બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓને ઇન્કમટેક્સનું જ્ઞાન આપવા મોટું પતલું કોમિક બુક સિરીઝ લોન્ચ કરવામાં આવી

વિદ્યાર્થીઓમાં ઇન્કમટેક્સ અંગે જાણકારી વધારવા આવકવેરા ખાતાનો નવો પ્રયાસ
આવકવેરાની ઇન્કમથી દેશને મળનારા ફાયદાની વિગતો વિદ્યાર્થીઓને આપવામાં આવશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને(CBSE) દેશના આવકવેરા વિભાગ(Income tax department) સાથેના સહયોગમાં દસમા અને બારમા ધોરણોમાં (10th and 12th Board students)અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આવકવેરા કાયદાની સમજણ આપવા અને આવકવેરો ભરવાને કારણે દેશને અને દેશના નાગરિક તરીકે તેમને પોતાને થનારા ફાયદાની સમજણ આપવા માટે (To provide information and knowledge on Income tax)મોટું-પતલું કોમિક બુક સિરીઝ લોન્ચ (Comic book series Launched)કરી છે. મોટું-પતલુંની કોમિક સીરીઝને કારણે વિદ્યાર્થીઓને ભારતની આવકવેરાની સિસ્ટમ અંગે સમજણ મળતી થશે. મોટું-પતલુંના કાર્ટૂન કેરેક્ટર બાળકોમાં ખાસ્સા લોકપ્રિય હોવાથી ગમ્મત સાથે જ્ઞાન આપવાની ગણતરી સાથે મોટુ-પતલું ()Cartoon character Motu and Patlu)કોમિક બુકની આઠ પુસ્તકોની સીરીઝ આવકવેરા ખાતાએ લોન્ચ કરી દીધી છે. અંગ્રેજી અને હિન્દુ સહિત રાજ્યની સ્થાનિક ભાષાઓમાં પણ કોમિક બુક સીરીઝ લોન્ચ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક રિલેશને આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે તૈયાર કરેલી કોમિક બુક સીરિઝમાં(Motu Patlu book series by IT department) દેશના વિકાસમાં ઇન્કમટેક્સનો કેટલો મોટો ફાળો છે તેની સમજણ આપવામાં આવશે. કોમિક સીરીઝના પુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અહીં આવકવેરા ખાતાએ કોમિક સીરીઝના પુસ્તકોની આપેલી લિન્ક- https://incometaxindia.gov.in/Pages/comic-books.aspx ઉપર જઈને કોમિક સીરીઝના પુસ્તકો જોઈ શકાશે. તેમ જ તેમનો અભ્યાસ પણ કરી શકાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને દરેક શાળાઓને કોમિક બુક સીરીઝની લિન્ક વિદ્યાર્થીઓ, વાલીઓ કે માતાપિતા અને શાળાના શિક્ષકોને મોકલી આપવાની સૂચના આપી દેવામાં આ છે. આવકવેરા અંગે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે કોમિક બુક સીરીઝમાં આપવામાં આવેલી વિગતો ઉપરાંતની વિગતોથી પણ વિદ્યાર્થીઓને વાકેફ કરી શકે છે.
કોમિક બુકના માધ્યમથી આવકવેરા અંગેની માહિતી આપ્યા બાદ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું ઇન્ટર્નલ એસેસમેન્ટ પણ કરવામાં આવશે. નવેમ્બર ડિસેમ્બરમાં દર વર્ષે તેનું ઇન્ટર્નલ એસેસમેન્ટ પણ કરવામાં આવશે.




