• 8 October, 2025 - 10:22 PM

About

 

“વાઈબ્રન્ટ ઉદ્યોગ – ફક્ત ધંધા ની વાત”

વાઈબ્રન્ટ ઉદ્યોગ એ ઉદ્યોગોની સમસ્યાને વાચા આપતું, તેમની સફળતાને ઉજાગર કરતું અને ઉદ્યોગોને લગતી તમામ જરૂરી માહિતી તેના વાચકો સુધી પહોંચાડતું એક પ્રિમિયમ સામયિક છે. ઉદ્યોગોના પ્રશ્નો તથા સમસ્યાને સરકાર સુધી પહોંચાડી તેનો યોગ્ય ઉકેલ લાવવાનો આ અમારો સંનિષ્ઠ પ્રયત્ન છે. સાથે જ આ સામયિક તમારા ઉદ્યોગને બીજા ઉદ્યોગો સુધી સચોટ રીતે પહોંચાડવાની પણ અમૂલ્ય તક પૂરી પાડે છે.

સમસ્યા આપની, સંઘર્ષ અમારો’

નાના-મોટા દરેક ઉદ્યોગને અમારું તેડુંઃ આપની સમસ્યા માટે અમે સંઘર્ષ કરીશું.

વાઈબ્રન્ટ ઉદ્યોગ એ ઉદ્યોગોનું, ઉદ્યોગના સહકારથી અને માત્ર ને માત્ર ઉદ્યોગો માટે જ ચાલતું સામયિક છે. ઉદ્યોગોની સફળતા અને સમસ્યાઓને ઉજાગર કરવી અને તેના યોગ્ય ઉકેલ શોધવા એ જ અમારું એકમાત્ર ધ્યેય છે. અમે પ્રમુખના મુખેથી કોલમ ચાલુ કરવા જઈ રહ્યા છે. દરેક અંકમાં અને વેબસાઈટ પર આ કોલમ પ્રકાશિત કરવામાં આવશે અને તેમાં દરેક ઔદ્યોગિક સેક્ટરના એસોસિયેશનના કે ફેડરેશનના પ્રમુખો તેમના સભ્યોની સમસ્યાઓની વાત પોતાની કલમે લખશે. આપની તસવીર સાથે આ વિગતો પ્રકાશિત કરવામાં આવશે. આપની આ સમસ્યાઓની વિગત લઈને અમે સરકારના જે તે વિભાગના અધિકારીઓને મળીશું. પ્રધાનોને મળીને તે સમસ્યાનો ઉકેલ પણ આપવા રજૂઆત કરીશું. તમારી સમસ્યા કોર્પોરેશન પાસેથી હેલ્થ લાઈસન્સ મેળવવાની હોઈ શકે છે કે પછી ફાયર સેફ્ટીના કાયદાને કારણે તમને પડતી અગવડની હોઈ શકે છે. સમસ્યા કેપિટલ સબસિડીની હોઈ શકે છે કે પછી જીઆઈડીસીમાં જગ્યા મેળવવામાં પડતી તકલીફની પણ હોઈ શકે છે. આ જ રીતે બેન્કિંગ ફાયનાન્સને લગતી કોઈ તકલીફ હોય કે પછી પ્રોડક્ટની નિકાસ કરતા હોવ તેને લગતા કોઈ કાયદામાં અવરોધ આવતો હોય તો તમે તેની રજૂઆત ‘પ્રમુખના મુખેથી’ કોલમના માધ્યમથી કરી શકો છો. રાજ્ય સરકાર પાસેથી પરવાગની લેવામાં કે પછી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી ચોક્કસ મંજૂરી લેવામાં તમને તકલીફ પડતી હોય અને તમારા વેપાર-ઉદ્યોગની ગાડીને ગતિ જ ન મળતી હોય તો તમે તે અંગે તમારી કલમે રજૂઆત કરી શકો છો. આપની આ પ્રકારની તમામ સમસ્યા માટે અમે સંઘર્ષ કરવા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ છીએ. આપની સમસ્યા ઉકેલવા માટે અમારો આ નમ્ર પ્રયાસ હશે.અમારા આ પ્રયાસમાં જોડાવા માટે સમગ્ર રાજ્યના દરેકે દરેક વેપાર-ઉદ્યોગને જોડાવા આ સાથે અમે આમંત્રણ આપી રહ્યા છીએ.  


અમારું ધ્યેય આ પ્રયત્ન સાથે ગુજરાતને ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસમાં ફરી નંબર વન ક્રમે લઈ જવાનું છે. આ માટે આપે કલમ ઉપાડવાની છે. ‘પ્રમુખના મુખેથી’ કોલમમાં પહેલી ત્રણ લાઈનમાં પ્રમુખનો પરિચય આપવાનો રહેશે. બીજી ત્રણ લાઈનમાં સંસ્થાનો પરિચય આપવાનો રહેશે (જેમ કે, એસોસિયેશનની પ્રવૃત્તિઓ, સભ્યસંખ્યા વગેરે). ત્યારબાદ સંસ્થાના સભ્યોની દરેક સમસ્યા અંગે રજૂઆત કરવા માટે આપને મોકળું મેદાન આપવામાં આવશે. તમે 400થી 500 શબ્દો સુધીમાં તમારી દરેક સમસ્યાની વિગતો આપવાની છૂટ આપવામાં આવી રહી છે.હા, આ સમસ્યાના ઉકેલ માટેના તમારા પોતાની સૂઝાવ કેવા છે તેની વાત પણ તમારે કરવાની રહેશે. તમારા સૂઝાવની રજૂઆત પણ અમે સરકાર સમક્ષ કરીશું. તેની સાથે હાઈ-રેઝોલ્યુશનવાળો તમારો ફોટો મોકલવાનું ચૂકશો નહિ. આપની વધુ ગંભીર સમસ્યાને પહેલા વ્યક્ત કરો. ત્યારબાદ અન્ય સમસ્યાની રજૂઆત કરો. સમસ્યાની રજૂઆતના પ્રમાણે દરેક અઁકમાં એક કે બે પાનાં ફાળવવામાં આવશે. આ મર્યાદામાં રહેવા માટે અને ભાષા શુદ્ધિ માટે, રજૂઆતને વધુ સચોટ બનાવવા માટે તમારા લખાણમાં નજીવા ફેરફાર કરવામાં આવશે. 


ગુજરાતના ઉદ્યોગો માટે ખરા અર્થમાં ‘સમસ્યા આપની, સંઘર્ષ અમારો’ના સૂત્રને સાકાર કરવા માટે આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. લ્યો, ત્યારે ઊઠાવો કલમ, કરો રજૂઆત આપની સમસ્યાની.આપની સમસ્યાના ઉકેલ માટે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવાની અમને તક આપો.અમારા રેકોર્ડ માટે તમે તમારા તમામ સભ્યોના નામ, સરનામા અને તેમના ઈ-મેઈલ આઈ.ડી. તથા મોબાઈલ નંબર અમારા ઈ-મેઈલ આઈ.ડી. info@vibrantudyog.com પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.

Vibrant Udyog is a premium business magazine of Gujarat.

You can reach us for your brand or profile advertisement and subscription.