સુપ્રાજિત એન્જિનિયરિંગ લિમિટેડઃ શેરના ભાવ તૂટી શકે

CMP-વર્તમાન બજાર ભાવ રૂ. 474, ભાવ ઘટીને રૂ. 430ની સપાટીએ આવી શકે
Choice research private Limitedના એક્સપર્ટ્સની ટીમનું કહેવું છે કે સુપ્રાજિત એન્જિનિયરિંગના માર્જિન દબાણ હેઠળ છે. અત્યારે કંપનીમાં તમામ કામગીરીના ઇન્ટિગ્રેશન અને રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ વચ્ચે ઓપરેશનલ રિકવરીની કામગીરી ચાલી રહી છે: SEL- સુપ્રાજિત એન્જિનિયરિંગ લિમિટેડનું 2025-26ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના એટલે કે સપ્ટેમ્બર 2025ને અંતે પૂરા થયેલા ત્રિમાસક ગાળાના પરફોર્મન્સ, વૈશ્વિક સ્તરેથી ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પરફોર્મન્સમાં સતત સુધારો અને અનુશાસિત એક્ઝિક્યુશન જોવા મળી રહ્યું છે.
ગત વર્ષના આ જ સમયગાળા સાથે 2025-26ના ત્રિમાસિક ગાળા સાથે તુલના કરવામાં આવે તો સુપ્રાજિત એન્જિનિયરિંગ લિમિટેડનું કન્સોલિડેટેડ રેવન્યુ અને EBITDAમાં અનુક્રમે 7.6 ટકા અને 18.7 ટકાનો વધારો થયો છે. કંપનીના માર્જિન કંપનીની ગાઈડલાઈન્સમાં દર્શાવેલી રેન્જથી વધુ રહ્યા છે. સુપ્રાજિત એન્જિનિયરિંગની સાથી કંપની Suprajit Controls Division (SCD) અને Domestic Cable Division (DCD)ના મજબૂત પરફોર્મન્સથી કંપનીના ઓવરઓલ પરફોર્મન્સમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. સુપ્રાજિત એન્જિનિયરિંગના Electronics Divisionએ પણ કસ્ટમર ડાઈવર્સિફિકેશન અને સુધરેલા પ્રોડક્ટ ટ્રેક્શનના આધારે EBITDAમાં અસાધારણ વૃદ્ધિ નોંધાવી. જો કે ઊંચા કોર્પોરેટ ઓવરહેડ્સ, ચાલુ રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ અને નબળી એક્સપોર્ટ ડિમાન્ડ નફાકારકતાને દબાણમાં રાખશે.
લાંબા ગાળાના ટર્નઅરાઉન્ડને ટેકો આપતી ઇન્ટિગ્રેશનની મદદથી પ્રગતિ થઈ રહી છે. Stahlschmidt Cable Systems (SCS)નું ઇન્ટિગ્રેશન અર્થપૂર્ણ રીતે આગળ વધ્યું છે. 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે રૂ. 17.60 કરોડની આવક સામે EBITDAનું નુકસાન ઘટીને રૂ. 6.70 કરોડનું રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાને અંત સુધીમાં બ્રેકઈવન આવી જવાની સંભાવનાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ નફાનો આરંભ થવાની ગણતરી મૂકાઈ રહી છે. જોકે જર્મનીમાં રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ અને વૈશ્વિક ઓપરેશન્સમાં ચાલુ નોર્મલાઇઝેશનને કારણે નજીકના ગાળામાં માર્જિન દબાણમાં રહેશે.
Phoenix Lamps Division નબળી એક્સપોર્ટ ડિમાન્ડને કારણે નાણાંકીય પરફોર્મન્સ ફિક્કું રહ્યું છે. જોકે, નવા OEM ઇન્ક્વાયરીઝ મધ્યગાળામાં સુધારો લાવી શકે છે. કંપનીનો ટેક્નોલોજી-ચાલિત વૃદ્ધિ, ખર્ચ-ઓપ્ટિમાઇઝેશન અને ઓપરેશન પર ફોકસ કરતાં 2025-26ના પહેલા છ માસિક ગાળાને અંતે કામગીરી મજબૂત થવાની સંભાવના છે. છતાં સમગ્રતયા ઉપરથી જ નજર માંડવામાં આવે તો અર્થતંત્રમાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે. બીજીતરફ ઊંચા ઇન્ટિગ્રેશન ખર્ચ અને રીસ્ટ્રક્ચરિંગના ખર્ચને કારણે ટૂંકા ગાળાની નફાકારકતા મર્યાદિત રહી શકે છે.
સુપ્રાજિત એન્જિનિયરિંગ લિમિટેડ-એસઈએલ નાણાંકીય વર્ષ 2025-26 અને 2026-27માં કંપનીની શેરદીઠ કમાઈ અંદાજે 2.4થી 4 ટકા સુધરી જવાની સંભાવના રહેલી છે. કંપનીના શેરનો ભાવ વર્તમાન રૂ.474ની સપાટીથી ગગડીને રૂ. 430ના ટાર્ગેટ પ્રાઈસ સુધી પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી છે. કંપનીને સરેરાશ FY27/28E EPSના આધાર પર 20x ગણું (અવિચલિત) મૂલ્યાંકન આપ્યું છે. ઇન્ટિગ્રેશન ખર્ચને કારણે નજીકના ગાળાના માર્જિન દબાણને ધ્યાનમાં રાખીને અમે સ્ટોક પર ‘REDUCE’ રેટિંગ જાળવી રાખીએ છીએ.
Q2FY26 પરિણામોએ અમારી અંદાજને દરેક મુદ્દે Beat કર્યા
કંપનીની આવક વાર્ષિક ધોરણે તુલના કરતાં 12.9 ટકાનો અને ત્રિમાસિક ધોરણે તુલના કરતાં 9.1 ટકાનો વધારો થયો છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 941.00 કરોડની થઈ છે. આ આવક રૂ. 917 કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 58.1 ટકા અને ત્રિમાસિક ધોરણે 21.8 ટકા વધ્યો છે. કંપનીનો EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 3.03 ટકા અને ત્રિમાસિક ધોરણે 1.11 ટકા વધ્યો છે. કંપનીનો માર્જિન વધીને 10.1 ટકા થવાના અંદાજ સામે 10.6 ટકા થયો છે. ત્રિમાસિક ધોરણે વેરા પછીનો નફો 4.19 કરોડના અંદાજ સામે રૂ. 50.90 કરોડનો થયો છે.



