કેમિકલ સેક્ટર પર ફટકો: ઈંધણ મોંઘું થવાથી એન્ટ્રી-લેવલ વાહનોના વેચાણ પર અસર પડી શકે છે. આ સિવાય પેઇન્ટ્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સિન્થેટિક ટાયર બનાવતી કંપનીઓ માટે રો-મટીરિયલ (પેઇન્ટ બાઇન્ડર્સ, નેપ્થા) મોંઘા થશે.
-
મોનિટર નીતિ પર અસર: યુએસ ફેડરલ રિઝર્વની આગામી પૉલિસી બેઠક પર સૌની નજર છે. જો વૈશ્વિક મોંઘવારી વધશે તો વ્યાજદરમાં કાપ ધીમો પડશે, જેનાથી ભારતીય રિઝર્વ બેંકને પણ નીતિગત વ્યાજદરો કડક રાખવાની ફરજ પડશે.
-
રીફાઇનરી વર્સિસ માર્કેટિંગ ગેપ: ઈન્ડિયન ઓઇલના પરિણામો શુક્રવારે જાહેર થવાના છે. રિફાઇનિંગ ગ્રોસ માર્જિન સારા હોવા છતાં, જો સરકાર ઈંધણના ભાવ વધારવાની મંજૂરી ન આપે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સબસીડીના બોજ તળે દબાશે, જે શેરબજારમાં ઓઇલ શેરોના વેલ્યુએશનને નુકસાન પહોંચાડશે.

