• 9 October, 2025 - 12:52 AM

કચ્છ: સખી મંડળના માધ્યમથી ચુનડી ગામની બહેનો બિઝનેસ કરતી થઇ, હાથ વણાટનાં ઉદ્યોગને વિકસાવ્યો

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રાજ્યભરમાં અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવી બિઝનેસ વુમન બની સફળ વેપાર કરી રહી છે. ત્યારે આવી જ વાત છે કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના ચુનડી ગામની મહિલાઓની. જેઓ પરંપરાગત હાથ વણાટનો હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરીને આવક રળતી હતી. પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ વૂમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારનો પણ મજબૂત આધાર પણ બની છે.

ભુજ તાલુકાના ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમની સખી મંડળની 10 બહેનો છેલ્લા બે વર્ષથી સંગઠિત બનીને સખી મંડળના માધ્યમથી પોતાની અલગ ઓળખ સાથે પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવીને તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે.

Read Previous

RTI સપ્તાહની ઉજવણી: RTIના નામે ઉદ્યોગકારોને હેરાન કરતાં RTI એક્ટિવિસ્ટોના નેટવર્કને નાબૂદ કરવાના પ્રયાસો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Read Next

ટાટા કેપિટલનું IPO છલકાયું, અત્યાર સુધીમાં 52 ટકા સબસ્ક્રાઇબ, IPO વિન્ડો બુધવાર સુધી ખુલ્લી રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular