• 22 November, 2025 - 9:03 PM

શ્રીજી ગ્લોબલ FMCG લિમિટેડ IPO (Shreeji Global FMCG IPO)માં અરજી કરવી જોઈએ?

રોકાણકારોએ શ્રીજી ગ્લોબલ એફએમસીજીના દરેક પાસાંઓનો ઊંડો અભ્યાસ કરીને પછી જ તેમાં રોકાણ કરવું કે ન કરવું તેનો નિર્ણય લેવો જોઈએ

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ રૂ. 85.00 કરોડનો બુક બિલ્ડ ઈશ્યુ લઈને પ્રાઈમરી માર્કેટમાં કાલથી આવી રહી છે.(Shreeji Global FMCG) આ પબ્લિક ઇશ્યૂમાં (IPO)કંપની સંપૂર્ણપણે નવા 0.68 કરોડ શેરદીઠ રૂ 120થી રૂ. 125ની પ્રાઈસ બેન્ડમાં ઓફર કરી રહી છે. (offer price) શ્રીજી ગ્લોબલનો IPO 4 નવેમ્બર, 2025ના ખૂલશે. સાતમી નવેમ્બરે IPO બંધ થશે. 10મી નવેમ્બર 2025ના એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવશે.(allotment of 10th November) ત્યારબાદ ડિમેટ એકાઉન્ટમાં શેર્સ જમા આપીને બારમી નવેમ્બરે એનએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર શેરનું લિસ્ટિંગ કરાવશે. શ્રીજી ગ્લોબર એફએમસીજીના આઈપીઓમાં લીડ મેનેજર તરીકેની કામગીરી Interactive Financial Services Ltd કરશે. કંપનીના રજિસ્ટ્રાર MUFG Intime India Pvt. Ltd. છે. તેમ જ માર્કેટ મેકર Svcm Securities Pvt. Ltd. અને B.N. Rathi Securities Ltd. છે. આ લખાય છે ત્યારે ગ્રે માર્કેટમાં શ્રીજી ગ્લોબલનું કોઈ જ પ્રીમિયમ બોલાતું નથી. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાતું હોય તો એવો નિર્દેશ મળે છે કે રોકાણકારો કંપનીના ઓફર ભાવને યોગ્ય ગણે છે અન તેનાથીય ઉપરના ભાવે તેની ખરીદી કરવા તૈયાર છે. શ્રીજી ગ્લોબલના કિસ્સામાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. આમેય ગ્રે માર્કેટનું પ્રીમિયમ દર વખતે રોકાણ કરવા માટેનો આદર્શ ક્રાયટેરિયા ગણી શકાય નહિ.

ઓફર પ્રાઈસ અને મિનિમમ અરજી

શ્રીજી ગ્લોબલ રૂ. 120થી 125 ભાવથી બજાર ઓફર  કરવામાં આવનારા શેર્સ માટે અરજી કરનારાઓ માટે 1000 શેર્સને લૉટ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં અરજી કરનારાઓએ મિનિમમ 2000 શેર્સની અરજી કરવાની આવશે. આમ તેમણે ઓછામાં ઓછા રૂ. 2.50 લાખ રોકવાના આવશે.(Minimum application) હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યુઅલને ઓછોમાં ઓછા 3000 શેર્સ એટલે કે રૂ. 3.75 લાખનું રોકાણ કરવાનું આવશે. શ્રીજી ગ્લોબલના બુકબિલ્ડિંગ ઇશ્યૂમાં કુલ 68 લાખ શેર્સ ઓફર કરવામાં આવશે. 68 લાખ શેર્સના માધ્યમથી રૂ. 85 કરોડ એકત્રિત કરવાનો ઇરાદો કંપની ધરાવે છે.  માર્કેટ મેકર માટે રૂ. 4.25 કરોડના મૂલ્યના 3,40,000 શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. જાહેરજનતા માટે 64.60 લાખ શેર્સ ફાળવવામાં આવશે. જાહેર જનતા પાસેથૂ રૂ. 80.75 લાખ એકત્રિત કરવાના છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ એટલેકે મૂળ કિંમત રૂ. 10 છે. IPO એટલે કે પબ્લિક ઇશ્યૂ પહેલા કંપનીના કુલ શેર્સ 1,59,60,000 માર્કેટમાં છે. પબ્લિક ઇશ્યૂ આવી ગયા પછી કંપનીના કુલ શેર્સ વધીને 2,27,60,000 થઈ જશે. આમ પબ્લિક ઇશ્યૂ પૂર્વે કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 99.99 ટકા હતા. આઈપીઓ પછી પ્રમોટર્સનું હોલ્ડિંગ ઘઠીને 70.12 ટકા થઈ જશે. કંપનીના પ્રમોટર્સમાં જિતેન્દ્ર કક્કડ, તુલસીદાસ કક્કડ, વિવેક કક્કડ અને ધ્રુતિ કક્કડનો સમાવેશ થાય છે.

છૂટક રોકાણકારોએ કેટલી રકમની અરજી કરવાની

છૂટક રોકાણકારને ઓછામાં ઓછા રૂ. 2.5 લાખના મૂલ્યના 2000 શેર્સની અરજી કરવાની રહેશે.(application by HNI) તેનાથી ઓછી કે વધારે શેર્સ માટે છૂટક રોકાણકારો અરજી કરી શકશે નહિ. એસ-એચએનઆઈ ઓછામાં ઓછી 3000 અને વધુમાં વધુ 8000 શેર્સ માટે અરજી કરી શકે છે. આ માટે તમણએ રૂ. 3.75 લાખથી માંડીને રૂ.10 લાખનું રોકાણ કરવું પડશે. તેમ જ મોટા બી-એચએનઆઈ માટે ઓછામાં ઓછી 9000 શેર્સની અરજી કરીને રૂ. 11.25 લાખનું રોકાણ કરવું ફરજિયાત કરવામાં આવેલું છે.

એન્કર ઇન્વેસ્ટર્સને કંપનીએ 11,62,000 શેર્સ ઓફર કર્યા છે. તેનું મૂલ્ય રૂ. 14.53 કરોડનું થાય છે. એન્કર ઇન્વેસ્ટર્સને એલોટ કરવામાં આવનાર 50 શેર્સનો લૉક ઇન પિરિયડ 30 દિવસનો છે. તેઓ શેર્સના એલોટમેન્ટ પછી 30 દિવસ સુધી શેર્સ વેચી શકશે નહિ. તેમને 50 ટકા શેર્સ 10મી ડિસેમ્બર સુધી વેચવાની છૂટ નથી. બાકીના 50 ટકા શેર્સ નેવું દિવસ સુધી એટલે કે 8મી ફેબ્રુઆરી 2026 સુધી જાળવી રાખવા તેમને માટે ફરજિયાત છે.

શેર રિઝર્વેશનનું વિતરણ

કેટેગરી                શેર                   ટકા

માર્કેટ મેકર            3,40,000                  5.00%

QIB                     19,38,000                28.50%

NII (HNI)                  13,56,000                19.94%

રિટેલ ઈન્વેસ્ટર (RII)   31,66,000                46.56%

એન્કર ઈન્વેસ્ટર       11,62,000                17.09%

Shreeji Global FMCG Ltd. મસાલા, ધાણા, અનાજ, દાળ, લોટ વગેરેના ઉત્પાદન અને માર્કેટિંગના બિઝનેસમાં સક્રિય છે. (Product portfolio of Shreeji Global)કંપનીના પ્રોડક્ટ્સ SHETHJI-શેઠજીના બ્રાન્ડ નેમથી વેચાઈ રહ્યા છે. અત્યારે શ્રીજી ગ્લોબર ચણા, જીરું, ધાણા, તલ, શીંગ, કલોંજી, સૌફ, ધાણા પાવડર, મરચાં પાવડર, હળદર પાવડરના ધંધામાં સક્રિય છે. શ્રીજી ગ્લોબલ વિદેશથી પણ કેટલાક કૃષિ ઉત્પાદનો આયાત કરે છે. શ્રીજી ગ્લોબર મેડાગાસ્કરથી ક્લોવ્સ, યુનાઈટેડ આરબ અમિરાતતી ધાણાના બીજ, શ્રીલંકાથી કોપરાં, વિયેટનામથી  કાસિયા અને સિંગાપોરથી ઘઉંની આયાત કરે છે. કંપનીના પ્રોડક્ટ્સ 20 ગ્રામથી 40 કિલોગ્રામ સુધીના પેકેજમાં વેચાય છે. શ્રીજી ગ્લોબલના ઉત્પાદન એકમો રાજકોટ અને મોરબીમાં સ્થિત છે.

કંપનીના સ્પર્ધાત્મક ફાયદા

શ્રીજી ગ્લોબલનું બિઝનેસનું સ્થાન ભૌગોલિક રીતે વ્યૂહાત્મક જગ્યાએ આવેલું છે. ભારતીય મસાલાની વિશ્વભરમાં સતત વધી રહેલી ડિમાન્ડ કંપનીના બિઝનેસને વધુ મોટા લેવલે લઈ જવાની તક પૂરી પાડે છે. આમ તેનો બિઝનેસ મોટા પાયા પર લઈ જવાની શક્યતાઓ ભરપૂર છે. શ્રીજી ગ્લોબલના પ્રોડક્ટ્સની સીરીઝ મોટી છે. તેનો કસ્ટમર બેઝ ખાસ્સો મોટો છે. કંપનીના પ્રમોટરો આ બિઝનેસના ક્ષેત્રમો બહોળો અનુભવ ધરાવે છે.

શ્રીજી ગ્લોબલનું નાણાંકીય પરફોર્મન્સ- Financial performance

પહેલી એપ્રિલ 2024થી શરૂ થયેલા અને 31મી માર્ચ 2025માં પૂરા થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન શ્રીજી ગ્લોબલની આવકમાં 11 ટકાનો અને વેરા પછીના નફઆમાં 122 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Period Ended31 Aug 202531 Mar 202531 Mar 202431 Mar 2023
Assets128.76117.06117.3959.98
Total Income251.18650.85588.99468.70
Profit After Tax9.2012.155.472.05
EBITDA13.8320.3710.924.00
NET Worth38.7629.5617.229.01
Reserves and Surplus22.8013.6011.714.74
Total Borrowing29.5530.4525.5119.00
નોંધઃ ટેબલમાં આપવામાં આવેલા તમામ આઁકડાંઓ રૂ. કરોડમાં દર્શાવેલા છે.
શ્રીજી ગ્લોબલના પરફોર્મન્સના મહત્વના નિદ્રેશકો નીચે મુજબ છે. શ્રીજી ગ્લોબલના આઈપીઓનું માર્કેટ કેપિટલાઈઝેશનના રૂ. 284.50 કરોડનું છે. કંપનીના આઈપીઓ પૂર્વે તેની શેરદીઠ કમાણી રૂ. 7.61ની છે. જ્યારે તેનું મૂલ્ય રૂ. 9.70નું છે. કંપનીનો પીઈ 16.42 ગણો અને મૂલ્ય 12.89 ગણું છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ રજૂ કરવામાં આવ્યું તે દિવસની શેરદીઠ કમાણીને આધારે આઈપીઓ પૂર્વેની શેરદીઠ કમાણી નક્કી કરવામાં આવી છે.

 

KPIValues
ROE51.74%
ROCE32.07%
Debt/Equity1.03
RoNW41.11%
PAT Margin1.87%
EBITDA Margin3.13%
Price to Book Value10.50
Market Capitalization284.50

આઈપીઓના નાણાંનો ઉપયોગ- Use of IPO money

શ્રીજી ગ્લોબર રૂ. 85 કરોડ આઈપીઓના માધ્યમથી ઊભઆ કરીને પહેલા તો ફેક્ટરી અને તેના મકાન માટે રૂ. 5.67 કરોડનો ખર્ચ કરશે. તદુપરાંત પ્લાન્ટ અને મશીનરી માટે રૂ. 29.01 કરોડનો ખર્ચ કરશે. આંતરિક વપરાશ માટે સોલાર પાવર પેનલ બેસાડવા માટે રૂ. 4.05 કરોડનો ખર્ચ કરશે. તેમ જ કાર્યકારી મૂડી તરીકે ખર્ચ કરવા માટે રૂ. 33.54 કરોડની ફાળવણી કરશે.

શ્રીજી ગ્લોબલના આઈપીઓ અંગે નિષ્ણાતો શું કહે છે-experts opinion abou IPO Of Shreeji Global

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી કંપની છે. તેના પ્રોડક્ટ્સમાં મરીમસાલા, અનાજ, કઠોળ, બિયારણ અને લોટનો સમાવેશ થાય છે. કંપની તેના કામકાજના ફલકને વિસ્તારવા માટે સીધા કન્ઝ્યુમરને પ્રોડક્ટ્સ વેચવાના બિઝનેસમાં પણ પ્રવેશી ચૂકી છે. તેમ જ બિઝનેસ ટુ બિઝનેસ પણ પ્રોડક્ટ્સ વેચી રહી છે. બી ટુ બીમાં કંપનીના ક્લાયન્ટની સંખ્યા 10થી 12ની છે. તેમાંથી બાચાર ઓછા થઈ જાય તો કંપનીના કામકાજ પર મોટી અસર પડવાનું જોખમ રહેલું છે. છેલ્લા વર્ષમાં કંપનીના કંપનીના કામકાજમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

નફામાં ઓચિંતો ઊછાળો-Sudden rise in profit

પરંતુ આઈપીઓ આવ્યા તેના આગળના જ વર્ષમાં કંપનીના નફામાં એકાએક ઊછાળો આવ્યો તે ચોંકાવે કે વિચાર કરવા પ્રેરે તેવી બાબત છે. આ નફાના ધોરણે કંપની આગામી વરસોમાં ટકાવી શકશે કે કેમ તેવા સવાલો મનમાં ઊઠી રહ્યા છે. આમ કંપનીએ તેની આવક અને નફામાં એકાએક વધારો કરી દીધો છે. 2024-25ના નાણાંકીય વર્ષમાં કંપનીનો નફો એકાએક રૂ. 5.47 કરોઢથી વધીને રૂ. 12.15 કરડનો થયો છે.  આ બધાં જ કારણોને ધ્યાનમાં રાખતા આઈપીઓની ઓફર પ્રાઈસ ખાસ્સી ઊંચી છે.

ગુજરાતનું મર્યાદિત માર્કેટ- Limited Market

બીજું, કંપની જે પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં સક્રિય છે તે પ્રોડક્ટ્સનું બજાર ભયંકર સ્પર્ધાત્મકતા ધરાવે છે. પરિણામે આ ઇશ્યૂમાં રોકાણ કરવાનું રોકાણકારો ટાળી શકે છે. કંપનીનો રોકડનો પ્રવાહ નેગેટીવ છે. પરિણામે કંપની તેના કામકાજનું ભવિષ્યમાંવિસ્તરણ કરવામાં તકલીફ અનુભવી શકે છે. કંપની કૃષિ કોમોડિટી પર જ વધુ મદાર બાંધે છે. ક્લાઈમેટ ચેન્જ અને એકાએક બદલાઈ જતાં વાતાવરણને પરિણામે કાચા માલના સપ્લાયમાં અનિશ્ચિતતા આવી શકે છે. તેના ભાવમાં પણ વધઘટ આવી શકે છે. તેમ જ તેના કસ્ટમર્સની લોયલ્ટી એટલે કે તેના જ ઉત્પાદનોની ગ્રાહક ખરીદી કરે તેવી કોઈ જ નિશ્ચિતતા નથી. શ્રીજી ગ્લોબલના આઈપીઓમાં રોકાણ કરવું એ વધુ જોખમી ઝણાય છે. તેમ જ તેમાં કરેલા રોકાણ પર અપેક્ષા કરતાં ઓછું વળતર છૂટવાની સંભાવના છે. શ્રીજી ગ્લોબલની હરીફ કંપનીઓ સાથે કરેલી સરખામણી ગળે ઉતરે તેવી નથી. કંપનીના શેર્સના ગ્રે માર્કેટ પ્રીમિયમને જોઈને તેમાં રોકાણ કરવા દોડવું ઉચિત નથી. કંપની માત્ર ગુજરાતના જ બજારમાં સક્રિયછે. ગુજરાતમાં કોઈ આર્થિક બાબતો પર અસર કરતી ઊથલપાથલ થાય તો કંપનીના તમામ ગણિતો પર પાણી ફરી વળવાની સંભાવના છે. કંપનીને માથે અત્યારે ખાસ્સું દેવું છે તે પણ આ આઈપીઓ અંગે નકારાત્મક અભિપ્રાય આપવાની ફરજ પાડે છે.

હા કંપનીની આવક સતત વધી રહી છે તે તેનું જમા પાસું છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પણ વિવિધતા છે. તેમ જ છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપનીની આવક અને નફામાં વધારો થયેલો જ છે. તેમ છતાં બીજા નિષ્ણાતો પણ કહે છે કે રોકાણકારોએ સાવધાન રહીને શ્રીજી ગ્લોબલના આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ.

Read Previous

MCap: રિલાયન્સે ફરી મારી બાજી, રોકાણકારોને 47,000 કરોડનો ફાયદો થયો

Read Next

ED એ અનિલ અંબાણીના બંગલા, ફ્લેટ, પ્લોટ, ઓફિસ અને 3,000 કરોડની સંપત્તિ જપ્ત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular