આજે શેરબજારની ચાલ કેવી રહેશે?

આજે શેરબજારની ચાલ કેવી રહેશે?
ચોઇસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ અમૃતા શિંદેનું કહેવું છે કે ભારતીય શેરબજારમાં આજે પોઝિટીવ વલણ જોવા મળી શકે છે. બજાર થોડી સ્થિરતા સાથે પોઝિટિવ વલણમાં ખૂલવાની શક્યતા છે.
GIFT Niftyનું હાલમાં આશરે 25,725ની એટલે કે લગભગ 28 પોઈન્ટ ઉપરની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું છે. મિશ્ર વૈશ્વિક સંકેતો અને મજબૂત સ્થાનિક ટ્રિગરના અભાવ વચ્ચે રોકાણકારો સાવચેતીપૂર્વકનો આશાવાદ દર્શાવી રહ્યા છે. ટૂંકા ગાળામાં ટ્રેડરો વૈશ્વિક બજારના ટ્રેન્ડ, ક્રૂડ તેલના ભાવમાં ફેરફાર અને સંસ્થાગત ફંડ ફ્લો પર નજર રાખશે. તેને આધારે જ બજારની દિશા નક્કી થવાની વધુ સંભાવના છે.
છેલ્લા સત્રમાં નિફ્ટીએ 25,503ના સ્તરે ખૂલીને સમગ્ર દિવસ દરમિયાન સાંકડી રેન્જમાં અથડાતો રહ્યો હતો. નિફ્ટી દિવસ દરમિયાન 25,652ની ઊંચી સપાટીને સ્પર્શ કરી આવ્યો હતો. દિવસના અંતે થોડો નફો બુક થયો હોવાનું જોવા મળ્યું હતું.
હવે ઈન્ડેક્સ માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ 25,700–25,750ની વચ્ચે છે. તેમ જ ટેકો-સપોર્ટ 25,450થી 25,500ની સપાટી વચ્ચે રહેવાની સંભાવના છે. પોઝિશનલ ટ્રેડરો માટે એક એક્યુમ્યુલેશન ઝોન તરીકે કાર્ય કરી શકે છે.
બેંક નિફ્ટીએ પણ દિવસ દરમિયાન રેન્જ બાઉન્ડ રહ્યો હતો. તેમ જ સ્થિર સપાટીએ બંધ આવ્યો હતો. બેન્ક નિફ્ટીમાં કામ કરનારાઓમાં તેનાથી મૂંઝવણ વધી છે. બેન્ક નિફ્ટના મુખ્ય સપોર્ટ લેવલ્સ 57,600 અને 57,800ની રેન્જમાં જોવા મળી રહ્યા છે. બીજીતરફ પ્રતિકાર સપાટી એટલે કે રેઝિસ્ટન્સ લેવલ 58,100 અને 58,300ની આસપાસ જોવા મળી રહ્યું છે. શેરબજારના ઇન્ડેક્સ માટેનો દ્રષ્ટિકોણ સાઈડવેઝનો છે. બજારમાં જ્યાં સુધી કોઈ નિર્ણાયક બ્રેકઆઉટ ન આવે ત્યાં સુધી બજાર બંને દિશામાં વધઘટ બતાવતું રહે તેવી સંભાવના છે. બજારની ચાલ તેજી કે મંદી તરફી ન થાય તેવી વધુ સંભાવના છે.
વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) 10 નવેમ્બરે ₹4,114 કરોડના નેટ વેચવાલી કરી હતી. બીજીતરફ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો -DIIsએ તેમની ખરીદીનો દોર ચાલુ જ રાખ્યો હતો. તેમણએ રૂ. 5,805 કરોડથી વધુની ખરીદી કરી હતી. તેને પરિણામે જ FII-ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની વેચવાલી એટલે કે આઉટફ્લો વચ્ચે પણ બજારને થોડો ટેકો મળી ગયો હતો.
ચાલૂ અસ્થિરતા અને મિશ્ર વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેડરોને બાય ઓન ડિપ્સ એટલે કે ઘટાડે ખરીદવાનો અભિગમ અપનાવી શકે છે. જોકે તેમાંય સાવધાની રાખવાની સલાહ છે, તેમાંય ખાસ કરીને લિવરેજનો ઉપયોગ કરતી વખતે વધુ સાવધાની રાખવી જરૂરી છે. બજારમાં તેજીની રેલી દરમિયાન આંશિક નફો બુક કરવાની જરૂર છે. તેની સાથે જ ટાઇટ ટ્રેલિંગ સ્ટોપ-લોસ-ચુસ્ત સ્ટોપલોસ રાખવા જરૂરી છે. તેની મદદથી જ ટ્રેડરો અસરકારક રિસ્ક મેનેજમેન્ટ કરી શકશે. વર્તમાન બજાર સ્થિતિમાં ચુસ્ત રિસ્ક મેનેજમેન્ટ અનિવાર્ય આવશ્યકતા છે. નિફ્ટી 26,100ની સપાટીની ઉપર ટકી રહે તે પછી જ નવી લોન્ગ પોઝિશન અંગે વિચાર કરવો જોઈએ. સમગ્રતયા બજારનો ટેન્ડ સાવધાની સાથેનો તેજીતરફી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે મુખ્ય ટેકનિકલ સ્તરો અને વૈશ્વિક વિકાસો પર નજીકથી નજર રાખવી ટૂંકા ગાળાની દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.


