ફોરેક્સમાં ટ્રેડિંગ કરનારાઓ ટ્રેડિંગ પ્લેટફોર્મ સિલેક્ટ કરતાં પહેલા વિચારે

અનધિકૃત પ્લેટફોર્મ પર ડિલીંગ કરવામાં પૈસા ગુમાવી દેનાર કોઈપણ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી શકતા નથી
અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ: આરબીઆઈએ 7 વધુ સંસ્થાઓને એલર્ટ લિસ્ટમાં ઉમેર્યાં
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ સેવાઓ આપતી અથવા પ્રોત્સાહિત કરતી વધુ સાત વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સને તેની એલર્ટ લિસ્ટમાં ઉમેર્યા છે. આ સંસ્થાઓ ફરજિયાત અનુમતિ લીધા વગર ફોરેક્સ ટ્રેડિંગ સેવાઓ આપી રહી હતી. ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) હેઠળ આવા અનિયમિત પ્લેટફોર્મ્સ પર ટ્રેડિંગ કરવાથી નાણાકીય નુકસાન અથવા કાયદેસર પગલાંનો સામનો કરવો પડી શકે છે.
ફોરેક્સમાં ટ્રેડિંગ કરનારાઓને સાવધાન કરવાના હેતુથી રિઝર્વ બેન્કે જોખમી જણાતા પ્લેટફોર્મની યાદીમાં નવા પ્લેટફોર્મનો ઉમેરો કર્યો છે. આ પ્લેટફોર્મમાં Starnet FX – www.starnetfx.com, CapPlace – capplace.com, Mirrox – mirrox.com, Fusion Markets – fusionmarkets.com, Trive – trive.com, NXG Markets – nxgmarkets.com અને Nord FX – nordfx.comનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સુધારણા સાથે RBIએ ફરી સ્પષ્ટ કર્યું છે કે આ તમામ સંસ્થાઓને ફોરેન એક્સચેંજ ટ્રાન્ઝેક્શન ચલાવવાની અથવા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ (ETP) તરીકે કાર્ય કરવાની મંજૂરી નથી. આ બાબત 16 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં દર્શાવી દેવામાં આવેલી છે.
એલર્ટ લિસ્ટમાં એવી વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થાય છે જે સીધી રીતે અથવા ટ્રેનિંગ એડવાઇઝરીના નામે લોકોને અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ તરફ ધકેલે છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ યાદી પૂર્ણ નથી, અને કોઈ નામ ન હોવું તે પ્લેટફોર્મ અધિકૃત છે તેવું માનવું નહીં. RBIએ લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ કોઈપણ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા મધ્યસ્થ સાથે વ્યવહાર કરતા પહેલાં તેની નિયમનકારી સ્થિતિ ચકાસી લેવી જરૂરી છે. કોઈ વ્યક્તિ અથવા ETP અધિકૃત છે કે નહિ તે RBIની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ authorised persons અને authorised ETPsની યાદી પરથી ચકાસી શકાય છે. આ એલર્ટ લિસ્ટનો વિસ્તાર કરીને RBIનું લક્ષ્ય લોકોને છેતરપીંડી, ભ્રામક જાહેરાતો અને અનધિકૃત માર્કેટ પ્રવૃત્તિઓથી બચાવવાનું છે, જે ગંભીર નાણાકીય જોખમ પેદા કરી શકે છે.
અનધિકૃત પ્લેટફોર્મ્સમાં સૌથી મોટું જોખમ પૈસા ગુમાવવાનું છે. કારણ કે આ કંપનીઓ કોઈ નિયમનકારી સંસ્થાને જવાબદાર નથી. તમારા પૈસા ક્યારે પણ બ્લોક થઈ શકે છે અથવા તમે તમારા પૈસાનો ઉપાડ જ ન કરી શકો(withdrawal ના મળે) તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. આ પ્લેટફોર્મ ઇચ્છે ત્યારે account freeze અથવા balance zero કરી શકે છે. ખોટા પ્રોફિટ બતાવીને વધુ પૈસા નાખવા દબાણ કરે છે. તેમાં સોદાઓ કરીને ઘણા લોકો પોતાના જીવનભરની બચત ગુમાવી ચૂક્યા છે.
ભારતમાં FEMA (Foreign Exchange Management Act, 1999)માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ કાયદેસર ગુનો છે. દંડ (penalty) અને કેટલીક પરિસ્થિતિમાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે. RBI દ્વારા મંજૂર ETP અને Authorised Dealers સિવાય ટ્રેડિંગ કરવાની સખત મનાઈ છે. તેમાં ફસાઈ જવાનો ખતરો રહે છે.
ડેટા ચોરી અને સાયબર ફ્રોડ (Data Theft & Cyber Fraud)
અનધિકૃત પ્લેટફોર્મ્સ પરથી તમારો આધાર, PAN, બેન્ક એકાઉન્ટ વિગત, કાર્ડ ડીટેઇલ્સ લઇ લે છે. આ વિગતો ડાર્ક વેબ પર વેચી શકે છે. તમારા નામે લોન, ફ્રોડ એકાઉન્ટ અથવા કરન્સી ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. આ સૌથી જોખમી અસર છે.
તમારા નામે ટ્રેડિંગમાં બેઈમાની થઈ શકે
અનધિકૃત પ્લેટફોર્મ્સ પર ટ્રેડિંગ કરનારાઓ સાથેના સોદા કરવામાં પ્રાઈસ મેન્યુપ્યુલેટ કરે છે. વાસ્તવિક ભાવ કરતાં જુદાં ભાવથી સોદા થઈ શકે છે. Stop-loss અને Take-profit જાણબૂઝીને હિટ કરાવે છે. Market Freeze અને Spike નકલી રીતે રજૂ કરે છે. જીતવાની શક્યતા લગભગ શૂન્ય હોય છે.
તમને પૈસા બહાર નથી મળતા
સામાન્ય રીતે જોવા મળતા સ્કેમમાં Withdrawal માટે KYC Rejection બતાવે છે. નવા ચાર્જ, કસ્ટમ ડ્યુટી, ટેક્સ વગેરે માગે છે. નકલી RBI અથવા Income Tax નોટિસ બતાવીને વધારાના પૈસા પણ પડાવી લે છે. અંતે એકાઉન્ટ ડિલીટ અથવા તમને બ્લોક કરી દે છે.
No Customer Support – કોઈ મદદ નથી
તમને કસ્ટમર તરીક સપોર્ટ મળતો હોવાનું નાટક કરવા માટે નકલી ચેટ સપોર્ટ આપવામાં આવે છે. તમારા Emailsનો જવાબ આપશે જ નહિ. તેથી તમારી સમસ્યાનું નિવારણ આવશે જ નહિ. તેમની સામે Complaint કરવા કોઈ અધિકારી અથવા ઓફિસ હોય નહીં.
ફ્રોડ નેટવર્કનો હિસ્સો બની જવાનું જોખમ
અત્યારે સક્રિય ફોરેક્સ પ્લેટફોર્મમાંથી ઘણા અનધિકૃત ફોરેક્સ પ્લેટફોર્મ MLM (મલ્ટી લેવલ માર્કેટિંગના Referral) મોડલમાં કામ કરે છે. તમને પ્લેટફોર્મમાં બીજા લોકોને જોડવા કહે છે. અંતે આખું નેટવર્ક વ્યવસ્થિત રીતે ડૂબી જાય છે. આથી, લોકો પોતાના સંબંધીઓ અને મિત્રોના પણ પૈસા ગુમાવી દે છે.
RBIની બાજુથી કોઈ સુરક્ષા નહીં
તમને Unauthorized platforms પર થયેલા નુકસાન માટે RBI, SEBI અથવા બેન્ક કોઈ જવાબદાર નથી. તમે ક્યાંય કંપની સામે કેસ પણ નહીં કરી શકશો નહિ. આ પ્લેટફોર્મ પર કામકાજ કરીને પૈસા ગુમાવ્યા બાદ તમારી માનસિક તાણ અત્યંત વધી જાય છે. પરિવાર અને સંબંધોમાં તણાવ વધી જાય છે. છેવટે પ્લેટફોર્મ પર કામ કરનાર ડિપ્રેશન-Depresssion અને Anxiety જેવી સમસ્યાઓનો શિકાર બની જાય છે. અનધિકૃત ફોરેક્સ પ્લેટફોર્મ્સમાં ટ્રેડિંગ કરવું ખૂબ જોખમી, કાયદેસર પ્રતિબંધિત અને નાણાકીય રીતે વિનાશકારી છે. RBIની મંજૂરી વગરના કોઈપણ ફોરેક્સ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવું ટાળવું જોઈએ.



