સુરતમાં મોર્નિંગ વોક પર જતા લોકો ઝેરી હવા ભરી રહ્યા છે ફેફસામાં, એર ક્વોલીટી ઇન્ડેક્સના ચોકાવનારા આંકડા
હાલમાં દિલ્હી સહિત દેશના અન્ય શહેરોની એર ક્વોલિટીને લઈ ભારે હોબાળો મચી રહ્યો છે. ત્યારે સુરતની એર ક્વોલિટીનાં આંકડા પણ ચોંકાવનારા પુરવાર થઈ રહ્યા છે. સુરતમાં વહેલી સવારે એર ક્વોલિટી અત્યંત ચિંતાજનક અને ગંભીર બની રહી હોવાનું આંકડા જોતાં લાગી રહ્યું છે.
સુરતામં મોર્નિંગ વોક દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે વોક કરતા લોકો ફેફસામાં ઝેરી અને પ્રદુષિત હવા આરોગી રહ્યા હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. સુરતનો એર ક્વોલિટિ ઇન્ડેક્સ 317 પર પહોંચ્યો ગયો છે. આના પરથી એવું લાગે છે કેસુરતમાં માસ્ક પહેરવું અનિવાર્ય બની રહ્યું છે. સવારે પીક અવર્સમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ જોવા મળી રહી છે.
27 નવેમ્બરના રોજ દર કલાક પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સના નોંધાયેલા આંકડા
સવારે 8:00 વાગે 295
સવારે 9:00 વાગ્યે 305
સવારે 10 વાગ્યે 312
સવારે 11 વાગ્યે. 317
સવારે 12 વાગ્યે. 313
બપોરે 01:00 વાગ્યે 305
બપોરે 2:00 વાગ્યે 298
બપોરે 3:00 વાગ્યે 287
બપોરે 4:00 વાગ્યે 277
સાંજે 5:00 વાગ્યે 269
સાંજે 6:00 વાગ્યે 266
સાંજે 07:00 વાગ્યે 266
રાત્રે 08:00 વાગ્યે 266
રાત્રે 09:00 વાગ્યે 256
સુરતમાં વહેલી સવારે જ એર ક્વોલિટીનો ઇન્ડેક્સ સૌથી ઊંચો ગયો છે.સવારે 11:00 વાગ્યા સુધીમાં સવારની ગુણવત્તા સૌથી વધુ ખરાબ જણાઈ આવી રહી છે. સવારની પહોરમાં લોકો ઘરેથી નીકળી ઓફિસ જવા માટે જાય છે, તે સમયે જ વાહન ચાલકો માટે માસ્ક પહેરવું અનિવાર્ય બની રહ્યું છે,એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોકાવનારા આંકડા બહાર આવતા જીપીસીબીના અધિકારીઓ થયા દોડતા થઈ ગયા છે.
ઔદ્યોગિક એકમો જોડે બેઠક ક રવામાં આવી રહી છે. સેલ્ફ મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે અને ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમો રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કાર્યરત રાખવા આદેશ આપવામાં આવ્યો છે.




