સંવત 2083માં સેન્સેક્સ 87,000 અને નિફ્ટી 27,000નું મથાળું બતાવી શકે

સંવત 2083માં સેન્સેક્સ 87,000 અને નિફ્ટી 27,000નું મથાળું બતાવી શકે
સંવત 2082માં બજારના કન્સોલિડેશન અને વિદેશી રોકાણકારોની વેચવાલી બાદ, માર્કેટ એક્સપર્ટ્સ અને બ્રોકરેજ હાઉસીસ આગામી સંવત 2083 (દિવાળી 2026 થી દિવાળી 2027) માટે ભારતીય શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી શકે તેમ હોવાનું બજારના નિષ્ણાતો માને છે. વેન્ચુરા અને એસએમસી ગ્લોબલ જેવા દિગ્ગજ રિસર્ચ હાઉસીસના મતે 2083માં કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારો અને વેલ્યુએશનમાં કમ્ફર્ટ આવવાથી આગામી સંવતમાં સેન્સેક્સ 87,000 અને નિફ્ટી 27,000 સુધી પહોંચી શકે છે.
| રિસર્ચ એનાલિસ્ટ / સંસ્થા | નિફ્ટી 50 પ્રોજેક્શન | સેન્સેક્સ પ્રોજેક્શન | અપેક્ષિત અપસાઇડ (ગ્રોથ) |
| વિનીત બોલિંજકર (Ventura) | 26,500 – 27,000 | 85,500 – 87,000 | 11% થી 13% અપસાઇડ |
| સીમા શ્રીવાસ્તવ (SMC Global) | 25,000 – 26,500 | 82,000 – 87,000 | સ્ટ્રક્ચરલ રિકવરી તબક્કો |
| હિતેશ જૈન (YES Securities) | કન્સર્વેટિવ રિકવરી | કન્સર્વેટિવ રિકવરી | 8% થી 9% (Single-digit returns) |
| મયૂર શાહ (Anand Rathi) | જૂના ઓલ-ટાઇમ હાઇ બ્રેક કરશે | જૂના ઓલ-ટાઇમ હાઇ બ્રેક કરશે | ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે શાંતિથી ઝડપી તેજી |
બજારમાં તેજી લાવનારા મુખ્ય પરિબળો
- વેલ્યુએશનમાં કમ્ફર્ટ: છેલ્લા બે વર્ષ (નવેમ્બર 2024 થી નવેમ્બર 2026) ના ટાઇમ-કરેક્શન બાદ નિફ્ટીનો ટ્રેલિંગ પી.ઈ. રેશિયો હાલ 19.6x પર આવ્યો છે. નવો સુધારેલો ઇન્ડેક્સ આગળ જતાં 17 ગણો ફોરવર્ડ પી.ઈ. રેશિયોની નજીક ટ્રેડ કરે તેવી શક્યતા છે, જે રોકાણ માટે આકર્ષક વેલ્યુએશન પૂરું પાડે છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ધીમી વૃદ્ધિ ધરાવતી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો પ્રભાવ ઘટશે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઇલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉચ્ચ ગ્રોથ ધરાવતા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ વધશે. સંવત 2083માં કંપનીઓના નફાકારકતામાં સુધારો આવવાથી બજારને વ્યાપક મજબૂતી મળશે. જોકે બજારમાં જોખમો પણ છે જ છે. વિદેશી રોકાણકારોની વેચવાલીનું બજાર પર દબાણ રહી શકે છે. વૈશ્વિક સ્તરે ઊંચા બોન્ડ યીલ્ડ-બોન્ડમાં કરેલા રોકાણ પર વધુ મળતર હોવાથી એફઆઈઆઈ પ્રવાહ મંદ રહી શકે છે. બીજું, ક્રૂડ ઓઈલ-કાચા તેલના ભાવો અને ડોલર સામે રૂપિયાનું ધોવાણ બજાર માટે ચિંતાનો વિષય છે. સમગ્ર બજારમાં એકસરખી તેજીને બદલે માત્ર ફંડામેન્ટલી મજબૂત શેરોમાં જ ગ્રોથ જોવા મળી શકે તેવી સંભાવના છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં હજુ પણ કેટલાક શેર્સ મોંઘા છે.
ટ્રેડરો અને રોકાણકારો માટે વ્યૂહરચના
ટ્રેડર્સ લાર્જ કેપ શેર્સ પર ફોકસ કરી શકે છે. મોંઘા ભાવના સ્મોલ કેપ કે પછી મિડ-કેપ શેરોથી દૂર રહીને વ્યાજબી વેલ્યુએશન ધરાવતી લાર્જ-કેપ કંપનીઓમાં એલોકેશન વધારવાનું આયોજન કરી શકે છે. ઓટોમોબાઇલ, કેપિટલ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ અને બેન્કિંગ કે પછી ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં રોકાણની ઉત્તમ તકો રહેશે. બીજું, વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે આવતા શોર્ટ-ટર્મ કરેક્શનનો ઉપયોગ સિસ્ટેમેટિક ખરીદી માટે કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રિપમાં એક સામટું મોટું રોકાણ કરવાને બદલે ધીમી ગતિએ એસઆઈપીની માફક પસંદગીની સ્ક્રિપમાં સોદા કરવાનું વલણ લાભદાયી સાબિત થઈ શકે છે.
સંવત 2082 ભારતીય શેરબજાર માટે પડકારજનક સાબિત થયું છે, જેમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 એ છેલ્લા 15 વર્ષમાં તેમનું સૌથી નબળું પ્રદર્શન નોંધાવ્યું છે. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને અમેરિકન સરકારના બોન્ડમાં રોકાણ કરવાથી વધુ વળતર મળી રહ્યું હોવાને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા કરાયેલી ભારે વેચવાલી આ ઘટાડાનું મુખ્ય કારણ રહી છે. નવા વિક્રમ સંવત પ્રવેશ વખતે ટ્રેડરો અને ઇન્વેસ્ટર્સ માટે બજારની સ્થિતિ, ક્ષેત્રીય પ્રદર્શન અને રોકાણની વ્યૂહરચના આવી રાખી શકે છે.
બજારનું પ્રદર્શન અને મૂડી પ્રવાહ
- બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો: સંવત 2082 દરમિયાન સેન્સેક્સમાં 8.4 ટકા અને નિફ્ટી 50માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પહેલાં સંવત 2067માં બેન્ચમાર્ક સૂચકાંકોમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મોટા ઈન્ડેક્સમાં ઘટાડા છતાં સ્મોલકેપ અને મિડકેપ ક્ષેત્રે સકારાત્મક આઉટપર્ફોર્મન્સ જોવા મળ્યું છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 4.5 ટકા અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.3 ટકા વધીને બંધ રહ્યા છે. તદુપરાંત વિદેશી રોકાણકારો- પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે ભારતીય ઇક્વિટીમાંથી રૂ.3.03 લાખ કરોડનું એટલે કે $32.36 બિલિયનની જંગી વેચવાલી કરી છે. પરંતુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો એ રૂ. 7.74 ટ્રિલિયન નું ચોખ્ખું રોકાણ કરીને બજારને મોટો સપોર્ટ પૂરો પાડ્યો છે.
- સ્ટોક સ્તરનું વિશ્લેષણ: નિફ્ટી 500 ના 57 ટકા સ્ટોક્સ (287 શેરો) એ નેગેટિવ રિટર્ન આપ્યું છે, જેમાં 140 શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, 17 શેરો બે ગણાથી વધુ વધ્યા છે અને 28 શેરોમાં 50 ટકાથી 93 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
સેક્ટરલ ટ્રેન્ડ્સ
- સૌથી નબળું પ્રદર્શન: એફએમસીજી (FMCG) સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હતું, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 18.3 ટકા ઘટ્યો હતો. આ સિવાય IT (-9.2 ટકા), રિયાલ્ટી (-7.8 ટકા), બેન્ક (-3.7 ટકા) અને ઓટો (-2.5 ટકા) ઇન્ડેક્સ પણ નકારાત્મક રહ્યા હતા.
- સતત છઠ્ઠા વર્ષે આઉટપર્ફોર્મન્સ: કેપિટલ ગુડ્સ, પીએસયુ બેન્ક અને મેટલ ઇન્ડેક્સ સતત છઠ્ઠા વર્ષે પોઝિટિવ બંધ રહ્યા છે અને આ સંવતમાં 6 ટકાથી 22 ટકા સુધી વધ્યા છે.
નવા સંવતમાં બજાર માટેના મુખ્ય ચાલક પરિબળો
- ક્રૂડ ઓઇલ અને યુએસ બોન્ડ યીલ્ડ: યુએસ-ઈરાન તણાવ ઘટવાથી જો ક્રૂડ ઓઈલના ભાવ શાંત થાય, તો ખાસ કરીને લાર્જ-કેપ શેરોને મોટો ફાયદો થશે જ્યાં સૌથી વધુ FII વેચવાલી થઈ છે.
- FII રોકાણનો પુનઃપ્રવાહ: વૈશ્વિક AI ટ્રેડમાંથી ભંડોળ પાછું ભારતીય ઇક્વિટી તરફ ડાઇવર્ટ થવાની શક્યતા.
- ભારત-યુએસ વેપાર કરાર: દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં પ્રગતિ બજારને મજબૂતી આપી શકે છે.
- ટેક્સ રિલીફ: વિદેશી રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સમાં સંભવિત રાહત.
ટ્રેડરો અને ઇન્વેસ્ટર્સ માટે વ્યૂહરચના
| રોકાણકારનો પ્રકાર | સૂચવેલી વ્યૂહરચના (Actionable Insights) |
| લાર્જ-કેપ ઇન્વેસ્ટર્સ | નિફ્ટી અને લાર્જ-કેપ સ્ટોક્સ બોટમ આઉટ થઈ ચૂક્યા હોવાના સંકેતો છે. સ્મોલ અને મિડ-કેપ કરતા લાર્જ-કેપ શેરોને પ્રાધાન્ય આપો. |
| સેક્ટર પસંદગી | વાજબી વેલ્યુએશન ધરાવતી ફાઇનાન્શિયલ બેન્કિંગ અને સ્થાનિક બિઝનેસ ધરાવતી કંપનીઓમાં તકો શોધો. |
| પ્રાથમિક બજાર (IPOs) | સ્મોલ અને મિડ-કેપ શેરોમાં કરેક્શન આવવાથી આગામી સમયમાં IPO માર્કેટની પ્રવૃત્તિમાં ધીમી ગતિ જોવા મળી શકે છે, તેથી નવા આઇપીઓ પસંદ કરતી વખતે સાવચેતી રાખવી. |
| ટ્રેડર્સ માટે | ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાના એક્સચેન્જ રેટ પર નજીકથી નજર રાખવી. જ્યાં સુધી પશ્ચિમ એશિયાનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજાર પર દબાણ રહી શકે છે. |
