• 22 November, 2025 - 9:05 PM

આર્ટિસ મેડિકેર સર્વિસિસ લિમિટેડ લાભદાયી રોકાણ બની શકે

  • ARTMSL અત્યારે 700 બેડમાંથી વધીને 1,700 બેડ સુધી પહોંચવાની યોજના ધરાવે છે. કંપનીના નાણાંકીય વર્ષ 2027-28 સુધીની પ્રોજેક્શનમાં રાયપુર-ગુડગાંવમાં વિસ્તરણ કરવામાં આવશે.

અમદાવાદઃ Choice Equity Research Private Limitedના નિષ્ણાતોની ટીમનું કહેવું છે કે Artemis Medicare Services Limited(ARTMSL)ના શેર્સમાં વર્તમાન બજાર ભાવથી લેવાલી કરી શકાય છે. તેનો વર્તમાન બજાર ભાવ રૂ. 269ની આસપાસનો છે. ટાર્ગેટ ભાવ રૂ. 325ની સપાટીને વળોટી જાય તેવી સંભાવના છે. પરિણામ વર્તમાન સપાટીથી 20 ટકા સુધીનો નફો કરવાની તક મળી શકે છે.

તેમાં રોકાણ  શા માટે કરવું જોઈએ. આ રહ્યા તેના કારણો. કંપની પેશન્ટ કેરનો વ્યાપ વધારી રહી છે. તેના બેડ-પથારીની સંખ્યાનું વિસ્તરણ કંપનીના આગામી વૃદ્ધિ ચરણને આગળ ધપાવી રહી છે. Artemis Medicare Services Limited – આર્ટિમિશ મેડિકેર સર્વિસિસ લિમિટેડ (ARTMSL)ની મુખ્ય ગુડગાંવ સ્થિત હોસ્પિટલે 2025-26ના નાણાંકીય વર્ષના જૂન 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાને અંતે  સૌથી ઉચ્ચ ARPOB-Average revenue per occupied bed (રૂ. 83,900) નોંધાવ્યો છે, જે રોબોટિક સર્જરી અને CyberKnife જેવી અદ્યતન ક્લિનિકલ સેવાઓ થકી શક્ય બન્યું છે. હાલમાં હોસ્પિટલમાં 700થી વધુ બેડ કાર્યરત છે. આગામી 3 વર્ષમાં ગુડગાંવમાં 120 બેડ (17%) વધારવા અને સાથે રાયપુરમાં 300 અને દક્ષિણ દિલ્હીમાં 600 બેડ ઉમેરવાની યોજના કંપની ધરાવે છે. આ રીતે FY2028-29 સુધી કુલ બેડ ક્ષમતા વધીને 1,700 સુધી લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 2027-28 સુધીમાં 1,000 બેડ કાર્યરત થઈ જવાની શક્યતા છે. તેમ જ તેમાં 65 ટકા ઓક્યુપન્સી અને ARPOB રૂ. 88,490 થવાની ધારણા છે.

દક્ષિણ દિલ્હી માટેની 600 બેડ ક્ષમતા VIMHANS સાથેના બાઇન્ડિંગ MoU થી મજબૂત બનેલી છે. આ કરાર ARTMSL- આર્ટિમિશ મેડિકેર સર્વિસિસ લિમિટેડને મેન્ટલ હેલ્થ અને ન્યૂરોકેર ક્ષેત્રમાં મજબૂત પ્રવેશ અપાવે છે. આગળના 2–3 વર્ષમાં કંપની રૂ.6000 કરોડનું નાણાકીય પ્રતિબદ્ધ કરે છે. વૃદ્ધિને ડી-રિસ્ક કરવા IFC તરફથી રૂ. 330 કરોડનું CCD ફંડિંગ પ્રાપ્ત થયું છે, પરંતુ તેને કારણએ શેરદીઠ કમાણી – EPSમાં 15 સુધીનું ડાયલ્યુશન થવાની સંભાવના છે.

આંતરરાષ્ટ્રીય દર્દીઓમાંથી ઉદ્યોગમાં શ્રેષ્ઠ આવક

ગુરગાંવ સુવિધા દિલ્હી એરપોર્ટથી લગભગ 20 કિમી અંતરે સ્થિત હોવાથી, તે આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે સારવાર લેવા માટેનું કુદરતી કેન્દ્ર-પ્રાકૃતિક હબ બની ગયું છે. આ દર્દીઓ ટેકનોલોજી આધારિત જટિલ સારવાર લેતા હોય છે. તેમાં ARTMSLની કુશળતા મજબૂત છે. આંતરરાષ્ટ્રીય દર્દીઓ વિભાગ સૌથી વધુ ARPOB અને મજબૂત EBITDA માર્જિન આપે છે. FY2022-23ની સાલમાં 26 માર્જિન રહ્યો હતો. આ વિભાગનો નાણાંકીય વર્ષ 2024-25માં માર્જિન 29 ટકાનો હતો અને દક્ષિણ દિલ્હી સુવિધા શરૂ થયા પછી 30 ટકાથી વધુ થવાની ધારણા છે.

ભારતના હેલ્થકેર ઉછાળાનો મોટો લાભ લેવા તૈયાર

ભારતમાં જાહેર આરોગ્ય ખર્ચ નીચો અને out-of-pocket ખર્ચ ઊંચો હોવાથી ખાનગી હોસ્પિટલ ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો માટે આ ક્ષેત્ર સ્થિર વૃદ્ધિ, મજબૂત નાણાંપ્રવાહ અને વેલ્યુ ક્રિએશનના વિકલ્પોથી ભરપૂર છે. ARTMSLનું NCRમાં મજબૂત બેઝ ધરાવે છે. તેમ જ Tier-2 શહેરોમાં વિસ્તરણ અને એસેટ-લાઇટ મોડેલ તેને લાંબા ગાળે સારો લાભ કરાવે તેવી શક્યતા જણાય છે.

શેર્સમાં રોકાણ કેમ કરવું જોઈએ

ARTMSL અત્યારે 700 બેડમાંથી વધીને 1,700 બેડ સુધી પહોંચવાની યોજના ધરાવે છે. કંપનીના નાણાંકીય વર્ષ 2027-28 સુધીની પ્રોજેક્શનમાં રાયપુરમાં વિસ્તરણ કરવામાં આવશે. તેમ જ ગુડગાંવમાં 80 બેડનું વિસ્તરણ-એક્સપાન્શનનો તેમાં સમાવેશ થાય છે. દક્ષિણ દિલ્હીમાં નાણાંકીય વર્ષ 2028-29માં કાર્યરત થઈ જશે. નાણાંકીય વર્ષ 202425થી 2027-28ના અંત સુધીમાં કંપનીની આવક 26.1 ટકા, Revenue CAGR, 30.3 ટકા EBITDA CAGR અને 30.9 ટકા PAT CAGR આપી શકે છે. કંપની માટે અમારી BUY-શેર ખરીદી લેવાની ભલામણ સાથે ટાર્ગેટ કિંમત રૂ. 325 રાખવામાં આવી છે. આમ શેર્સના ભાવમાં 32.7 ટકાનો વધારો-અપસાઇડ જોવા મળી શકે છે. 2027–28ના અંત સુધીમાં સરેરાશ EV કે EBITDA 18 ગણો થવાની ગણતરીને આધારે મૂલ્યાંકન શેરના ટાર્ગેટ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ARTMSL નો PEG રેશિયો 1.07 છે, જ્યારે સમકક્ષ કંપનીઓ 2–4 ની વચ્ચે ટ્રેડ થાય છે, જે ARTMSL માટે મજબૂત અપસાઇડ સૂચવે છે.

તેજી કે પછી મંદી થાય તો…

નાણાંકીય વર્ષ 2029-30 સુધી સાઉથ દિલ્હી સુવિધાનું સફળ અમલીકરણ કંપનીની વૃદ્ધિ ઝડપે આગળ ધપાવી શકે છે. તેથી તેના શેર્સમાં રોકાણ કરવાની ભલામણ તો કરવામાં આવી છે. પરંતુ તેની સામ કેટલાક જોખમો છે. આ જોખમોમાં NCR માં દર્દીઓ અને અનુભવી સ્ટાફ મેળવવા માટેની ગળાકાપ સ્પર્ધા થઈ રહી છે. બીજું, નવી સુવિધાઓના અમલીકરણમાં સંભાવિત વિલંબ થઈ શકે છે.

Read Previous

ટોરન્ટના અભિવ્યક્તિ કાર્યક્રમની આવૃત્તિ-7ના પ્રથમ દિવસે અમદાવાદમાં ત્રણ સ્થળો પ્રદર્શન યોજાયાં

Read Next

ભારતે અમેરિકાથી LPG આયાત કરવા માટે મોટો કરાર કર્યો, 2.2 મિલિયન ટન LPG આયાત કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular