ગુનેગારો દેશ બહાર ભાગી ન જાય તે માટે લૂક આઉટ નોટિસ માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું

સીજીએસટી, ડીજીજીઆઈ અને ડીઆરઆઈના નોડલ ઓફિસર મારફતે દરેક અધિકારીઓએ માહિતી મેળવવી પડશે.
અમદાવાદઃ વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ(lookout notice) કાઢવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (CBIC)લૂક આઉટ માટે ઓનલાઈન એલઓલસી પોર્ટલ(LOC) ચાલુ કર્યું છે. અગાઉ મેન્યુઅલી લેટર લકીને અને ઈ-મેઈલ કરીને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(DRI) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI) મારફતે આ નોટિસો બહાર પાડવામાં આવતી હતી. દેશમાં કોઈ ગુનો આચરીને કોઈ વ્યક્તિ વિદેશ ફરાર ન થઈ જાય તે માટે લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે. ક્રિમિનલ કેસ થયા હોય તેવી વ્યક્તિ માટે લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ લૂકઆઉટ નોટિસ પર ખાસ ધ્યાન આપવાનું હોય છે. એરપોર્ટ પરથી કે સી પોર્ટ (Sea port & Airport)પરથી ગુનેગારો દેશ બહાર ભાગી ન જાય તે માટે આ નોટિસ કાઢવામાં આવે છે.
તેરમી ઓક્ટોબરે બહાર પાડેલા આ પરિપત્રમાં એલઓસી માટે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યુ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પોર્ટલ આમ તો 31મી માર્ચ 2024થી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. પોર્ટલ ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં યોગ્ય સમયે એલઓસી નોટિસ પહોંચી જાય અને તેને લગતી કાર્યવાહી અસરકારકતાથી અને પારદર્શક રીતે થાય તે માટે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ પર જવા માટે ડીઆરઆઈ, ડીજીજીઆઈ, કસ્ટમ્સ, સીજીએસટીના અધિકારીઓએ નિયુક્ત કરવામાં આવેલા નોડેલ ઓફિસર સાથે સંકલન કરવાનું રહેશે.
ડીઆરઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી- ડીઆરઆઈના સંપર્કમાં રહેવું પડશે. તેમ જ ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી. – ડીજીજીઆઈના સંપર્કમાં રહેવાનું રહેશે. સીજીએસટીના અધિકારીઓએ તેને માટે પ્રિન્સિપાલ ચીફ કમિશનર સીજીએસટીના સંપર્કમાં રહેવુ પડશે. કસ્ટમ્સ એન્ડ કસ્ટમ્સ પ્રીવેન્ટિવના અધિકારીઓએ ચીફ કમિશનર દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવું પડશે.
સીબીઆઈસીએ જણાવ્યું છે કે ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ માટેની સમગ્ર પ્રોસિજરને લગતી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન્સને દરેક અધિકારીઓએ અનુસરવી પડશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈપણ તકલીફ પડે તો તેને માટે નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.
આ સમગ્ર પ્રક્રિયા માટે માનવી મદદથી કરવી પડતી તમામ પ્રક્રિયા પર મદાર ન બાંધવો પડે તે માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.



One Comment
lhp3be