સીજીએસટીના અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ, તપાસની મંજૂરી પર દરોડાની કાર્યવાહી
કલમ ૬૭(૧)નો દુરુપયોગ કરીને તપાસને નામે દરોડા પાડતા CGST અધિકારીઓ
મોડી સાંજે દરોડો પાડો, પૈસા પડાવી નીકળી જતાં અધિકારીઓ, કલમ 67(2)ની મંજૂરી હોય તો જ દરોડો પાડી શકાય
કલમ ૬૭(૧)માં માત્ર વેપારીના ચોપડાં જોવાની, જીએસટીનું રજિસ્ટર ચેક કરવાની અને સ્ટોક વેરિફાય કરવાની જ સત્તા
અમદાવાદઃ સેન્ટ્રલ જીએસટીના પ્રિવન્ટિવ ડિપાર્ટમેન્ટ(CGST Preventive)ના અધિકારીઓ ઇન્સ્પેક્શન કરવાને નામે દરોડાની કાર્યવાહી કરીને વેપારીઓને ખંખેરી રહ્યા હોવાની ઘટનાઓ બહાર આવી રહ્યા છે. તેમની મોડસ ઓપરેન્ડીમાં સાંજે ચાર સાડાચાર પછી તપાસ ચાલુ કરીને વેપારીને ડરાવી ધમકાવીને મોટી રકમ લઈને નીકળી જાય છે.
સીજીએસટીના અધિકારીઓ કલમ ૬૭(૧) હેઠળ (Misuse of section 67(1) of CGST Act)તપાસ કરવાની પરવાનગી લઈને આવે છે. કલમ ૬૭(૧) હેઠળ તેમને માત્ર ને માત્ર વેપારીના ચોપડાં જોઈ શકે છે. જીએસટીનું રજિસ્ટર જોઈ શકે છે. તેમ જ તેમનો સ્ટોક વેરિફાય કરી શકે છે(power of limited verification). તેનાથી વિશેષ સત્તા તેમને હોતી જ નથી. આ સત્તાનો દુરુપયોગ કરીને વેપારીના ત્યાં સર્ચ એટલે કે દરોડાની કાર્યવાહી કરવા માંડી જાય છે. દરોડાની કાર્યવાહી માટે કલમ ૬૭(૨) હેઠળની મંજૂરી હોવી જરૃરી છે(Raid activity instead of simple search).
વેપારીઓના લોકર તોડવાની ધમકી(Threating to traders) આપે છે. મોબાઈલ ફોન ચેક કરવા માંડી જાય છે. વેપારીઓના દરેક ડ્રોઅર તપાસે છે. આ પ્રકારની સત્તા ન હોવા છતાં તપાસ કરીને વેપારીઓ પર દબાણ લાવીને ચારથી પાંચ કલાક બાદ મોટી રકમનો તોડ કરીને નીકળી(Usrping big amount) જાય છે. વેપારીઓ આ અંગે ફરિયાદ પણ કરી શકતા નથી. આમ અમદાવાદ અને ગુજરાતની વેપારીઆલમ નવા જ પ્રકારના ટેક્સ ટેરરિઝમનો સામનો કરી રહ્યા છે.



