Astron Multigrain Limitedમાં મધ્યમ ગાળા માટે રોકાણ કરી શકાય
Astron Multigrain Ltd. IPO (Astron Multigrain IPO)નું છેલ્લા પાંચ વર્ષનું આર્થિક પરફોર્મન્સ સારુ જણાય છેઃ Astron Multigrain Ltd.સતત નફો કરતી કંપની છે
Astron Multigrain IPO કુલ ₹18.40 કરોડનું ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ છે. તેમાં રૂ.14.74 કરોડના 0.23 કરોડ નવા શેર-Fresh Issue કરવામાં આવી રહ્યા છે. તેમ જ રૂ. 3.65 કરોડના 0.06 કરોડ Offer for Sale (OFS) શેરની ઓફર કરવામાં આવી રહ છે. Astron Multigrain Ltd. IPOનો IPO 1 ડિસેમ્બર 2025ના ખૂલશે અને 3 ડિસેમ્બર 2025 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. Astron Multigrain IPOનું અલોટમેન્ટ 4 ડિસેમ્બર 2025એ થવાની શક્યતા છે. કંપનીનો લિસ્ટિંગ દિવસ 8 ડિસેમ્બર 2025ના રાખવામાં આવ્યો છે અને તે BSE SME પર લિસ્ટ થશે. જાહેર જનતાને કુલ 27,72,000 શેર્સ ઓફર કરવામાં આવ્યા છે. Astron Multigrain IPOમાં કુલ 29,20,000 શેર ઓફર કરાયા છે: NII (HNI): 13,84,000 શેર (47.40%), Retail (RII): 13,88,000 શેર (47.53%), Market Maker: 1,48,000 શેર (5.07%) શેર્સ ઓફર કરવામાં આવ્યા છે.
IPOનો ઓફર ભાવ પ્રતિ શેર રૂ. 63 નક્કી કરવામાં આવ્યો છે. એક એપ્લિકેશન માટે લોટ સાઇઝ 2,000 શેર છે. રિટેલ ઇન્વેસ્ટરે ઓછામાં ઓછું રોકાણ રૂ. 2,52,000 (4,000 શેર) રહેશે. HNI માટે મિનિમમ 3 લોટ(6,000 શેર)ની મિનિમમ અરજી કરવી ફરજિયાત છે. તેને માટે રૂ. 3,78,000ની અરજી કરવાની રહેશે. કંપનીના બુક રનિંગ લીડ મેનેજર ફિન્નાક્સ કેપિટલ એડવાઈઝર પ્રાઈવેટે લિમિટેડ છે. કંપનીના આઈપીઓના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ છે. માર્કેટ મેકર પ્રભાવત ફાઈનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ છે.
| વિગત | માહિતી |
| IPO Date | 1 ડિસે. 2025 થી 3 ડિસે. 2025 |
| Listing | BSE SME |
| Face Value | ₹10 પ્રતિ શેર |
| Issue Price | ₹63 પ્રતિ શેર |
| Lot Size | 2,000 શેર |
| Total Issue Size | 29,20,000 શેર (₹18.40 કરોડ) |
| Fresh Issue | 21,92,000 શેર (₹13.81 કરોડ) |
| OFS | 5,80,000 શેર (₹3.65 કરોડ) |
આઈપીઓની તારીખવાર વિગતો
- IPO Open: 1 ડિસેમ્બર 2025
- IPO Close: 3 ડિસેમ્બર 2025
- Allotment: 4 ડિસેમ્બર 2025
- Refunds: 5 ડિસેમ્બર 2025
- Shares to Demat: 5 ડિસેમ્બર 2025
- Listing: 8 ડિસેમ્બર 2025
- UPI Mandate Deadline: 3 ડિસેમ્બર 2025 – સાંજ 5 વાગ્યા
કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ
Astron Multigrain Ltd.ના પ્રમોટરમાં જેનિશ પુરુષોત્તમ ખૂંટ અને પૂનમ જેનિશ ખૂંટનો સમાવેશ થાય છે. આઈપીઓ પહેલા કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ 99.99 ટકા છે. આઈપીઓ આવી ગયા પછી પ્રમોટરનું હોલ્ડિંગ ઘટીને 66.05 ટકા થઈ જશે. Astron Multigrain Ltd. ઈન્સ્ટન્ટ નૂડલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની Gokul Snacks Pvt. Ltd. માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું કામ પણ કરે છે, જે તેમને પોતાના બ્રાન્ડ નામે વેચે છે. કંપની પોતાનો બ્રાન્ડ Astron’s Swagy Noodles હેઠળ પણ નૂડલ્સ વેચે છે. આ પ્રોડક્ટ્સ અત્યારે Mast Masalaના સ્વાદમાં પણ ઉપલબ્ધ છે. કંપનીના કામકાજમાં ધીમો પણ મક્કમ ગતિએ વધારો થઈ રહ્યો છે.
Astron Multigrain Ltd તમામ ઉત્પાદન, પેકેજિંગ અને મટિરિયલ હેન્ડલિંગ કરે છે, પરંતુ વેચાણ તેના ક્લાયન્ટ પોતાના બ્રાન્ડ હેઠળ કરે છે. તદુપરાંત કંપની પોતાનો બ્રાન્ડના નામથી- Own Brand Manufacturing કરીને તે પ્રોડક્ટ્સ બજારમાં વેચે છે. કંપની નૂડલ ભૂજિયા અને પાપડ પણ બનાવે છે. કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલું છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5110 મેટ્રિક ટનની છે. તેનો પ્રોડક્શન પ્લાન્ટ FSSAI-ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રમાણિત પ્લાન્ટ છે. તેની બજારમાં હાજરી પણ સારી છે. કંપની B2B મોડેલમાં ગૂજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર રાજ્યોમાં વેચાણ કરે છે. કંપનીની 2025-26ની આવકની વાત કરીએ તો 79.82 ટકા આવક કંપનીઓ પોતાનો બ્રાન્ડના વેચાણ થકી કરી છે. તેમ જ 20.18 ટકા આવક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગના કામકાજ થકી કરી છે. કંપની બજારમાં સ્પર્ધાત્મક દરે પ્રોડક્ટ્સ મૂકી રહી છે. કંપનીના પ્રમોટર્સનો મેનેજમેન્ટનો અનુભવ બહોળો છે. તેથી જ સસ્તી કિંમતે પ્રોડક્ટ્સ બજારમાં મૂકી શકે છે. તેની બ્રાન્ડ જાણીતી છે. તેના પ્રોડક્ટ્સની ગુણવત્તાના ધોરણો મજબૂત છે. કંપની પાસે પ્રોડક્ટ્સના વિતરણ માટેનું વ્યાપક નેટવર્ક છે.
કંપનીનું નાણાંકીય પરફોર્મન્સ (રૂ. કરોડમાં)
| Period End | Assets | Income | PAT | EBITDA | Net Worth | Reserves | Borrowing | |||||
| Oct 2025 | 27.55 | 23.58 | 2.11 | 3.35 | 12.62 | 6.36 | 3.42 | |||||
| Mar 2025 | 21.79 | 33.92 | 2.31 | 4.06 | 10.51 | 4.25 | 4.28 | |||||
| Mar 2024 | 17.71 | 26.51 | 1.98 | 3.11 | 8.20 | 1.94 | 5.02 | |||||
| Mar 2023 | 14.83 | 19.50 | 1.24 | 2.61 | 3.82 | 1.17 | 6.70 | |||||
Period Ended | 31 Oct 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 | ||||||||
| Assets | 27.55 | 21.79 | 17.71 | 14.83 | ||||||||
| Total Income | 23.58 | 33.92 | 26.51 | 19.50 | ||||||||
| Profit After Tax | 2.11 | 2.31 | 1.98 | 1.24 | ||||||||
| EBITDA | 3.35 | 4.06 | 3.11 | 2.61 | ||||||||
| NET Worth | 12.62 | 10.51 | 8.20 | 3.82 | ||||||||
| Reserves and Surplus | 6.36 | 4.25 | 1.94 | 1.17 | ||||||||
| Total Borrowing | 3.42 | 4.28 | 5.02 | 6.70 | ||||||||
| Amount in ₹ Crore | ||||||||||||
કંપનીની આવકમાં 28%ની વૃદ્ધિ અને PATમાં 16% વૃદ્ધિ જોવા મળી છે. કંપનીની રિટર્નઓન ઇક્વિટી- ROE 24.66 ટકા છે. કંપની દ્વારા લગાડવામાં આવતી મૂડી પર સરેરાશ 23.73 ટકા વળતર છૂટી રહ્યું છે. કંપનીનો ડેટ-ઇક્વિટી રેશિયો 0.41 ટકાનો છે. કંપનીના વેરા પછીનો નફો 6.80 ટકાનો છે. કંપનીનો EBITDA Margin 11.98 ટકા છે. કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 54.18 કરોડનું છે.
IPOમાં એકત્રિત થનારા નાણાંનો ઉપયોગ
Astron Multigrain Limitedના પબ્લિક ઇશ્યૂમાં એકત્રિત થનારા નાણાંમાંથી રૂ. 4.46 કરોડનો ખર્ચ નવી મશીનરી ખરીદી માટે કેપિટલ એક્સ્પેન્ડિચર-મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે. બે, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂ.5.65 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્રીજું, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે બાકીના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે.
Astron Multigrain BSE SME IPO – સમીક્ષા
કંપની B2B માર્કેટ માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. મુખ્યત્વે Gokul Snacks Pvt Ltd. માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. પોતાની બ્રાન્ડ Astron’s Swagy Noodles હેઠળ પણ વેચાણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ આવક અને નફામાં સ્થિર વૃદ્ધિ દર્શાવી છે. કંપનીની વિગતોના જાણકાર અને વધારાના નાણાં ધરાવતા રોકાણકારો મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકે છે. Astron Multigrain Ltd. (AML) ઇન્સ્ટન્ટ નૂડલ્સનું ઉત્પાદન કરે છે. કંપની Gokul Snacks Pvt. Ltd. માટે કોન્ટ્રાક્ટ બેઝિસ પર નૂડલ્સ બનાવે છે, જેને તેઓ પોતાનાં બ્રાન્ડ હેઠળ વેચે છે. કંપની પોતાની બ્રાન્ડ “Astron’s Swagy Noodles” (Mast Masala ફ્લેવર) હેઠળ પણ વેચાણ કરે છે.
કંપની પાસે ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થા છે. તેને પરિણામે ઉત્પાદન સમય ઘટે છે. ખર્ચ નિયંત્રણ થાય છે. ગુણવત્તા પર સીધો નિયંત્રણ મળે છે. તેના પ્રોડક્ટ્સનું વેચાણ મુખ્યત્વે B2B ચેનલના માધ્યમથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહારમાં કરે છે. 31 ઓક્ટોબર 2025 સુધી કંપની પાસે 15 કર્મચારીઓ છે. કંપની તેનું પ્રથમ IPO લાવી રહી છે. કુલ 29,20,000 ઇક્વિટી શેરનો ઇશ્યૂ લાવી રહી છે. શેરદીઠ ભાવ રૂ.63 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણ કારો પાસેથી કંપનીએ કુલ રૂ. 18.40 કરોડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નાણાંકીય પરફોર્મન્સ
કંપનીના નાણાંકીય પરફોર્મન્સની વાત કરીએ તો FY2023-24ની આવક ₹19.50 કરોડ અને નફો રૂ. 1.24 કરોડનો થયો હતો. FY2023-24માં કંપનીની આવક રૂ. 26.51 કરોડની થઈ હતી અને તનો રૂપે 1.98 કરોડનો થયો હતો. આ જ રીતે નાણાંકીય 2024-25માં કુલ આવક રૂ. 33.92 કરોડનો થયો હતો. તેમ ચોખ્ખો નફો રૂ. 2.31 કરોડનો થયો હતો. 2025-26ના વર્ષના પહેલા સાત મહિનાની એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધીમાં કંપનીની કુલ આવક રૂ. 23.58 કરોડની અને નફો રૂ. 2.11 કરોડનો થયો છે. કંપનીની શેરદીઠ કમાણી-EPS સરેરાશ રૂ. 3.32 કરોડ થયું છે. તેમ જ રિટર્ન ઓન નેટવર્થ- RoNW સરેરાશ 24.45 ટકાની છે. આઈપીઓ પહેલાની કંપનીની નેટ એસેટ વેલ્યુ રૂ. 20.17ની છે. બુક વેલ્યુ રૂ. 3.12ની થશે. આઈપીઓ પછી નેટ એસેટ વેલ્યુ રૂ. 31.82ની છે. બુક વેલ્યુ રૂ. 1.98ની થશે.
2025-26ના વર્ષમાં કંપનીનો પી ઈ રેશિયો 14.89નો છે. 2024-25ની આવક પ્રમાણે કંપનીનો પી.ઈ. રેશિયો 23.51નો હતો. તેથી Astron Multigrain Ltd. IPOનો ઓફર પ્રાઈસ ફૂલ્લી પ્રાઈસ્ડ ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીના શેરની ઓફર કિંમતમાં કંપનીનું વાસ્તવિક મૂલ્ય સંપૂર્ણ પણે રિફ્લેક્ટ થાય છે. કંપનીના વેરા પછીના માર્જિન પણ સારા છે. 2022-23ના માર્જિન 6.36 ટક, 2023-24ના માર્જિન 7.66 ટકા, 2024-25ના માર્જિન 6.80 ટકા અને 2025-26ના પહેલા સાત મહિનાના માર્જિન 8.97 ટકાના છે. Astron Multigrain Ltd.ની હરીફ કંપનીઓમાં હિન્દુ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલીવર, પતંજલિ ફૂડ્સ અને મેરિકો લિમિટેડના સમાવેશ થાય છે. Astron Multigrain Ltd. B2B માર્કેટમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સનું ઉત્પાદન કરે છે અને steady financial growth દર્શાવે છે. બજારના અને કંપનીના પરફોર્મન્સના જાણકારો પાસે વધારાના ફંડ હોય તો મધ્યમ ગાળાના હોલ્ડિંગ તરીકે Astron Multigrain Ltd. IPOમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. રૂઢિચુસ્ત રોકાણકારો માટે આ ઇશ્યૂમાં રોકાણ કરવું ઉચિત જણાતું નથી. આ લખાય છે ત્યારે કંપનીના શેર્સનું ગ્રે માર્કેટમાં કોઈ જ પ્રીમિયમ બોલાઈ રહ્યું નથી. જોકે હજી ચાર દિવસની વાર છે.
31મી ઓક્ટોબર 2025ની સ્થિતિએ કંપનીમાં 15 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ મે-જૂન 2023માં શેરદીઠ રૂ. 50 લઈને શેર્સ ઇશ્યૂ કર્યા હતા. ઓક્ટોબર 2023માં કંપનીએ બે જેમ એકના પ્રમાણમાં બોનસના શેર્સ આપ્યા હતા. આઈપીઓ પછી કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂ. 6.26 કરોડથી વધીને રૂ. 8.60 કરોડની થશે. કંપનીનું ટાર્ગેટ રૂ. 54.18 કરોડના બજાર મૂડીકરણ સુધી પહોંચવાનું છે. કંપનીએ આજ સુધી તેના શેરહોલ્ડર્સને ડિવિડંડ આપ્યું જ નથી.





