રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત ફોર્જના શેર્સમાં શું કરાય?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત ફોર્જના શેર્સમાં શું કરાય?
What an investor should do in Reliance industries And Bharat Forge
નિકોન ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ(NIKCON INVESMENT CONSULTANT)ના નિકુલ કિરણ શાહનું કહેવું છે કે રિલાયન્સ(Reliance industries)ના શેરમાં 1340-1330નું તળિયું જણાઈ રહ્યું છે. આ લેવલથી તેમાં સુધારાની ચાલ જોવા મળે તો રૂ. 1378ની સપાટીથી રૂ. 1423ની સપાટી સુધી જઈ શકે છે. પરંતુ રિલાન્સનો ભાવ રૂ. 1400ની ઉપરની સપાટીએ 15 દિવસ સુધી ટકી રહે તો જ તેમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. ત્યારબાદ તેજીની ચાલ શરૂ થાય તો તે રૂ. 1475 અને 1550નું મથાળું બતાવી શકે છે. જોકે વર્તમાન સપાટીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ.1330ની નીચે બંધ આવે તો તૂટીને રૂ. 1280 અને 1221ના બોટમ સુધી જઈ શકે છે.
Intraday trading and positional view for Bharat Forge
ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરનારાઓ અને પોઝિશનલ વ્યૂ લેનારાઓ ભારત ફોર્જના શેરમાં રૂ. 1212ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકે છે. તેમ જ રૂ. 1204ની સપાટીએ વેચવાલી કરી શકે છે. ટાર્ગેટ ભાવ 1222 અને 1240 તથા તેની ઉપરનો છે. રૂ. 8નો સ્ટોપલોસ રાખીની સ્ક્રિપમાં કામકાજ કરી શકાય.