Tata Power: લાંબા ગાળે લાભ જ લાભ
Tata power 13061 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. તેમાંથી વનથર્ડ કોઈપણ જાતનું પ્રદુષણ ન ફેલાવે તેવી વીજળી (ક્લિન એનર્જીમાંથી પેદા થતી) છેસોલાર રૂફ ટોપ અને ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન અને હોમ ઓટોમેશનના સેક્ટરમાં કંપની સક્રિય છે. 1915થી કંપની આ સેગમેન્ટમાં સક્રિય છે. વીજઉત્પાદન ક્ષેત્રની આ કંપનીના વર્તમાન આયોજનોને જોતાં તેનું ભાવિ ઉજ્જ્વળ જણાય છે. તેથી તેના શેરમાં રોકાણ કરવાનું આયોજન કરી શકાય છે.

કંપનીની બેલેન્સશીટ મજબૂત જણાઈ રહી છે. કંપની પાસે 2017માં રિઝર્વ ફંડ રૂ. 12944.05 કરોડ હતું તે 2021માં રૂ. 20502 કરોડ થઈ ગયુ છે. કંપનીને માથે 2017માં રૂ. 42922.75 કરોડનું દેવું હતું. આ દેવું 2021માં ઘટીને 30981.24 કરોડ થયું છે.
બીજીતરફ કંપનીની કુલ અસ્ક્યામતો રૂ. 59367.14 કરોડથી વધીને રૂ. 73238.09 કરોડની થઈ છે. કંપની પાસેની રોકડ અને જરૂર પડ્યે ટૂંકા ગાળામાં એટલે કે 90 દિવસના ગાળામાં રોકડમાં રૂપાંતરિત કરી શકાય તેવી અસ્ક્યામતો 2017માં રા. 954.3 કરોડ હતી તે 2021માં વધીને 6112.68 કરોડ છે. બીજીતરફ કંપનીની ભરપાઈ થયેલી મૂડી એટલે કે પેઈડ અપ કેપિટલ 2017માં રૂ. 270.5 કરોડ હતી તે વધીને 2021માં 319.56 કરોડ થઈ ગઈ છે.
નકારાત્મક પાસું
કંપનીના સરવૈયામાં કોઈ નકારાત્મક બાબત હોય તો તે માત્ર તેના દેવા સામે ચૂકવવાની થતી રકમ. 2017માં આ રકમ રૂ. 1168.85 કરોડ હતી, 2021માં તે વધીને રૂ. 5000.97 કરોડ થઈ ગઈ છે. કંપનીની આવક 2017માં રૂ. 27368 કરોડ હતી. 2021માં તે વધીને રૂ. 32468.1 કરોડની થઈ છે. જોકે કંપનીનો ઓપરેટિંગ એક્સપેન્ડિંચર પણ આ ગાળામાં રૂ. 21192.49 કરોડથી વધીને રૂ. 24968.28 કરોડ થયો છે. પરિણામે કંપનીના નફામાં અપેક્ષા પ્રમાણે વધારો થતો નથી. જોકે કંપનીને થતી રોકડની આવક 2017માં રૂ. 7014.18 કરોડની હતી તે 2021માં વધીને રૂ. 8458.01 કરોડ થઈ છે. આ કંપનીનું સૌથી મોટું જમા પાસું છે. કંપનીએ કરેલા રોકાણ થકી તેને થતી રૂ. 667.6 કરોડની આવક થકી ચોખ્ખો રોકડનો પ્રવાહ છે. કંપનીએ તેનું દેવું ઘટાડવા માટે સક્રિય પણે કવાયત હાથ ધરી છે.
રિટર્ન ઓન ઇક્વિટી
રિટર્ન ઓન ઇક્વિટી 2017માં 6.78 ટકાની હતી તે 2021માં ઘટીને 5.41 થઈ છે. તેનો અર્થ એ થયો કે રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલા રોકાણ પર તેમને ઓછું વળતર મળી રહ્યું છે. અદાણી ટ્રાન્સની રિટર્ન ઓન ઇક્વિટી 20.1 અને પાવર ગ્રીડ કોર્પોરેશનની 17.21 છે. એનટીપીસીનો આરઓસી-રિટર્ન ઓન ઇક્વિટી 11.63 ટકા, જેએસડબ્લુય એનર્જીનો આરઓઈ 5.58 ટકા છે.
કંપનીના ઋણ-દેવાની સ્થિતિ
કંપનીનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 2017થી 2021ના ગાળામાં 1.35થી ઘટીને 1.15 પર આવી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપની પાસે દેવા પરનું વ્યાજ ચૂકવવા માટે પૂરતો નફો નથી. તેની પાસે દેવું ચૂકવવા જોઈતા પૂરતા પૈસા નથી. જોકે તેની સામે ડેટ ઇક્વિટી રેશિયો 2017થી 2021ના ગાળામાં 3.13થી ઘટીને 1.85 પર આવી ગયો છે. જે દર્શાવે છે કે કંપની તેનું દેવું ઝડપથી ઓછું કરી રહી છે. પાવરના સેક્ટરની અન્ય કંપની અદાણીનો ડેટ ઇક્વિટી રેશિયો 4.23નો અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો ડેટ ઇક્વિટી રેશિયો 1.87નો છે. એનટીપીસીનો ડેટ ઇક્વિટી રેશયો 1.57 અને જેએસડબ્લ્યુ એનર્જીનો 0.5 છે. નાણાંકીય સ્થિતિની વાત કરવામાં આવે તો ટાટા પાવરની સ્થિતિ હરીફ કંપનીઓ તુલનાએ યોગ્ય જણાય છે. જોકે તેનો ચોખ્ખા નફાનું માર્જિન ઓછું જણાય છે.

ટાટા પાવરને ક્રિસિલે AA (ડબલ એ) સ્ટેબલ રેટિંગ આપ્યું છે. ઝારખંડમાં ટાટા સ્ટીલ લિમિટેડને તે ગ્રીન પાવર સપ્લાય કરશે. પહેલી જાન્યુઆરી 2021થી પશ્ચિમ અને દક્ષિણ ઓરિસ્સામાં વીજ વિતરણનું કામ કંપની કરી રહી છે. સિડબી સાથેની ભાગીદારીમાં ટાટા પાવર રૂફટોપ લોસા માટે નાના અને મધ્યમ કદના એકમોને ગેરેન્ટીમુક્ત ફાઈનાન્સ પણ અપાવડાવી રહી છે. આમ ટાટા પાવર ભારત સરકાર સાથેના સહયોગમાં ટાટા પાવર સ્થાનિક સ્તરે જ મોટો બિઝનેસ કરવા ઉત્સુક છે. તેમ કરતાં ભારતમાંથી નિકાસમાં વધારો થશે. 2025 સુધીમાં ભારત સરકાર વીજ ઉત્પાદન ક્ષમતામાં 1,20,000 મેગાવોટનો વધારો કરવા માગે છે. તેમ કરવાથી ઉર્જા ક્ષેત્રમાં નાણાંનો હાથબદલો વધતો જશે. ટાટા પાવર તેની વીજઉત્પાદન ક્ષમતામાં 15 ગીગાવોટનો જંગી વધારો કરવા માગે છે. તેથી ટાટા પાવરનું ભાવિ ઘણું જ ઉજ્જ્વળ જણાય છે.
ટાટા પાવરની વર્તમાન સ્થિતિ
ડિવિડંડ આપ્યા પછીય ટાટા પાવર પાસે રૂ. 16,559 કરોડનું રિઝર્વ ફંડ છે તેની મદદથી રોજના 1,97,37,238 યુનિટ વીજળી પેદા કરી શકાય છે. ગ્રીન ઉર્જા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે કારણ કે કોલસાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 150 ટકા જેટલો વધી ગયો છે. ટાટા પાવર પાસે પ્રોગ્રેસ કરવાનો ભરપૂર અવકાશ છે. તેની બેલેન્સશીટ મજબૂત છે. ટાટા પાવરે સિડબીના સહયોગમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને આગળ લાવવા અને સંગીન બનાવવાની દિશામાં આરંભ કર્યો છે. તેથી ભારતમાંથી નિકાસ વધી શકે છે. ટાટા પાવરે તેનું દેવું ઓછું કરવાનો આરંભ કરી દીધો છે. તેથી આગામી મહિનાઓમાં ટાટા પાવરના પરફોર્મન્સમાં સુધારો જોવા મળશે. તેની અસર હેઠળ આગામી મહિનાઓમાં તેના સ્ટોક માર્કેટના પરફોર્મન્સમાં પણ સુધારો જોવા મળી શકે છે. ટાટા પાવરના શેરનો ભાવ અત્યારે રૂ. 206ની આસપાસનો છે. આગામી ત્રણ વર્ષમાં તે વધીને ચાર આંકડાને આંબી જાય તો નવાઈ પામવા જેવું નહિ હોય. કંપનીના ફંડામેન્ટલ્સ – પ્રોસ્પેક્ટ્સ જોતાં રૂ. 1500થી પણ ઉપર જઈ શકે છે.
અક્ષિત નિકુંજ દોશી
(સેબી રજિસ્ટર્ડ સ્ટોકએનાલિસ્ટ નિકુલ શાહના માર્ગદર્શન હેઠળ)
ટાટા પાવર (TATA POWER)ઃ ટાટા પાવરના શેરનો ભાવ 214ની નીચે આવે તો તે એક નકારાત્મક સંકેત તરીકે જોઈ શકાય. તેનો ભાવ 214ની નીચે ટકી રહે તો ઘટીને 200, 182 સુધી આવી શકે. મે 2020માં ટાટા પાવરે 27નું બોટમ બનાવ્યું હતું. તેમ જ ઓક્ટોબર 2021ના 267.85નું ટોપ બનાવ્યું હતું. 18 મહિનાના ગાળામાં ટાટા પાવરે 900 ટકાનું વળતર અપાવ્યું છે. ટાટા પાવર 226ની નીચેની સપાટી જાળવી રાખે તો તેના ભાવમાં મોટું ગાબડું પડવાની શક્યતા રહેલી છે. ટાટા પાવર 231ની ઉપરની સપાટી જાળવી રાખે તો તેને પોઝિટીવ સંકેત ગણી શકાય. ટાર્ગેટ ભાવ 260, 340, 380 પ્લસ. આગામી બેથી ત્રણ મહિના માટે આ પ્રેડિક્શન આપવામાં આવ્યું છે.
નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ