• 9 October, 2025 - 12:53 AM

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન પોલીસીના પરિવર્તન અમદાવાદ-ગુજરાતના વિઝા કન્સલ્ટન્ટના

  • વિઝા કન્સલ્ટન્ટ્સ પાસે કામ કરનારા બેરોજગાર થતા બિલ્ડર્સ કે ખાનગી ઓફિસોમાં રિસેપ્શનિસ્ટના કે પછી ક્લાર્ક તરીકેના કામકાજ સ્વીકારી લેવાનું ચાલુ કરી દીધુ

image by freepik

image by freepik

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સરકારે છેલ્લા બે ત્રણ વર્ષમાં કરેલા ઇમિગ્રેશન પોલીસીમાં કરેલા ફેરફારને પરિણામે ગુજરાત અને અમદાવાદના સ્ટુડન્ટ્સ વિઝા કન્સલ્ટન્ટ્સના કામકાજમાં લગભગ 80 ટકાનો ઘટાડો થઈ ગયો છે. એક સમયે સ્ટુડન્ટ્સ વિઝા પર પરદેશ જવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરી રહ્યા હતા, હવે તે જ વિદ્યાર્થીઓનો વિદેશ જવાના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. કારણ કે તેમને કાયમી નિવાસી તરીકેનું સ્ટેટસ મળતું જ નથી, એમ કેન કન્સલ્ટન્ટના પ્રમોટર પંકજ પટેલનું કહેવું છે.

 

કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનના સ્ટુડન્ટ વિઝાના કામકાજ સાથે સંકળાયેલા વિઝા કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે હવે વિઝા કન્સલ્ટન્ટ્સે તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓને છૂટા કરવાનું ચાલુ કરી દીધું છે. આમ વિઝા કન્સલ્ટન્ટ્સને ત્યાં કામ કરનારાઓ મોટી સંખ્યામાં બેરોજગાર થવા માંડ્યા છે. તેમણે બિલ્ડર્સ કે અન્ય ઓફિસોમાં રિસેપ્શનિસ્ટ તરીકેના કે અન્ય કામકાજ સ્વીકારી લેવાનું ચાલુ કરી દીધુ છે.

image by freepik

image by freepik

તેનું બીજું કારણ આપતા વિઝા કન્સલ્ટન્ટ્સ કહે છે કે છેલ્લા ચાર પાંચ વર્ષમાં ઘરે ઘરે વિઝા કન્સલ્ટન્ટ્સની હાટડીઓ ખૂલી ગઈ છે. પરિણામે વિઝા કન્સલ્ટન્સીના કામકાજમાં હરીફાઈ ખાસ્સી વધી ગઈ છે. હવે ઘરમાંથી એક જણ પરદેશ જાય તે પછી બીજો તેના માર્ગદર્શન હેઠળ પોતે જ અરજી કરી દેતા થયા હોવાથી પણ વિઝા કન્સલ્ટન્સીના કામકાજ ઘટી રહ્યા છે. તેઓ ગૂગલ પર બધી જ માહિતી એકત્રિત કરીને ઓનલાઈન જ સ્ટુડન્ટ વિઝા માટેની અરજી કરી દેતા થયા હોવાથી પણ કામકાજ ઘટી રહ્યા છે.

 

વિશ્વ ભરના દેશોના વિદ્યાર્થીઓ આઈઈએલટીએસ-આઈલેટ્સની એક્ઝામ માટે તૈયાર કરવાનું કામ કરતી કંપની આઈડીપીના કામકાજ અને નફામાં ઘટાડો થતાં તેના શેર્સના ભાવ 38 પ્લસ ડૉલરથી તૂટીને 3.61 ડૉલરના તળિયે આવી ગયા છે તે પણ વિઝા કન્સલ્ટન્ટ્સીના કામકાજ તૂટી ગયા હોવાનો નિર્દેશ આપે છે. આઈડીપીએ આઈલેટ્સ ઉપરાંત સ્ટુડન્ટ વિઝાના કામકાજ પર પણ ફોકસ કરવા માંડ્યું હતું. આઈલેટ્સની એક્ઝામ માટે તાલીમ લેનારાઓ પણ ઘટી રહ્યા છે. શહેરની અંગ્રેજી માધ્યમની શાળામાં જતાં વિદ્યાર્થીઓને હવે આઈલેટ્સની એક્ઝામ માટે તૈયારી કરવાની બહુ મોટી જરૂરિયાત ઊભી થતી નથી. હા, ગામડાંમાં ભણેલા અને અંગ્રેજી માધ્યમની શાળામાં ન ગયેલા વિદ્યાર્થીઓને તેની થોડી ગણી જરૂરિયાત રહે છે. તેથી ગામડાંના વિદ્યાર્થીઓ તાલીમ લે છે. શહેરી વિદ્યાર્થીઓ આઈલેટ્સની તાલીમ લેતા ઓછા થઈ ગયા છે. એક કન્સલ્ટન્ટ પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે કે સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સના અંદાજે 80 ટકા કામકાજ ઓછા થઈ ગયા છે.

 

ત્રીજું, સ્કૂલો અને ટ્યુશન ક્લાસિસ ચલાવતી સંસ્થાઓ પણ સ્ટુડન્ટ્સ વિઝા પર વિદ્યાર્થીઓને મોકલવાના કામકાજ સાથે જોડાઈ ગઈ હોવાથી પણ સ્ટુડન્ટ્સ વિઝા કન્સલ્ટન્સીના કામકાજ ઠપ થઈ ગયા છે. બારમા ધોરણના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ કરવા માટેના કામકાજ તેમણે પણ કરવા માંડ્યા હોવાથી વિઝા કન્સલ્ટન્ટના 80થી 90 ટકા કામ ઘટી ગયા છે.

Read Previous

NIFTY FUTURE માં આજે શું કરશો?

Read Next

આજનું માર્કેટ : એન.એમ.ડી.સી.માં રૂ. 141ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular