• 9 October, 2025 - 12:56 AM

ગુજરાતની 218 અને દેશની 1500 સહકારી બેન્કોને ફ્રોડ પકડી આપતું સહકાર બોક્સ આપશે

સહકારી બેન્કોને પણ હવે હાઈટેક બનાવવામાં આવશે

  • સહકારી બેન્કોને આપવામાં આવનારા આઈ-ઓડિટ ટુલની મદદથી ગણતરીની મિનિટોમાં બેન્કના ડેટામાંની ભૂલ પકડી શકાશે
  • નાનામાં નાની સહકારી બેન્ક નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પૂરી પાડી શકે તે રીતે સજ્જ કરવામાં આવશે

ગુજરાતની 218 અને ભારતની 1500 જેટલી સહકારી બેન્કોને ફ્રોડ એલર્ટ માટે સહકાર બોક્સ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ બોક્સ બેન્ક સાથે કોઈ ફ્રોડ થયો હોય તો તરત જ તેની જાણકારી બેન્કના ટોપના મેનેજમેન્ટ સુધી પહોંચાડી દેશે. દરેક સહકારી બેન્કની બ્રાન્ચમાં સહકાર બોક્સ મૂકી દેવામાં આવશે. તેનાથી ફ્રોડ ઝડપથી પકડી શકાશે. આ બોક્સ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

બીજું ગુજરાત અને દેશની તમામ સહકારી બેન્કોને આઈ-ઓડિટનું ટુલ આપવામાં આવશે  તેમાં રિઝર્વ બેન્કના અધિકારીઓ ઓડિટ કરવા આવે અને બેન્કનો તમામ ડેટા તેમાં અપલોડ કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં બેન્કના ડેટામાંની ભૂલ દર્શાવી શકાશે., એમ ગૂજર3ત અર્બન કોઓપરેટીવ બેન્ક્સ ફેડરેશનનું પ્રમુક જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે. સહકારી બેન્કોની સાયબર સિક્યોરિટી સિસ્ટમને પણ સંગીન બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી કંપનીઓની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે કોર બેન્કિંગ અને નેટબેન્કિંગની સુવિધા આપવા માટે સાયબર સિક્યોરીટીની મજબૂત સુવિધા ઊભી કરવી જરૂરી છે. સંગીન સાયબર સિક્યોરીટી વિના નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવા પૂરી પાડી શકાતી નથી. હવે નાનામાં નાની સહકારી બેન્કો પણ નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પૂરી પાડી શકશે.

અત્યારે ગુજરાતની 218 સહકારી બેન્કો પણ ચોથી ઓક્ટોબરથી ચાલુ થઈ રહેલી અવિરત ચેક ક્લિયરિંગની સિસ્ટમને હિસ્સો બની શકશે. રિઝર્વ બેન્કની ચેક ટ્રન્કેશન સિસ્ટમ સાથે તેને જોડી દેવામાં આવ્યું છે. કેટલીક સહકારી બેન્કો ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક અને કાળુપુર કોમર્શિયલ કોઓપરેટીવ સહકારી બેન્કોના માધ્યમથી ચેક ટ્રન્કેશન સિસ્ટમનો હિસ્સો બની ચૂકી છે. તેથી નાની મોટી તમામ સહકારી બેન્કો અવિરત ક્લિયરિંગ-કોન્સ્ટન્ટ ક્લિયરિંગનો હિસ્સો બની શકશે.

તેમણે કહ્યું હતું કે દરેક સહકારી બેન્કોને હાર્ડવેરની જરૂરિયાત પણ સંસ્થા પૂરી કરશે. રિઝર્વ બેન્કની મંજૂરીથી સ્થાપવામાં આવેલું અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન નાની મોટી તમામ સહકારી બેન્કને કોર બેન્કિંગ માટેની તમામ સુવિધાઓ પરવડે તેવા ખર્ચે પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાતની 218 સહિત દેશની અંદાજે 1500 સહકારી બેન્કોને કોર બેન્કિંગની સુવિધા પરવડે તેવા દરે મળશે. તેમ જ સહકારી બેન્કોને જોઈતું હાર્ડવેર બજાર ભાવ કરતાં 30 ટકા સસ્તું આપશે.

રિઝર્વ બેન્કની મંજૂરીથી સ્થાપવામાં આવેલી કંપની નેશનલ અર્બન કોઓપરેટીવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન-National Urban Cooperative Finance and Development corporationના માધ્યમથી આ સુવિધા પૂરી પાડવાનું નક્કી કર્યું છે. સહકારી બેન્કો માટે સ્થાપવામાં આવેલી આ કંપની મારફતે અત્યાધુનિક ટેક્નોલોજી દેશની તમામ 1500 સહકારી બેન્કોને પૂરી તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કની સાથે હરિફાઈ કરી શકે તેવી સુવિધા પૂરી પાડવાનું કામ કરશે. રિઝર્વ બેન્કની સૂચના પ્રમાણે તેને માટે જરૂરી રૂ. 300 કરોડની મૂડી પણ ઊભી કરી દેવામાં આવી છે.

Read Previous

Forex Reserve: રિઝર્વ બેંકે જાહેર કર્યા આંકડા, રિઝર્વ વિદેશી હૂંડિયામણ $2.3 બિલિયનથી ઘટીને $700.23 બિલિયન થયું 

Read Next

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? માન્ય મર્યાદાથી વધુ સોનું રાખવાથી થશે કાર્યવાહી, નિયમો જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular