રૂ. 20,000 કરોડના બેન્ક ડિફોલ્ટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાને રૂ. ૫૧૦૦ કરોડ ભરી દરેક ગુનામાંથી માફી મેળવવાની દરખાસ્ત પર સુપ્રીમ કોર્ટની મહોર

ફોરેન ક્વર્ટિબલ બોન્ડના ઇન્વેસ્ટર્સ હવે નવેસરથી કેસ કરશે
સંડેસરા બંધુઓ સામેની ઇડી અને સીબીઆઈની તપાસના કેસ પડતા મૂકાશે
જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના રુ. ૧૮૦૦૦ કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા અને તેમના ભાઈ ચેતન સાંડેસરાની રૃ. ૫૧૦૦ કરોડ ૩૦ દિવસમાં ચૂકવીને દરેક ગુનામાંથી માફી આપવાની દરખાસ્તેને આજે સુપ્રીમ કોર્ટમાં કાઉન્સિલર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ૨૧મી નવેમ્બરે લેખિત ઓર્ડર કરી પણ દીધો છે. આમ રૃા. ૧૮૦૦૦ કરોડ રૃપિયાના ડિફોલ્ટરને રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવીને તમામ ગુનામાંથી માફી મળી જશે. નીતિન સાંડેસરાએ ૧૭મી ડિસેમ્બર સુધીમાં આ રૃપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો આ ચૂકાદો રદબાતલ થઈ જાય તેવી શક્યતા છે.
જાહેર ક્ષેત્રની બેન્કોના રૃા. ૧૫૦૦૦ કરોડ અને અન્યના બાકી રૃપિયા ૩૦૦૦ કરોડમાંથી માત્ર ૫૧૦૦ કરોડ ચૂકવશે
નીતિન સાંડેસરાવતીથી કોર્ટમાં આ કેસ લડી રહેલા સિનિયર કાઉન્સિલ મુકુલ રોહતગીએ આજે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી રૃા. ૫૧૦૦ કરોડ જમા આપીને બંને ભાઈઓને તમામ ગુનાઓમાંથી મુક્તિ આપી દેવાની દરખાસ્તને સોલીસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં સ્વીકારી લીધી હતી.આ રકમ ભરવા માટે તેમને ૨૮થી ૩૦ દિવસનો સમય આપવાામાં આવ્યો છે. ૧૭મી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં આ સંપૂર્ણ રકમ જમા કરાવી દેવાનો તેમને આદેશ કરવામાં આવ્યો છે.
નીતિન સાંડેસરા આ રકમ ૧૭ ડિસેમ્બર સુધીમાં જમા ન કરાવે તો તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આજનો ઓર્ડર રદ થઈ જશે.ત્યારબાદ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરીટના ચાર્જશીટ પ્રમાણે તેમની સામે પગલાં આવશે. બેન્કમાં જમા આપવામાં ્આવનારી રકમ કોન્સોર્ટિયમની બેન્કોએ કરેલા ધિરાણ પ્રમાણે એટલે કે પ્રો રેટામાં વહેંચી લેવાની રહેશે.
આ સેટેલમેન્ટ સાથે સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, પ્રીવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ, ફ્યુજીટીવ એક્ટ, બ્લેક મની એક્ટ અને ઇન્કમટેક્સ હેઠળ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા દિપ્તી સાંડેસરા સામે કરવામાં આવેલા તમામ કેસોને લગતી કાર્યવાહી પડતી મૂકી દેવાની શરતે આ સેટલમેન્ટ કરવામાં આવ્યું ચે. નીતિન સાંડેસરાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તપાસ કરી છે. તેમણે ચાર્જસીટ પણ ફાઈલ કરી હતી. આ ચાર્જશીટ પણ પાછી ખેંચી લેવાશે.
નીતિન સાંડેસરાને લગભગ ૭૫ ટકા નાણાં માફ કરીને પૈસા ભરીને ગુનામાંથી માફી આપવાના નિર્ણયથી બેન્કરો નારજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રિમિનલ એક્ટિવિટી કરનારાઓને માફી આપવાની પ્રથા શરૃ કરવામાં આવશે તો નિરવ મોદી, જતીન મહેતા, મેહૂલ ચોકસી અને વિજય માલ્ય સહિતના તમામ ડિફોલ્ટર્સ નાની રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે. આ પ્રથા બેન્કના ભાવિ માટે જોખમી સાબિત થઈ શકે છે.
(બોક્સ)
ફોરેન બોન્ડના ઇન્વેસ્ટર્સ કેસમાંથી હટી ગયા
ફોરેન કન્વર્ટિબલ બોન્ડમાં રોકાણ કરનારાઓ નીતિન સાંડેસરા સામેના આજના કેસમાંથી આજે સવારે જ છૂટા થઈ ગયા હતા. તેમણે તેમના રૃા. ૬૦૦ કરોડ અને વ્યાજ મળીને રૃા. ૧૮૦૦ કરોડના લેણે માળવવા માટે અલગથી કેસ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે રૃા.૨૦૦૦૦ કરોડને બદલે રૃા. ૧૮૦૦૦ કરોડના બાકી લેણાનો કેસ સેટલ થયો છે. આ બોન્ડમાં ગલ્ફ કન્ટ્રી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘના દેશના ઇન્વેસ્ટર્સે તેમના નાણાંનું રોકાણ કર્યું હતં. તેઓ પણ તેના નાણાં પરત તેમને મળી જાય તેના પ્રયાસ કરી રહ્યા છે.




