રિલાયન્સ કન્ઝ્યુમરનો બિસ્કિટ માર્કેટમાં પ્રવેશઃ બ્રિટાનિયા સહિતના બિસ્કિટના ઉત્પાદકો સામે નવી સ્પર્ધા શરૂ થશે
રિલાયન્સ કન્ઝ્યુમરનો બિસ્કિટ માર્કેટમાં પ્રવેશઃ બ્રિટાનિયા સહિતના બિસ્કિટના ઉત્પાદકો સામે નવી સ્પર્ધા શરૂ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ બિસ્કિટ ક્ષેત્રમાં પોતાનો પગપેસારો શરૂ કરી દીધો છે. રિલાયન્સ કન્ઝ્યુમર્સે તમિલનાડુથી બિસ્કિટ માર્કેટમાં પોતાના ઉત્પાદનો લોન્ચ કરીને આ સાહસનો સત્તાવાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને કંપની ધીમે ધીમે અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરી રહી છે. રિલાયન્સ પાસે દેશભરમાં ‘રિલાયન્સ રિટેલ’, ‘જીઓ માર્ટ’ (JioMart), ‘સ્માર્ટ બઝાર’ અને કરોડો ગ્રાહકો સુધી પહોંચ ધરાવતું વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. રિલાયન્સની મજબૂત બ્રાન્ડ ઈમેજ અને ‘વેલ્યુ ફોર મની’ (ઓછા ભાવે શ્રેષ્ઠ ગુણવત્તા) આપવાની વ્યૂહરચનાના કારણે ગ્રાહકોમાં તેના ઉત્પાદનોને ઝડપી સ્વીકૃતિ મળવાની પૂરેપૂરી શક્યતા છે.
રિલાયન્સે 2023 માં કેમ્પા (Campa) બ્રાન્ડ સાથે સોફ્ટ ડ્રિંક્સ/કોલા માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 2026-27ના પ્રથમ છ માસિક (H1FY27)ના પરિણામો મુજબ, કેમ્પાએ રૂ. 5,250 કરોડથી વધુનું વેચાણ નોંધાવ્યું છે, જેણે નાણાકીય વર્ષ 2025-26 (FY26)ના કુલ વેચાણના 90 ટકાથી વધુ હિસ્સો માત્ર 6 મહિનામાં હાંસલ કરી લીધો છે.
બિસ્કિટ માર્કેટનું અગમ્ય માળખું: બિસ્કિટ ક્ષેત્ર એ કોલા માર્કેટ કરતાં ભિન્ન છે. બિસ્કિટ માર્કેટનો મોટો હિસ્સો રૂ. 5 અને રૂ. 10 ની પ્રાઇસ પોઇન્ટ પર ચાલે છે. આથી, માત્ર કિંમતમાં ઘટાડો રીને માર્કેટ કબજે કરવું બિસ્કિટ ક્ષેત્રમાં થોડું પડકારજનક છે.
3. બ્રિટાનિયા જેવી સ્થાપિત કંપનીઓ પર અસર અને તેમની વ્યૂહરચના
રિલાયન્સના આ પ્રવેશ અંગે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કારોબારી અધિકારી રક્ષિત હરગાવે એ 6 નવેમ્બર, 2026 ના રોજ રોકાણકારો સાથેની કોન્ફરન્સ કૉલમાં મહત્વની વિગતો આપી હતી.
-
બ્રિટાનિયાની સાવચેતી: બ્રિટાનિયાએ રિલાયન્સના બિસ્કિટ ઉત્પાદનોનું વિશ્લેષણ કરી લીધું છે અને કંપની આ હરીફાઈ પર બારીકાઈથી નજર રાખી રહી છે. બ્રિટાનિયાએ મોંઘવારીનો સામનો કરવા માટે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 3.5 ટકાનો ભાવવધારો અમલી બનાવ્યો છે. કંપની પેકેટનું વજન ઘટાડીને ભાવ વધારી રહી છે, જેની અમલવારીમાં 1.5 થી 2 મહિનાનો સમય લાગે છે. બ્રિટાનિયાના કુલ રેવેન્યુમાં બિસ્કિટનો હિસ્સો 78-80 ટકા જેટલો મોટો છે. કંપની ઈ-કોમર્સ ચેનલ પર ભાર મૂકી રહી છે, જે હાલ તેના કુલ રેવેન્યુના 7 ટકા હિસ્સો ધરાવે છે.
-
ગ્રામીણ માંગ: બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના ચીફ કોમર્શિયલ ઓફિસર વિપિન કટારિયાના જણાવ્યા મુજબ, અર્ધ-શહેરી અને ગ્રામીણ ગ્રાહકો પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ અપગ્રેડ થઈ રહ્યા છે, જે બ્રિટાનિયા માટે સાનુકૂળ બાબત છે.
-
શેરબજાર પર અસર: બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનો ભાવ 6 નવેમ્બર, 2026 ના રોજ NSE/BSE પર રૂ. 4,785.00 બંધ રહ્યો હતો, જે દિવસ દરમિયાન 3.92 ટકાનો (-195.30) નો ઘટાડો દર્શાવે છે.
સમગ્ર FMCG બિસ્કિટ સેક્ટર પર સંભવિત અસર
-
તીવ્ર સ્પર્ધા અને માર્જિન પર દબાણ: પાર્લે, બ્રિટાનિયા અને આઇટીસી (Sunfeast) જેવી દિગ્ગજ કંપનીઓ સામે રિલાયન્સના આવવાથી સેક્ટરમાં પ્રમોશનલ ખર્ચ વધશે અને કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ આવી શકે છે.
-
ગ્રામીણ અને સેમી-અર્બન માર્કેટમાં હલચલ: રિલાયન્સ પોતાના મજબૂત લોજિસ્ટિક્સ અને કિંમતના જોરે નાના શહેરો અને ગામડાઓમાં ઝડપી પગપેસારો કરી શકે છે.
-
ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર અને ડિજિટલ સેલ્સ: રિલાયન્સ જીઓમાર્ટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો સુધી સીધા પહોંચીને પરંપરાગત સપ્લાય ચેઈનને પડકારી પણ શકે છે.
