• 24 November, 2025 - 10:06 AM

જીએસટીનો દર નક્કી કરવામાં જરા સરખી ભૂલ થશે તો પરદેશના નિકાસકારો સ્થાનિક મેન્યુફેક્ચરર્સને ખતમ કરી નાખશે

સ્થાનિક મેન્યુફેક્ચરર્સના હિતમાં મેડિકલ ડિવાઈઝ પરનો જીએસટીનો દર વિચારીને નક્કી કરો

 

file picture

  • સિરિન્જ, કેથેટર અને ઇન્ટ્રાવિનસ સેટ પરનો GST 5 ટકા કરે તો સ્થાનિક ધંધા તૂટી જશે, નિકાસકારો છવાઈ જશે
  • કાચા માલ પરનો જીએસટી વધુ હોવાથી આઈવી સેટ, કેથેટર અને સિરિન્જના પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવી કઠિન બની જશે
  • ઊંચા મૂલ્યની મેડિકલ ડિવાઈઝને 18 ટકાના સ્લેબમાં લઈ જશે તો દરદીઓ પર ખર્ચબોજ વધી જશે

સિરિન્જ, કેથેટરર, અને આઈવી સેટ જેવી મેડિકલ ડિવાઈઝ પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવશે તો તેના પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવી કઠિન બની જશે. પરંતુ તેને પરિણામે ભારતના મેન્યુફેક્ચરર્સનો ઉત્પાદન ખર્ચ વધી જશે. તેથી તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ જશે. પરિણામે ભારતમાં સિરિન્જ, કેથેટર અને આઈવી સેટની નિકાસ કરનારાઓને બખા થઈ જશે. સ્થાનિક ઉત્પાદકોને સંઘર્ષ કરવો પડશે. કારણ કે તેમના નફાના માર્જિન પર પણ દબાણ આવી જશે.

આ સંજોગોમાં જીએસટીના બે સ્લેબની સિસ્ટમમાં મેડિકલ ડિવાઈઝના ઉત્પાદન કરનારાઓ પર વેરાનો બોજ વધારે ન આવે અને ગ્રાહકોને પરવડે તેવા ભાવથી મેડિકલ ડિવાઈઝનો સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

અત્યારે મેડિકલ ડિવાઈઝ પર 12 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. તેને માટે કાચી સામગ્રી પર 18 ટકા જીએસટી ચૂકવવામાં આવે છે. પરિણામે મેડિકલ ડિવાઈઝ ઉદ્યોગની છ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ કાયમને માટે અટવાયેલી જ રહે છે.

એસોસિયેશન ઓફ મેડિકલ ડિવાઈઝ ઇન્ડસ્ટ્રીઝના ફોરમ કોઓર્ડિનેટર રાજીવ નાથનું કહેવું છે કે, જીએસટીની નીતિમાં જરા સરખો બદલાવ લાવવામાં આવે તો તેની અસર દરદીઓ, વપરાશકારો અને મેન્યુફેક્ચરર્સ ત્રણેય પર અસર પડે છે. બીજું, મેડિકલ ડિવાઈઝના ઉત્પાદકોના માર્જિન પર મોટું દબાણ હોવાથી મેડિકલ ડિવાઈઝને 5 કે 18 ટકા બેમાંથી કોઈપણ સ્લેબમાં મૂકતા પહેલા પૂરતો વિચાર કરવો જરૂરી છે.

મેડિકલ ડિવાઈઝના સાધનો એટલે કે ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ, રિએજન્ટ્સ અને ઇમ્પ્લાન્ટ્સ પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તો તેને પરિણામે

મેડિકલ ડિવાઈઝ  સસ્તી થઈ જશે. પરિણામે તેની ખરીદી કરનારાઓ વધી જશે. તેમ જ તેનું માર્કેટ પણ મોટું થઈ જશે.

આ સંજોગોમાં ઊંચા મૂલ્યની મેડિકલ ડિવાઈઝને પાંચ ટકા જીએસટીના સ્લેબમાં રાખવાનો અભિગમ સમતોલ અભિગમ ગણાશે. પરંતુ તેના પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે તો તેને પરિણામે મેડિકલ ડિવાઈઝની કિંમત વધી જશે. હોસ્પિટલમાં દરદીઓને તે મોંઘી પડશે.

રાજીવ નાથનું કહેવું છે કે રિફંડ આપવાની વ્યવસ્થાને બંધ કરી દઈને માત્ર 5 ટકાના દરે જીએસટી લાદવાની વ્યવસ્થાને અનુસરવામાં આવશે તો સ્થાનિક ઉત્પાદકો મેડિકલ ડિવાઈઝનું ઉત્પાદન જ બંધ કરી દેશે.

હેન્ડગ્લોવ્ઝને સ્પેશિયલ કેસમાં ગણતરીમાં લો

ઇન્ડિયન રબર ગ્લોવ્ઝ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને રજૂઆત કરી છે કે રબરમાંથી બનાવવામાં આવતા નાઈટ્રાઈલ ગ્લોવ્ઝના મેન્યુફેક્ચરર્સની ખાસ્સી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારની તિજોરીમાં જમા પડી રહે છે. તેથી તેના 18 ટકાના દરે જીએસટી વસૂલવાની માગણી કરવામાં આવી રહી છે. ગ્લોવ્ઝમાં વેલ્યુ એડિશન કરવાનો અવકાશ ઓછો છે. તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખાસ્સી સરકારમાં જમા પડી રહે છે. કાચા માલ પર ઊંચો જીએસટી અને ફિનિશ્ડ પ્રોડક્ટ પર ઓછો જીએસટી લાગતો હોવાથી તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફસાયેલી રહે છે. ગ્લોવ્ઝ પ્રાઈસ સેન્સિટિવ કોમોડિટી છે. તેની ઇમ્પોર્ટ ખાસ્સી વધારે થાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે તો રોકડનો પ્રવાહ સુધરશે અને બજારમાં સ્પર્ધા કરવાની મેડિકલ ડિવાઈઝના ઉત્પાદકોની તાકાત વધશે.

આયાતી મેડિકલ ડિવાઈઝ પર 10 ટકા  હેલ્થ સેસ લાગુ કરો

વિદેશમાંથી આયાત કરવામાં આવતી મેડિકલ ડિવાઈઝ પર પાંચથી દસ ટકા હેલ્થ સેસ લાગુ કરવાની માગણી કરવામાં આવી છે.આ દસ ટકા સેસને કારણે થનારી આવકનો ઉપયોગ આયુષમાન ભારતની યોજના માટે કરવામાં આવતા ખર્ચ માટે પણ કરી શકાય છે. ચીન અને આશિયન દેશોમાંથી મેડિકલ ડિવાઈઝની કરવામાં આવતી આયાતના મૂલ્ય સામે ભારતીય મેડિકલ ડિવાઈઝના ભાવ 15 ટકા જટલા ઊંચો છે. તેથી જીએસટીની પોલીસીમાં મેક  ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવું જરૂરી છે.

Read Previous

GSTના દર બદલાતા પડનારી ઘટ સરભર કરવા પેટ્રોલ-ડીઝલના વેરા વધારી શકે

Read Next

જીવનવીમા-આરોગ્યવીમાના પ્રીમિયમ પરનો જીએસટી 5 ટકા કે શૂન્ય ટકા થઈ શકે

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular