• 9 October, 2025 - 12:55 AM

હેપ્પીએસ્ટ માઈન્ડ પ્રાઈવેટ લિમિટેડ મધ્યમ અને લાંબા ગાળાનું મજબૂત રોકાણ

ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતોએ  હેપ્પીએસ્ટ માઈન્ડ લિમિટેડના શેર્સમાં લેવાલી કરવાનું સૂચન કર્યું

અમદાવાદઃ શેરબજારમાં રોકાણ કરવા માગતા રોકાણકારોએ Happiest Minds Limitedના શેર્સમાં રોકાણ કરી લેવા જેવું હોવાનું Choice Equity Broking Private Limitedના નિષ્ણાતોનું માનવું છે. હેપ્પીએસ્ટ માઈન્ડનો મજબૂત અને ટકાઉ વિકાસ થવાની સંભાવનાને પરિણામે આ સૂચન કરવામાં આવ્યું છે. કંપની વર્ટિકલ રીઓર્ગેનાઈઝેશન કરી રહી છે. તેમ જ નવા ક્લાયન્ટ્સ મેળવવા માટે સક્રિય બની છે. તેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-Artificial Intelligenceના માધ્યમથી તેના કામકાજમાં વધારો કરવા પર ફોકસ કરી રહી છે.

ક્લાઉડ ડેટાનો એડવાન્ટેજ લેશે

કંપની ક્લાઉડમાં ડેટા સિક્યોર રાખવાના વધી રહેલા ટ્રેન્ડનો એડવાન્ટેજ લેવા માગે છે. તેમ જ સાયબર સિક્યોરિટી-Cybersecurity-પર ફોકસ કરવા માગે છે. તદુપરાંત કંપનીએ નક્કી કરેલા સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી મોટું પરિવર્તન લાવી આપવાની કામગીરી પર ફોકસ કરી રહી છે. બેન્કિંગ, ફાઈનાન્સ અને હેલ્થકેરના સેક્ટરના નવા કામકાજો કંપનીના વિકાસને વેગ આપશે. કંપનીના શેરનો 10મી સપ્ટેમ્બરનો બંધ ભાવ રૂ. 573 રહ્યો હતો. ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતોએ તેના ભાવ વધીને રૂ. 730નો ટાર્ગેટ આપ્યો છે. આમ મધ્યમથી લાંબા ગાળા માટે હેપ્પીએસ્ટ માઈન્ડ લિમિટેડ એક મજબૂત અને લાભદાયી રોકાણ ગણાય છે. પરિણામે આ કંપનીના શેરમાં લેવાલી કરવાની ભલામણ ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે.

કંપનીનો વિકાસ દર 10 ટકાથી ઊંચો રહેશે

ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના નિષ્ણાતોનું માનવું છે કે કંપનીનો વિકાસ દર 2026-27ના વર્ષમાં 10 ટકાથી ઊંચો રહેવાની સંભાવના છે. બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરના કામકાજ થકી 10 ટકાથી વધુનો વિકાસદર હાંસલ કરવામાં કંપની સફળ થશે. વાર્ષિક ધોરણે આ વિકાસ દર 20થી 25 ટકા સુધી પહોંચે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી. હેલ્થકેરના સેક્ટરમાં કામકાજ ખાસ્સા વધી રહ્યા છે. મેડિકલ ડિવાઈઝ અને બાયોઇન્ફોર્મેટિક્સના સેક્ટરમાં કામકાજ વધી રહ્યા છે. આ સેક્ટર્સન મેન્યુફેક્ચરર્સને મોટા કામકાજો મળી રહ્યા હોવાથી તેમના વિકાસનો મજબૂત પાયો નખાઈ રહ્યો છે.

આવકમાં 13 ટકાનો વધારો થઈ શકે

2025થી 2028ના વરસોમાં હેપ્પીએસ્ટ માઈન્ડ લિમિટેડની આવક, ઈબીઆઈટીડીએ અને વેરા પછીનો નફો અને અનુક્રમે 13 ટકા, 22.7 ટકા અને 29 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કંપનીની શેરદીઠ કમાણી 2028ના વર્ષ સુધીમાં રૂ. 24.3ની થવાનો અંદાજ છે. તેનાથી તેના શેરનો ભાવ 30 ગણો થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તેથી જ રૂ. 730નો ટાર્ગેટ ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

અત્યારે કંપનીની શેરદીઠ કમાણી રૂ. 12.53ની છે. તેનું બજાર મૂડીકરણ રૂ. 8725.35 કરોડ અને પી.બી. રેશિયો 5.48નો છે. પી.ઈ. રેશિયો 45.74નો છે. કંપનીના શેરની મૂળ કિંમત રૂ. 2 છે.

 

Read Previous

સોશિયલ મિડીયા પરની GST અંગેની ખોટી માહિતીથી વેપારીઓ ન દોરાયઃCBIC

Read Next

અમેરિકાના પ્રમુખનો નવો $100,000 H-1B વીસા ફી એક્ઝિક્યુટિવ ઓર્ડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular