• 22 November, 2025 - 9:26 PM

ક્વિક કોમર્સ કંપનીઓનો અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ,

ક્વિક કોમર્સ કરતાં પ્લેટફોર્મના કામકાજ અને આવક વધી રહ્યા હોવા છતાં હાથતાળી આપી રહેલી નફાકારકતા

ક્વિક કોમર્સના વર્તમાન ખેલાડી સ્વિગી, ઝેપ્ટો અને બ્લિન્કિટ સામે નવા પરંતું મૂડીની પ્રચંડ તાકાત ધરાવતા સ્પર્ધકો દ્વારા ઊભા કરવામાં આવી રહેલા પડકારો

અમદાવાદઃ દસથી માંડીને ત્રીસ જ મિનિટમાં ડિલીવરી આપી દઈને લોકોને ઓનલાઈન ખરીદી કરવા માટે લલચાવતા પ્લેટફોર્મ્સ વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. ક્વિક કોમર્સ(Quick commerce)નો મોટો હિસ્સો મેળવી લેવા માટે કંપનીઓ નવી મૂડી લગાવી(New capital investment)ને સ્પર્ધા વધારવા માંડી રહ્યા છે. ક્વિક કોમર્સના વર્તમાન ખેલાડી સ્વિગી, ઝેપ્ટો અને બ્લિન્કિટ(Swiggy, Zepto and Blinkit) સામે નવા પરંતું પ્રચંડ મૂડીની પ્રચંડ તાકાત ધરાવતા સ્પર્ધકો દ્વારા પડકારો (Big challenges)ઊભા કરવામાં આવી રહ્યા છે. રિલાયન્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ટાટા ગ્રુપનો ટેકો ધરાવતા બિગબાસ્કેટ વચ્ચે નવી મૂડી લગાવીને ધંધો વિસ્તારવા માટેનું (Reliance, Flipcart, Amazon and Big basket)યુદ્ધ ચાલુ થઈ ગયું છે.

ક્વિક કોમર્સના બજારના વિશ્લેષકો કહે છે કે ક્વિક કોમર્સના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓ માટે નવું ભંડોળ એકત્રિત કરવાનો અત્યાર કોઈ સમય કે સંયોગ નથી. છતાં તેઓ તેને માટે પ્રયાસ કરી રહ્યા છે તે બાબત જ નવા મૂડીયુદ્ધની શરૂઆતનો સંકેત આપે છે. અત્યાર રિલાયન્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ટાટા-બેક્ડ બિગબાસ્કેટ જેવી મોટી કંપનીઓ અને ભરપૂર પૈસા ધરાવતી(Companies with deep pockets) કંપનીઓ 10થી 30 મિનિટમાં દરેક જરૂરી વસ્તુની ડિલિવરી પહોંચાડી દેવાના વ્યવસાયમાં આક્રમક રીતે પ્રવેશી રહી છે.

ભારતના ઝડપી કોમર્સ ક્ષેત્રમાં સ્વિગી, ઝેપ્ટો અને ઝોમેટો-માલિકીની બ્લિંકિટ ફંડ એકત્ર કરીને પોતાના બિઝનેસનું વિસ્તરણ અને માપ વધારવા માગે છે. સ્પર્ધકોને પહોંચી વળવા માટે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રોકાણ કરતા રહીને મૂડી ખર્ચી રહી છે. હવે સવાલ એ થાય છે કે આ કંપનીઓ નફો ન કરતી હોવા છતાંય પૈસાનું આંધણ કરી રહી છે? રિલાયન્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ટાટા-બેક્ડ બિગબાસ્કેટ જેવી મોટી કંપનીઓ ઝડપથી ડિલિવરી માર્કેટમાં મજબૂત રીતે પ્રવેશી રહી છે.

સ્વિગીના ફંડ એકત્ર કરવાની યોજના અંગે વાત કરતાં ક્વિક કોમર્સના બજારના નિષ્ણાતો જણાવે છે કે વાસ્તવમાં અમે અમારા ક્વિક કોમર્સને બિઝનેસને સંગીન-સલામત(To make e-commerce business secured) બનાવવા માટે અને બ્રાન્ડ બિલ્ડિંગ માટે જ નુકસાન સહન કરા રહ્યા છીએ. આ એક માત્ર હેતુ સાથે જ અમે નવું ભંડોળ તેમાં લગાવી રહ્યા છીએ.

સ્વિગી રૂ. 10,000 કરોડનું ભંડોળ ભેગું કરશે

સ્વિગીને રૂ.10,000 કરોડ સુધીના ક્યુઆઈપી માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. સ્વિગીના બોર્ડે આપેલી આ મંજૂરીને વિશ્લેષકો ક્વિક કોમર્સની કંપનીઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધા વચ્ચે લિક્વિડિટી મજબૂત કરવા માટેની પૂર્વ તૈયારી તરીકે જુએ છે. આ ફંડ ઉપરાંત રેપિડોના હિસ્સાની વેચાણથી મળનારા રૂ. 2,400 કરોડ સાથે મળીને સ્વિગીની કુલ લિક્વિડ રિઝર્વ એટલે કે રોકડ અનામત વધીને રૂ.17,000 કરોડ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ, ઝેપ્ટોએ છેલ્લા બે વર્ષમાં લગભગ $2 અબજ એટલે અંદાજે રૂ.16,000 કરોડ એકત્રિત(Fund raising) કર્યા છે.  જેમાં કેલિફોર્નિયા પબ્લિક એમ્પ્લોયીઝ રિટાયરમેન્ટ સિસ્ટમ (CalPERS) મારફતે એકત્રિત કરવામાં આવેલા $ 45 કરોડ ડૉલરનો પણ સમાવેશ થાય છે. આમ ભારતમાં વિકસી રહેલા ક્વિક કોમર્સના મોડેલ માટે અત્યાર સુધીમાંના ઝડપી કોમર્સ મોડલ માટે અત્યાર સુધીનું સૌથી મજબૂત સંસ્થાગત રોકાણ ગણાય છે.

ઝોમેટોના 2024ના રૂ.8,500 કરોડના ક્યુઆઈપીએ બ્લિંકિટના વિસ્તરણને વેગ આપ્યો છે, અને હવે તેના ડાર્ક સ્ટોર નેટવર્ક (Increasing Dark Store network)દેશના સૌથી મોટા નેટવર્ક્સમાંનું એક છે. ક્વિક કોમર્સ કંપનીઓ માને છે કે વર્તમાન સમય ફક્ત બેલેન્સશીટ-નફા નુકસાનના સરવૈયાને મજબૂત કરવા કે પછી IPO માટે પ્રભાવક નાણાંકીય પરફોર્મન્સ બતાવવાનો નથી. આ એક ડિફેન્સિવ એલર્ટ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની હોડ છે. ક્વિક કોમર્સના બિઝનેસમાં રિલાયન્સ જેવા દિગ્ગજો પ્રવેશી ચૂક્યા છે. પરિણામે ક્વિક કોમર્સની વર્તમાન કંપનીઓનો માર્કેટ હિસ્સો રિલાયન્સ(Big challenge from Reliance) ખેંચી લે તેવી સંભાવનાને કારણે તેમને તેમના બિઝનેસની સલામતી જણાતી નથી. પરિણામે આગામી 18 મહિના સુધી ક્વિક કોમર્સના બિઝનેસની વર્તમાન કંપનીઓ નવી-તાજી મૂડી લગાડીને નવા આર્થિક રીતે મજબૂત હરીફ સામે ટકી રહેવાનો પ્રયાસ કરશે. આમ આગામી 18 મહિના સુધી ક્વિક કોમર્સ કંપનીઓ નવા બજારો શોધીને તેમાં પ્રવેશ કરશે. તેમ જ ક્વિક કોમર્સનું ફલક વિસ્તારવા માટે નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરશે. તેની સાથે સાથે જ નવા પ્રોડક્ટ્સ અને નવી સેવાઓ(New services in quick commerce) લઈને પણ બજારમાં આવશે.

પરિણામે ક્વિક કોમર્સના ક્ષેત્રમાં પ્રવેશેલા સ્ટાર્ટઅપ્સ માટે નવા પડકારો ઊભા થયા છે. તેમનું ઘણું દાવ પર લાગી ગયું છે, કારણ કે નવા પ્રવેશી રહેલા સ્પર્ધકો પાસે મૂડીની કોઈ જ અછત નથી. તેથી જ સ્પર્ધકો સાથે ટક્કર જોરદાર થવાની છે. આ ટક્કરનો સામનો કરવા માટે 2024ના ઑગસ્ટમાં, ફ્લિપકાર્ટે- Minutes લોન્ચ કરીને 100 ડાર્ક સ્ટોર- ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે ગુડ્સનો સપ્લાય તરત મેળવીને ગ્રાહક સુધી પહોંચતા કરવાના સેન્ટરો-ઊભા કરીને શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ પણ 2025ના એપ્રિલ સુધીમાં ફ્લિપકાર્ટના ડાર્ક સ્ટોરની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી છે. ફ્લિપકાર્ટનું લક્ષ્ય 2025ના અંત સુધીમાં 800 ડાર્ક સ્ટોર ઊભા કરી દેવાનું છે.

એમેઝોન ક્વિક કોમર્સમાં મોડું મોડું પ્રવેશ્યું છે ખરું. એમેઝોને તેની શરૂઆત બેંગલુરુથી કરી છે. હવે દિલ્હી અને મુંબઈમાં વિસ્તરણ કરી દીધું છે. એમેઝોન 2025ના અંત સુધીમાં અંત સુધીમાં 300 ડાર્ક સ્ટોર શરૂ કરવાની યોજના ધરાવે છે.

રિલાયન્સ જિયોમાર્ટે મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ પોતાના 3000થી વધુ રિટેલ સ્ટોરનો લાભ લઈને ક્વિક કોમર્સના બિઝનેસમાં પ્રવેશ્યું છે. તેની પાસે પહેલેથી જ 600થી વધુ ડાર્ક સ્ટોર છે, તેમજ તે સ્થાનિક કિરણા સ્ટોર સાથે જોડાણ કરીને 30 મિનિટની અંદર ડિલિવરી આપવાની વચનબદ્ધતા પૂરી કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ-સંસ્થાગત રોકાણકારો હવે ઝડપથી વધતા ક્વિક કોમર્સના ક્ષેત્રમાં રોકાણ કરવા તૈયાર છે. કારણ કે ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ અને ગ્રોસ ઓર્ડર વેલ્યૂઝ જેવા આંકડા જોરદાર વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્વિક કોમર્સની સેવાનો લાભ લેનારાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. તેમ જ તેમના થકી ક્વિક કોમર્સ કંપનીઓને થતી આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

બ્લિન્કિટની વાત કરીએ તો 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં તેની સેવાનો વપરાશ કરનારાઓની સંખ્યા 2.08 કરોડને આંબી ગયા છે. જૂન 2025માં પૂરા થયેલા ત્રિમાસિક બ્લિન્કિટની સેવાઓનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 1.69 કરોડની હતી. આમ તેમાં ત્રણ જ માસમાં 23 ટકાનો કદાવર વધારો થઈ ગયો છે. આ ગાળામાં કંપનીને તેના કામકાજ થઈ રૂ. 9,891 કરોડની આવક થઈ હતી.

સ્વિગી ઈન્સ્ટામાર્ટ પણ ધીમે ધીમે તેની પાંખ ફેલાવી રહ્યું છે. છેલ્લા ત્રિમાસિકમાં તેણે 40 નવા ડાર્ક સ્ટોરનો ઉમેરો કર્યો છે. તેની પાસેના સ્ટોરની સંખ્યા વધીને 1,102 થઈ ગઈ છે. તેમ જ તેની સેવાઓનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 1.2 કરોડની થઈ ચૂકી છે.  ઈન્સ્ટામાર્ટની ગ્રોસ ઓર્ડર વેલ્યૂ ₹7,022 કરોડ સુધી પહોંચી ગઈ છે.  ત્રિમાસિક ધોરણે તેમાં 24 ટકાનો અને વાર્ષિક ધોરણે તેમાં 108 ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીની નુકસાની 30 ટકા ઘટીને  રૂ.181 કરોડ થઈ છે. કંપનીના માજિન -2.6% સુધી સુધર્યા છે. કંપનીઓને જાહેરાતની આવક વધી હોવાથી તેમના માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોક 2026-27ના અંત સુધી માર્કેટ શેર વધારવા માટે ક્વિક કોમર્સ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલતી રહેશે. ક્વિક કોમર્સ કંપનીઓ તેમનો માર્કેટ હિસ્સો વધારવા આકાશપાતાળ એક કરશે. તેથી જ 2026-26ના પહેલા છ માસિક ગાળા સુધીમા એટલે કે સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં આ કંપનીઓના પૈસાનું આંધણ થવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. તેમાં ધીમે ધીમે ઘટાડો થશે. ત્યારબાદ નફો દેખાવા માંડશે. ક્વિક કોમર્સ કંપનીઓમાં રોકાણ કરવા ઉત્સુક રોકાણકારો પણ કંપનીઓ તેમના કામકાજનું વધુ ચુસ્તી સાથે નિયમન કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

સ્વિગીના શેરનું લિસ્ટિંગ થયા પછી લગભગ એક વર્ષ થવા આવ્યું છે. આજ સુધી તેના શેરનું પરફોર્મન્સ ખાસ પ્રભાવ પડે તેવું રહ્યું નથી. પરિણામે રોકાણકારો ખુશ નથી. બજાર વિશ્લેષકો કહે છે કે લિસ્ટેડ એન્ટિટી તરીકે તેમને રોકાણકારોને સમજાવવું પડે કે તેઓ શા માટે પૈસા ઉઠાવી રહ્યા છે અને ક્યારે નફાકારક બનશે. હાલમાં શહેરી સ્તરે વધુ પેનેટ્રેશન એટલે કે તેમની સેવા લેનારા કસ્ટમરની સંખ્યા વધારવા માટે કંપનીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલી રહી છે. તેથી પૈસાનું આંધણ થતું રહે તે સહજ છે. પરંતુ આ વખતે રોકાણકારો પહેલાની જેમ બેફામ ખર્ચને સહન કરવા તૈયાર નથી. ક્વિક કોમર્સ કંપનીઓ માટે વૃદ્ધિ હજી મહત્વની છે, પણ હવે તેને માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર નથી. કંપનીઓના બોર્ડ રૂમમાં આ ચર્ચાઓ થવા માંડી છે. શેરહોલ્ડર્સની નારાજગી વહોરવી હવે ક્વિક કોમર્સ કંપનીઓને પરવડે તેમ જ નથી.

શેરબજારમાં લિસ્ટ થયેલી અને શેરધારકોને જવાબ આપવા બંધાયેલી કંપનીઓ સમસ્યા અલગ છે.  સ્વિગી અને ઝોમેટો મોટી મૂડી ધરાવતી કંપનીઓ સામે લડી રહ્યા છે. મોટી મૂડી ધરાવતી કંપનીઓ અનલિસ્ટેડ છે. તેમણે શેરહોલ્ડર્સને કોઈ જ જવાબ આપવાના નથી. તેમને ઓનલાઈન ખરીદી ચાલુ રહેવાની અને બિઝનેસ દોડતો રહેવાની આશા છે.

 

Read Previous

ખેડૂતોને નકલી ખાતર અને બિયારણથી મુક્તિ મળશે! બજેટ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે

Read Next

આજે શેરબજારની ચાલ કેવી રહેશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular