• 9 October, 2025 - 12:50 AM

GSTના દરના ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં વેપારીઓના ગલ્લાતલ્લાં: કન્ઝ્યુમર ફોરમમાં વેપારીઓ સામે 3000થી વધુ ફરિયાદો કરવામાં આવી

અમદાવાદઃગુડ્સ અને સર્વિસ ટેક્સના (GST) દરમાં ઘટાડાનો 22મી સપ્ટેમ્બરથી અમલ થયો તે પછી જીએસટીના ઘટાડા પ્રમાણે ભાવમાં ઘટાડો ન કરવામાં આવ્યો હોવાની 3000 ફરિયાદો નેશનલ કન્ઝ્યુમર  હેલ્પ લાઈન(Consumer Help line) પર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું ગ્રાહકોને લગતું ખાતું આ દરેક ફરિયાદ અંગે વિગતવાર તપાસ કરી રહ્યું છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને તેમના ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવીને તેમને જીએસટીના ઘટાડાનો લાભ આપવામાં આવ્યો નથી.

સેક્રેટરી કન્ઝ્યુમર અફેર્સ

કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતના ખાતાના(Department of consumer affairs) સચિવ નિધિ ખરેએ પ્રસ્તુત માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ ંહતું કે જીએસટીના દરમાં ઘટાડો થયો તે પછી નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં 3000થી વધુ ફરિયાદો આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ આ મુદ્દે તપાસ કરશે. અમે તમામ ફરિયાદો સીબીઆઈસીને પાઠવી દીધી છે. વેપારીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવીને તેમની પાસે જૂના દરે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ રીતે જીએસટીના ઘટાડેલા દરનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો જ ન હોવાનું જણાઈ રહ્યું છે.

ફરિયાદોનું નિરાકરણ લાવશે

વેપારના જુદાં જુદાં સેક્ટરમાંથી આવેલી આ ફરિયાદોનું નિરાકરણ કરવા માટે કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટબોટ ટેક્નોલોજીનો(Use of chatboat and AI for solution of complaints) ઉપયોગ કરી રહ્યું છે. છૂટક વેપારીઓએ જીએસટીના ઘટાડાના દર પ્રમાણે ભાવમાં થતાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ચીજવસ્તુ ખરીદનારાઓને પહોંચાડવો જરૂરી છે. આ ઘટાડાનો લાભને ગ્રાહક સુધી ન પહોંચાડે તો સરકાર તેની સિસ્ટમને વધુ મજબૂત કરશે.

Read Previous

પહેલી ઓક્ટોબરથી GST રિફંડ રૂલ્સમાં ફેરફાર થશે

Read Next

સિગારેટના વેપારમાં થતી GSTની ચોરી રોકવા ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ 1 ઓક્ટોબરથી ચાલુ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular