• 8 November, 2026 - 12:48 PM

અદાણી એન્ટરપ્રાઇઝિસ બે વર્ષમાં વાર્ષિક રૂ.35,000 થી રૂ.40,000 કરોડનું કેપેક્સ કરશેઃ શેર્સના ભાવ પર નજર રાખો

અદાણી એન્ટરપ્રાઇઝિસ આગામી બે વર્ષમાં વાર્ષિક ₹35,000 થી ₹40,000 કરોડનું કેપેક્સ કરશેઃ એરપોર્ટ અને ડેટા સેન્ટર્સમાં રોકાણ કરવા પર જ વિશેષ ફોકસ રાખશે

અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના વિસ્તરણને વેગ આપવા માટે આગામી બે વર્ષ દરમિયાન વાર્ષિક રૂ. ૩૫,૦૦૦ કરોડથી રૂ. ૪૦,૦૦૦ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનો માસ્ટરપ્લાન જાહેર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ રોકાણનો મોટો હિસ્સો એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને ગુજરાતના મુન્દ્રા ખાતે સ્થપાનારા પીવીસી કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે.

અર્ધવાર્ષિક ધોરણે અત્યાર સુધીનું સૌથી વધુ EBITDA

સપ્ટેમ્બર ૨૦૨૬ના પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. ૧૧,૯૫૮ કરોડનું EBITDA નોંધાવ્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૫૬ ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન કંપનીની સંકલિત આવક ૬૨ ટકા વધીને રૂ. ૭૧,૫૬૯ કરોડ થઈ છે, જ્યારે ચાલુ કામગીરીમાંથી કરવેરા પહેલાંનો નફો ૪૫ ટકા વધીને રૂ. ૩,૨૯૭ કરોડ પર પહોંચ્યો છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ બંસલે જણાવ્યું હતું કે, “અમારી કંપની હવે બિલ્ડ-આઉટ ફેઝમાંથી વેલ્યુ રિયલાઈઝેશન ફેઝ તરફ આગળ વધી રહી છે, જ્યાં વિતેલા વર્ષોમાં કરાયેલા રોકાણો હવે કમાણીમાં મોટો ફાળો આપી રહ્યા છે.”

એરપોર્ટ બિઝનેસ 

  • અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં EBITDA માં ૫૨ ટકાનો ઉછાળો નોંધીને રૂ. ૩,૨૭૫ કરોડ મેળવ્યા છે.
  • કંપની દેશના ૮ પ્રમુખ એરપોર્ટ્સનું સંચાલન કરે છે (જેમાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ સામેલ છે), જે ભારતના પેસેન્જર ટ્રાફિકના ૨૩ ટકા અને એર કાર્ગો વોલ્યુમના ૨૯% હિસ્સાને કવર કરે છે.
  • નવી મુંબઈ એરપોર્ટે ૧૫ જુલાઈથી આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી દીધી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં તેની પૂર્ણ ક્ષમતા (વાર્ષિક ૨૦ મિલિયન પેસેન્જર) પ્રાપ્ત કરી લેશે.

ડેટા સેન્ટર્સ

  • અદાણી અને એજકોનેક્સના જોઇન્ટ વેન્ચર ‘AdaniConneX’ નો કરાર આધારિત ક્ષમતાનો આંકડો ૧.૨ ગીગાવોટ (GW)થી વધુ પહોંચી ગયો છે.
  • સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ કંપનીએ ૨૪૦ મેગાવોટનો નવો હાઇપરસ્કેલ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે.
  • હાલમાં ઓપરેશનલ કેપેસિટી ૯૪.૬ મેગાવોટ છે, જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૧૨૦-૧૫૦ મેગા

અદાણી ગ્રુપની મુખ્ય કંપનીઓના શેર્સન ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની ચાલનો અંદાજ

 અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (Adani Ports & SEZ – APSEZ)

  • મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય પોર્ટ ક્ષેત્રે ૨૫ ટકાથી વધુ હિસ્સો, વૈશ્વિક લિન્કેજ (જેમ કે Evos અને ગલ્ફ ઓપરેશન્સ) અને મજબૂત ફ્રી કેશ ફ્લો ધરાવતી કંપની છે. 

  • ટૂંકો ગાળો (Short-Term): ટ્રેડિંગ રેન્જમાં મજબૂત સપોર્ટ, ઓપરેશનલ વોલ્યુમમાં ૧૪% સુધીના વૃદ્ધિદરની ધારણા.મધ્યમ ગાળો (Medium-Term): આવક અને EBITDA માં ૧૭થી ૧૮ ટકાની ચક્રવૃદ્ધિ (CAGR) વૃદ્ધિની શક્યતા.લાંબો ગાળો (Long-Term): ૩૦થી ૪૩ ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ સાથે પોર્ટ અને લોજિસ્ટિક્સ સ્કેલમાં પ્રભુત્વ.

અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises – AEL)

મોર્ગન સ્ટેનલી, નુવામા અને ટ્રેન્ડલાઇન વિશ્લેષણ મુજબ  ગ્રુપનું “ઇન્ક્યુબેટર” બિઝનેસ, જે નવી મુંબઈ એરપોર્ટ, ડેટા સેન્ટર્સ ગ્રીન હાઇડ્રોજન અને મુંદ્રા PVC પ્રોજેક્ટ જેવા ભવિષ્યના ગ્રોથ એન્જિન્સ ચલાવે છે. 

ટૂંકો ગાળો (Short-Term): કેપેક્સ (Capex) સાઇકલ વધવાને કારણે સ્ટોકમાં સીમિત વોલેટિલિટી પણ સ્ટેબલ ટ્રેન્ડ.

મધ્યમ ગાળો (Medium-Term): એરપોર્ટ પ્રોજેક્ટ્સની કમાણી ચાલુ થતાં માર્જિનમાં સુધારો.

લાંબો ગાળો (Long-Term): ઔદ્યોગિક અને ડેટા ઈન્ફ્રામાં અગ્રેસર હોવાથી ૩,૬૦૦+ રૂપિયાના સરેરાશ લોંગ ટર્મ ટાર્ગેટ ઓરિએન્ટેશન.

અદાણી એનર્જી સોલ્યુશન્સ (Adani Energy Solutions)

નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ (Nuvama Institutional Equities) રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટેકનિકલ ચાર્ટ પર ૩ વર્ષના કન્સોલિડેશન ફેઝ બાદ રિવર્સલ ગ્રોથ અને પાવર ટ્રાન્સમિશનમાં નેતૃત્વ આ કંપની કરી રહી છે. 

ટૂંકો ગાળો (Short-Term): 50-વિક મૂવિંગ એવરેજ પર પોઝિટિવ ક્રોસઓવર અને સપોર્ટ.

મધ્યમ ગાળો (Medium-Term): ટ્રાન્સમિશન કેપેસિટી વધારવા સાથે નફાકારકતામાં નોંધપાત્ર વધારો.

લાંબો ગાળો (Long-Term): સ્ટ્રક્ચરલ ટ્રેન્ડ રિવર્સલ સાથે નવી ઊંચાઈઓ તરફ ગતિ.

અદાણી પાવર (Adani Power)

ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ્સ અને બિઝનેસ ટુડેના રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં વધતી પાવર ડિમાન્ડ અને નવા થર્મલ કેપેસિટી એડિશનમાં સૌથી ઝડપી અમલીકરણ થઈ રહ્યો છે. 

ટૂંકો થી મધ્યમ ગાળો (Short to Medium-Term): રેવન્યુ અને EBITDA માં ૨૫%+ થી વધુનો સુધારો.

લાંબો ગાળો (Long-Term): મજબૂત ડેટ-ટુ-EBITDA રેશિયો અને વીજળીની ઊંચી માંગને કારણે આકર્ષક વેલ્યુએશન.

ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે રોકાણની વ્યૂહરચના

  1. શોર્ટ ટર્મ (ટૂંકો ગાળો): બજારમાં અસ્થિરતા (Volatility) રહેતી હોવાથી કડક સ્ટોપલોસ (Stop-loss) રાખવો અને સ્ક્રિપ્સમાં ડિપ-ઓન-બાય (Dip on buy) વ્યૂહરચના અપનાવવી.

  2. મિડ થી લોંગ ટર્મ (મધ્યમથી લાંબો ગાળો): Adani Ports અને Adani Enterprises પોર્ટફોલિયો સ્થિરતા અને ભવિષ્યના રોકાણ માટે વિશ્લેષકોની પ્રથમ પસંદગી રહે છે.

(નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈ પણ સોદા કે રોકાણ કરતાં પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (SEBI Registered Financial Advisor) ની સલાહ અચૂક લેવી.)

Read Previous

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2026: રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ટ્રેડિંગ કરી શકે તેવી 6 ધમાકેદાર સ્ક્રિપ્સ

Read Next

જીએસટીની કલમ 129(3)ના મનસ્વી ઉપયોગ પર એપેલેટ ટ્રિબ્યનલની બ્રેકઃ ટેકનિકલ કે નાની ભૂલો પર દંડ નહીં થઈ શકે

Most Popular