Stock Idea: ઓટો એન્સિલરીના સેક્ટરનીઆ કંપનીના ભાવમાં છેલ્લા એક મહિનામાં 24 ટકાનો સુધારો જોવા મળ્યો છે

Minda Corporation: રિસ્ક રિટર્ન રેશિયો ઇન્વેસ્ટરની ફેવરમાં BSE code BOM: 538962
મિન્ડા કોર્પોરેશનના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ.227 છે. ઓટો એન્સિલરીના સેક્ટરની આ કંપની છે. કંપનીના શેરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 24 ટકાનો સુધારો જોવા મળ્યો છે. ગત સપ્તાહમાં સ્ક્રિપના ભાવમાં 10 ટકાનો સુધારો જોવા મળ્યો છે.
છેલ્લા શુક્રવારે જ 5 ટકાના ઊછાળા અને વોલ્યુમ સાથે બોલિન્ગર બેન્ડના અપર બેન્ડની બહાર બ્રેક આઉટ આપ્યો છે. બોલિન્ગર બેન્ડમાં શેરની વધઘટનો નિર્દેશ મળે છે. આગામી દિવસોમાં શેરનો ભાવ 210ની નીચે ન આવે ત્યાં સુધી તેમાં સુધારો જોવા મળી શકે છે. શેરનો ભાવ સપાટી રૂ. 189ની વટાવ્યા પછી સુપર ટ્રેન્ડ જોવા મળ્યો છે. સ્ક્રિપમાં રૂ.210નો સ્ટોપલૉસ રાખીને સ્ક્રિપમાં રોકાણ કરી શકાય છે. રૂ. 240ની સપાટી કૂદાવી જતાં રૂ. 270નો ભાવ જોવા મળી શકે છે.
કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો તેની બુક વેલ્યુ રૂ. 52ની છે. પ્રાઈસ ટુ બુક વેલ્યુનો રેશિયો 4.32નો છે. ડિવિડંડ યિલ્ડ 0.29 ટકા છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. ઇન્વેસ્ટર્સને સારુ વળતર મળી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.