• 8 October, 2025 - 8:14 PM

સુપ્રીમકોર્ટ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની બંધારણીય માન્યતાની તપાસ કરશે

ન્યાયમૂર્તિ જે.બી. પરડીવાલાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અસીમ જુનેજોએ દાખલ કરેલી અરજીના સ દર્ભમાં કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

અમદાવાદ: ભારતના સુપ્રીમ કોર્ટએ સોમવાર-06 ઑક્ટોબર, 2025ના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ(STT)ની સંવિધાનિક માન્યતા(Constitutional validity) પડકારતી અરજી પર વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. STTએ એક સીધો વેરો છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રજિસ્ટર્ડ સ્ટોક એક્સચેન્જ મારફતે થતી શેર્સની લેવડદેવડ-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન્સ પર વસૂલવામાં આવતો વેરો છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ 2004ના નાણાં અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ જે.બી. પરડીવાલાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજદાર અસીમ જુનેજા દ્વારા દાખલ થયેલી અરજી પર નાણાં મંત્રાલય મારફતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજદારના વકીલ સિદ્ધાર્થ કે. ગર્ગે દલીલ કરી હતી કે STT સમાનતા અને વ્યવસાય અથવા જીવનનિર્વાહ કરવાની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો તેમજ માન સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. વિત્ત મંત્રીએ રિટેલ રોકાણકારોને એફ એન્ડ ઓથી દૂર રાખવા માટે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન (F&O) પર STTમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં વસૂલવામાં આવતો STT કાયદેસર છે કે નહીં તેની તપાસ કરવા કરતાંય વધુ જરૂર એટલે ઊભી થઈ છે કે એસટીટી ડબલ ટેક્સેશનના સિદ્ધાંતનો ભંગ કરે છે. કારણ કે અરજદાર એટલે કે એક સ્ટોક માર્કેટ ટ્રેડર બજારમાં રોકાણ કર્યા પછી થતાં નફાની રકમ પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવે છે અને એ જ વ્યવહાર પર વધારામાં STT પણ ચૂકવવો પડે છે. આ બમણો વેરો હોવાનું જણાય છે.

બીજીતરફ એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે STT એ ભારતમાં એકમાત્ર એવો વેરો  છે જે માત્ર લેવડદેવ કરવા પર વસૂલ કરવામાં આવે છે. આ વહેવારમાં નફો થાય કે નુકસાન થાય વેરો લાગુ પડે જ છે. તેથી આ વેરો દંડાત્મક છે. વેપાર કરનારાઓને માટે ઉત્સાહ ઘટાડનારો છે.

ભારતમાં દરેક કર વર્ષના અંતે થયેલા નફા પર વસુલવામાં આવે છે, પરંતુ STT તો ત્યારે સ્ટોક માર્કેટ ટ્રેડરને નુકસાન થયું હોય તો પણ વસૂલી લેવામાં આવે છે. જોકે 2004ની સાલમાં  STT સ્ટોકમાર્કેટમાં ટેક્સ ચોરી અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. હા, પગારદારોની પગારની આવકમાંથી TDS કરવામાં આવે છે. પરંતુ વર્ષના અંતે રિફંડ સ્વરૂપ તે પરત આવે છે. પરત ન આવે તો આવકવેરાની જે તે કરદાતા સામે ઊભી થતી જવાબદારી સામે એડજસ્ટ થઈ જાય છે. સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ-STTના કિસ્સામાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને ટ્રેડરને બંને ચૂકવવા પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો એસટીટી ઉપરાંત કેપિટલ ગેઈન ટેક્સ પણ ચૂકવવો પડે છે.

Read Previous

અર્થતંત્ર માટે સારા સમાચાર: વિશ્વ બેંકે GDP ગ્રોથનું અનુમાન વધાર્યું, જણાવ્યા આવા કારણો

Read Next

7મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ સાવધાન, જો તમે નિવૃત્ત થયા છો, તો હવે આ ભથ્થું વસૂલવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular