બેન્ક નિફ્ટીમાં સતત તેજીની ચાલ જોવા મળે, 2026ની દિવાળી સુધીમાં 62000ના મથાળે પહોંચી શકે

Choice Research Private Limitedve નિષ્ણાતોનું કહેવું છે કે Bank Niftyએ છેલ્લા થોડા સમયમાં મજબૂત રિકવરી કરી છે. આ લખાય છે ત્યારે બેન્ક નિફ્ટી 56,500ની આસપાસ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં 53,500થી 54000ની સપાટીએથી બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. આ સપાટીએથી ઊછળીને ફરી બેન્ક નિફ્ટી ફ્યુચર 53,500-54000ની સપાટીએ આવી ગયો છે.
આમ આ સપાટીએ બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકો બનાવી રહ્યું છે. પરિણામે આ સપાટીએથી ફરીથી બ્રેક આઉટ થવાની સંભાવના જણાય છે. અત્યારની સપાટીથી નવો સુધારો ચાલુ થશે તો તેજીની ચાલને સમર્થન મળશે. બેન્ક નિફ્ટી 20, 50 અને 200 અઠવાડિયાના ઈએમએથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે મજબૂત તેજીનો નિર્દેશ આપી રહ્યો છે.
અઠવાડિક આરએસઆઈ 62.18નો છે. પરિણામે બેન્ક નિફ્ટી ન્યુટ્રલ ઝોનમાં હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ સપાટીએ મજબૂતી મેળવવાનો થોડો અવકાશ છે. ત્યારબાદ તેમાં તેજીની નવી ચાલ જોવા મળી રહી છે. છતાં સમગ્રતયા ભાવનું માળખું પોઝિટીવ હોવાનું જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી નવી ઊંચી સપાટીને આંબી રહ્યો છે. તેમ જ ઊંચાઈને આબી ગયા બાદ નવી નીચી સપાટી બનાવી રહ્યો છે. આ ટ્રેન્ડ સતત સુધારો બતાવે તેવો નિર્દેશ આપી રહ્યો છે.
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 543,500થી 54000ની વચ્ચે મજબૂત ટેકો ધરાવે છે. તેથી રોકાણકારો માટે લેવાલી કરવાનો આ અનુકૂળ સમય છે. લાંબા ગાળા માટે લેવાલી કરી શકાય છે. આ ઝોન તરફનું કોઈપણ કરેક્શનને એક તન્દુરસ્ત ચાલ તરીકે જ જોવામાં આવી રહી છે. તે તન્દુરસ્ત આગેકૂચ માટેનો પાયો બનાવી રહ્યો છે. ત્યારબાદ તેજીના નવા તબક્કાનો આરંભ થશે. બેન્ક નિફ્ટી તેના મહત્વના ટેકાની સપાટી જાળવી રાખશે ત્યાં સુધી તેજીનો વક્કર જળવાઈ રહેશે.
ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડના એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ 2026નીદિવાશી સુધીમાં બેન્ક નિફ્ટી 60,000થી 62,500ના મથાળાને વળોટી જાય તેવી સંભાવના રહેલી છે. તેજીની આ ચાલ પાછળ બેન્કિંગ સેક્ટરના પરફોર્મન્સનો મોટો ફાળો રહેવાની સંભાવના છે.
બેન્ક નિફ્ટીમાં ઘટાડે લેવાલી કરવાન વ્યૂહ અપનાવીને આગળ વધી શકાય છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ મધ્યમથી લાંબા ગાળા માટે ઊંચો ને ઊંચો જતો રહેશે તેમાં કોઈ બેમત જ નથી.



One Comment
v20uw6