ABB, BDL અને HFCLના શેર્સમાં શું કરી શકાય?
BDL અને HFCLમાં ઘટાડે લેણ કરી સરેરાશ ખરીદ કિંમત નીચે લાવી ટાર્ગેટ ભાવ સુધી બજાર જાય તેની રાહ જોઈ શકાય
NIKCON INVESTMENT CONSULTANTના સેબી રજિસ્ટર્ડ માર્કેટ એનાલિસ્ટ નિકુલ શાહનું કહેવું છે કે એબીબી(ABB)ના શેરનો ભાવ રૂ. 5334ની ઉપર જાય તો તેમાં લેવાલી કરી શકાય છે. તેનો ભાવ સુધરીને 5325 અને તેનાથી આગળ 5410ના મથાળે જઈ શકે છે. એકવાર રૂ. 5445નું મથાળું વળોટી જાય તો સ્ક્રિપના ભાવ સડસડાટ આગળ વધવાની સંભાવના છે. ભાવ વધીને રૂ.5555, 5750, પ્લસ જઈ શકે છે. રૂ. 5170નો સ્ટોપલૉસ રાખીને સ્ક્રિપમાં કામકાજ કરી શકાય છે. ડિલીવરી આધારિત સોદામાં 10થી 25 દિવસમાં આ સ્થિતિ નિર્માણ થાય તેવી સંભાવના રહેલી છે.
બીડીએ(BDL)ના શેરસમાં રૂ. 1565ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. ઘટાડે રૂ. 1479ની સપાટીએ તેમાં વધુ લેણ કરીને એવરેજ ખરીદ કિંમત નીચે લાવી શકાય છે. બીડીએલનો શેર રૂ. 1650નું મથાળું બતાવે તેવી સંભાવના છે. તેનાથી આગળ રૂ. 1700, 1770, 1830ના મથાળે જઈ શકે છે. રૂ. 1435નો સ્ટોપલૉસ રાખીને સ્ક્રિપમાં કામકાજ કરી શકાય છે. ડિલીવરી આધારિત સોદામાં 10થી 25 દિવસમાં બજારમાં ઉપર જણાવ્યા મુજબનો ફેરફારો જોવા મળી શકે છે.
એચએફસીએલ-HFCLના શેરમાં રૂ. 75ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય છે. ઘટાડે રૂ. 65ની સપાટીએ વધુ લેણ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 90નો છે. શેરનો ભાવ વધીને રૂ. 102, 117થી માંડીને રૂ. 200 પ્લસ સુધી જઈ શકે છે. રૂ.61નો બંધ ભાવે સ્ટોપલોસ રાખીને સોદા કરી શકાય છે. આગામી ત્રણથી બાર મહિનામાં સ્ક્રિપમાં પ્રસ્તુત ચાલ જોવા મળી શકે છે.