Stock Idea : કમાણી કરવાની સારી તક

KRBL Ltd: કમાણી કરવાની સારી તક NSE code: KRBL
કંપનીના શેરનો ભાવ આજે રૂ. 234 પર બંધ આવ્યો છે. બોલિંગર બેન્ડ પેટર્ન મુજબ કંપનીએ ઉપરની તરફ બંધ આપ્યો છે. રૂ. 210 સ્ક્રિપનો લૉઅર બેન્ડ છે. રૂ. 210નો સપોર્ટ બનાવીને શેર સતત હાયર ટોપ અને હાયર બોટમ બનાવીને સુધરી રહ્યો છે.
ચોખાના ઉત્પાદનના ક્ષેત્રની ભારતની 100 વરસ જૂની કંપની છે. કેઆરબીએલ ઇન્ડિયા ગેટના બ્રાન્ડ નેમ સાથે કંપની દેશમાં અને વિદેશમાં ચોખાનું વેચાણ કરે છે. કંપનીના શેરનો ભાવ તેની બુકવેલ્યુની આસપાસ જ છે. કંપનીના ફંડામેન્ટલ્સ સારા છે. બાવન અઠવાડિયા દરમિયાન તેની સ્ક્રિપના ભાવે રૂ. 338નું ટોપ અને રૂ. 173નું બોટમ જોયું છે. કંપનીનો પીઈ રેશિયો 11.27નો છે. ડિવિડંડ આપતી કંપની છે.
ભારતના ચોખાની ડિમાન્ડ વધી રહી છે. આ સંજોગોમાં આ સ્ક્રિપમાં આગામી દિવસોમાં સારો સુધારો જોવા મળી શકે છે. રૂ. 210નો સ્ટોપલોસ રાખીને તેમાં રોકાણ કરનારને રૂ. 255ની આસપાસનો ભાવ મળી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.