દેશમાં 14 વર્ષનો રેકોર્ડ તોડીને રિટેલ ફૂગાવાનો દર 0.25 ટકાઃ કેન્દ્ર સરકારનો દાવો
કેન્દ્રના દાવા મુજબ દેશમાં રિટેલ ફૂગાવાનો દર 14 વર્ષનો રેકોર્ડ તોડીને 0.25 ટકાના નિચલા સ્તરે પહોંચ્યો છે, તો બીજી તરફ આમ જનતાને આમ છતાં રાહત કેમ થતી નથી. તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ઓક્ટોબર 2025માં દેશનો રિટેલ ફૂગાવાનો દર ઘટીને 0.25% વિક્રમી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ દર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની હાલની સિરીઝમાં અત્યાર સુધીનો સૌથી ઓછો નોંધાયો છે. એટલે કે જાન્યુઆરી 2012થી આજ સુધીનો આ સૌથી નીચો ફૂગાવો દર છે. જુલાઈ 2025માં રિટેલ ફૂગાવાનો દર ગગડીને 1.55% પર પહોંચી ગયો હતો. જે જૂન 2012 પછીનો સૌથી નોચી સ્તર છે. એટલે કે મોંઘવારી 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.
સરકારના મતે આ ઘટાડો થવા પાછળ મુખ્યત્વે જીએસટી દરોમાં અને ખાદ્ય પદાર્થોના ભાવોમાં થયેલો ઘટાડો જવાબદાર છે. વધુમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ફૂગાવાનો દર ઘણો ઊંચો હતો, તેથી તેની સામે સરખામણી કરવાથી (જેને બેઝ ઈફેક્ટ કહેવાય છે) આ વર્ષનો આંકડો ઘણો ઓછો દેખાય છે તેમ છતાં લોકોને તેમના ઘરેલું બજેટમાં કોઈ રાહત મળી રહી નથી. આ ઘણાં કારણો છે.



