• 22 November, 2025 - 9:31 PM

સુરત: ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાની જાહેરાત, મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતશે તો ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફ ટોપ પેનલ ગિફ્ટ કરાશે

સુરત સ્થિત ભાજપનાં રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ ભારતીય ક્રિકેટ મહિલા ટીમ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતાં જણાવ્યું છે કે જો ટીમ ફાઇનલમાં  વર્લ્ડ કપ જીતશે તો નેચરલ ડાયમંડ જ્વેલરી અને સોલાર રૂફ ટોપ પેનલ આપવામાં આવશે. ગોવિંદ ધોળકીયાએ  BCCI વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાને પત્ર લકી પોતાની મનેચ્છા જાહેર કરી છે.

સુરતના ગોવિંદ ધોળકિયાની સાથે સાથે અન્ય બે ઉદ્યોગકારોએ પણ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને મનોબળ વધારવા જાહેરાત કરી છે. આંતરાષ્ટ્રીય સ્તર પર મહિલા ખેલાડીઓ વધુ થી વધુ ક્રિકેટ શ્રેણીમાં ભારતનું નામ ઉજ્જવળ કરે તેવી કામના વ્યક્ત કરી છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને ડાયમંડ જ્વેલરી અને એન સોલાર રૂફ ટોપ પેનલની જાહેરાત કરીને તેમણે મહિલા ટીમને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું છે.

ભારત-દ.આફ્રિકા વચ્ચે ફાઈનલ મુકાબલો

ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ વખત મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો છે. 1973માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ ટુર્નામેન્ટ કુલ 12 વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયાએ આમાંથી રેકોર્ડ સાત ટાઇટલ જીત્યા છે. ઇંગ્લેન્ડ બીજા ક્રમે છે, જેણે ચાર વખત ટ્રોફી જીતી છે. તે દરમિયાન, ન્યુઝીલેન્ડ એક વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.

મહિલા વનડે વર્લ્ડ કપ 2025 તેના પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે, જેમાં બંને ટીમો પ્રથમ વખત ટ્રોફી ઉપાડવા માટે સ્પર્ધા કરી રહી છે. ભારતીય ટીમ હાલ બેટીંગ કરી રહી છે.

Read Previous

ટેક સેક્ટરમાં છટણીની સુનામી, 2025 માં એક લાખ લોકોની નોકરી ગુમાવવાની આશંકા, આ કંપનીઓએ કરી મોટાપાયે છટણી

Read Next

MCap: રિલાયન્સે ફરી મારી બાજી, રોકાણકારોને 47,000 કરોડનો ફાયદો થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular