• 2 November, 2026 - 4:32 PM

આજે શેરબજારમાં શું કરી શકાય?

આજે શેરબજારમાં શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જીના શેરમાં લેણ કરી શકાય

આજે શેરબજારમાં શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જીના શેરમાં લેણ કરી શકાય છે. શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 1163.80નો છે. ગત એપ્રિલ માસથી આ શેરમાં તેજીનો વક્કર જોવા મળી રહ્યો છે. જોકે થોડા સમય પહેલા તેમાં કરેક્શન જોવા મળ્યું હતું. છતાં તેમાં તેજીનો વક્કર જળવાઈ રહ્યો છે.

પરિણામે શેર્સના ભાવ આગળ વધવાની આશા સાથે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ રૂ. 1164ની ભાવ સપાટીએ લેણ કરી શકે છે. પહેલો સ્ટોપરોલ રૂ. 1050ની આસપાસનો રાખી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 1300નો છે. શેરનો ભાવ વધતો જાય તેમ તેમ તેમાં સ્ટોપલૉસને ઊંચો લઈ જઈને નફો કરવાનો રસ્તો કરી શકાય છે.

શેરનો ભાવ વધીને રૂ. 1220 થાય ત્યારે સ્ટોપલૉસ રૂ. 1170 કરી દેવાનો રહેશે. તેમ જ શેરનો ભાવ વધીને રૂ. 1240નો થાય ત્યારે સ્ટોપલોસ વધારીને રૂ.1240 કરી દેવો હિતાવહ છે. શેરનો ભાવ રૂ. 1300ના ટાર્ગેટ ભાવની નજીક આવી જાય એટલે તે વેચીને નીકળી જવું હિતાવહ છે.

નિફ્ટી અને નિફ્ટી બેન્કમાં શું થઈ શકે છે

નિફ્ટી અત્યાર સુધી રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યો છે. છતાં સમગ્રતયા બજારનું વલણ તેજી તરફી છે. તેથી નિફ્ટી રેન્જ તોડીને ઉપર જાય તેવી અપેક્ષા છે. નિફ્ટી તૂટીને 21800ની નીચે જાય તો જ તેમાં મંદી આવે તેવી શક્યતા છે. જોકે હાલને તબક્કે આ સ્થિતિ નિર્માણ થવાની સંભાવના નહિવત છે. 

નિફ્ટી અત્યારે 22400ની રેન્જમાં અથડાતો જોવા મળી રહ્યો છે. 22,400ની નીચે 22,,100 અને 21,800ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે. જ્યારે 23,150ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. 23150ની સપાટી તોડીને નિફ્ટી આગળ નીકળી જાય તો 23,300 અને 23,350 સુધી જઈ શકે છે. તેથી મધ્યમ ગાળામાં 23,900 અને 24,400ના મથાળા સુધી જવાનો રસ્તો ખૂલી જાય તેવી શક્યતા છે. 

નિફ્ટી બેન્કમાં પણ તેજીની ચાલ જોવા મળી શકે છે. નિફ્ટી બેન્ક અત્યારે 54,680ની સપાટીએ છે. નિફ્ટી બેન્ક 54,400 અને 53,800ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે. તેથી નીચે જવાની સંભાવનાઓ સીમિત છે. પરિણામે નિફ્ટી બેન્કમાં તેજી જોવા મળી શકે છે. તેજી થતાં નિફ્ટી 56,500 અને 57,000ના મથાળાને આંબી જાય તેવી શક્યતા જણાઈ રહી છે. જોકે 53,800થી નીચે જાય તો તેમાં નરમાઈ જોવા મળી શકે છે. અત્યારે તો નિફ્ટી અને નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ બંનેમાં તેજીની ચાલ જોવા મળે તેવી વધુ સંભાવનાઓ છે.

Read Previous

સોના-ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નરમાઈ, જાણી લો સ્થાનિક બજાર પર તેની અસર ને સંભાવનાઓ

Read Next

આવી રહી છે રિટેલર્સ માટે જીએસટીની નવી ઈ-ઇન્વોઇસિંગ સિસ્ટમઃ એપ્રિલ 2027થી અમલ

Most Popular