• 8 October, 2025 - 10:15 PM

આજે શેરબજાર, સોના ચાંદી સહિતના બજારો કેવી રીતે ખુલશે?

આજે ભારતના બજારોમાં ટ્રેડિંગ દિવસની શરૂઆત સાવચેતીભરી રહેશે, કારણ કે વૈશ્વિક સંકેતો મિશ્ર છે, જ્યારે સ્થાનિક રીતે રોકાણકારો ક્રૂડ, કરન્સી અને FII પ્રવાહ પર નજર રાખવી પડશે. ભારતીય ઈક્વિટી ઇન્ડેક્સ 7 ઑક્ટોબરે ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. સેન્સેક્સ 136.63 અંક (0.17 ટકા) વધીને 81,926.75 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 30.65 અંક (0.12 ટકા) વધીને 25,108.30 પર બંધ રહ્યો હતો. એશિયા-પ્રશાંત વિસ્તારના બજારો બુધવારે મિશ્ર દિશામાં ટ્રેડ કર્યું હોવાનું જોવા મળ્યું છે. જાપાનનો નિક્કી 0.28 ટકા વધ્યો હતો. બીજીતરફ ટોપિક્સ 0.62 ટકા વધ્યો હતો. બીજી બાજુ, ઑસ્ટ્રેલિયાનો ASX/S&P 200 0.3 ટકા ઘટ્યો હતો. ચીન અને દક્ષિણ કોરિયાના બજારો જાહેર રજાને કારણે બંધ રહ્યા હતા.

ગિફ્ટ નિફ્ટી

GIFT નિફ્ટીની શરૂઆત થોડા નરમાઈથી થઈ હતી. 0.03 ટકા ઘટીને 25,216 પર ગેપમાં ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં બજારભાવ પર વૈશ્વિક પરિબળોનો પ્રભાવ રહ્યો હતો. જેમાં ક્રૂડ ઑઈલના ભાવ, સોનાના દર અને કરન્સી ટ્રેન્ડ્સનો સમાવેશ થાય છે.

અમેરિકાના બજારો

અમેરિકાના બજારની વાત કરીએ તો 7મી ઑક્ટોબરે બજારો નરમ રહ્યાં હતા. બ્રોડ માર્કેટ ઈન્ડેક્સ 0.38 ટકા ઘટીને 6,714.59 પર બંધ રહ્યો હતા. પરિણામે 7 દિવસની સતત વધારાની ચાલ પર બ્રેક લાગી ગઈ હતી. નૅસડૅક કોમ્પોઝિટ 0.67 ટકા ઘટીને 22,788.36 પર અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 91.99 અંક (0.2 ટકા) ઘટીને 46,602.98 પર બંધ રહ્યો હતો.

અમેરિકન ડોલર ઈન્ડેક્સ
યુએસ ડોલર ઈન્ડેક્સ (DXY), જે છ મુખ્ય વિદેશી કરન્સી સામે ડોલરનું મૂલ્ય માપે છે, બુધવારે સવારે 0.16% વધીને 98.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઈન્ડેક્સ ડોલરની શક્તિ કે નબળાઈ દર્શાવે છે. તેમાં પાઉન્ડ, યુરો, સ્વીડિશ ક્રોના, જાપાની યેન અને સ્વિસ ફ્રેન્ક જેવી કરન્સીનો સમાવેશ થાય છે. ભારતીય રૂપિયા 7 ઑક્ટોબરે 0.01 ટકા ઘટીને 88.77 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો.

ક્રૂડ ઑઈલ:
બુધવારે ક્રૂડના ભાવમાં થોડો વધારો નોંધાયો — WTI ક્રૂડ 0.77 ટકાવધી $62.20 પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 0.68 ટકા વધી $65.89 પ્રતિ બેરલ થયો હતો.

FII અને DII ડેટા:
7 ઑક્ટોબરે વિદેશી રોકાણકારો (FIIs) ભારતીય ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખી લેવાલી કરી હતી. તેમણે કુલ ₹1,441 કરોડની ખરીદી કરી હતી. બીજીતરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) તરફથી ₹452 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, 22 ઑગસ્ટ પછીનો સૌથી ઓછું રોકાણ હતું.

સોનાના ભાવ:
દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ AED 479.50 પ્રતિ ગ્રામ, 22 કેરેટ AED 444 પ્રતિ ગ્રામ, અને 18 કેરેટ AED 364.75 પ્રતિ ગ્રામ હતો. ભારતમાં, ગુડરિટર્ન્સ  આપેલા અંદાજ મુજબ 24 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ): ₹1,22,030, 22 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ): ₹1,11,860 અને 18 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ): ₹91,530નો રહેવાની શક્યતા છે.

Read Previous

ઓરિયેન્ટ ટેક- ORIENT TECH અને RBL BANK – આરબીએલ બેન્કના શેરમાં કમાણી થઈ શકે

Read Next

ગુજરાતમાં ખાણીપીણીના સ્ટોલ પણ GSTના દાયરામાં આવશે? મોટા ભાગના ખાણીપીણીના સ્ટોલવાળાઓ GST ભરતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular