• 1 December, 2025 - 11:35 AM

વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવાની ફરજ પાડવા માટે 25000 કરદાતાઓની યાદી તૈયાર

આવકવેરા વર્ષ 2025-26 માટે ITR ભરવાની નિર્ધારિત તારીખ પહેલાં જ આવકવેરા વિભાગ પ્રથમ તબક્કામાં લગભગ 25,000 હાઇ-રિસ્ક કેસોને વિદેશી સંપત્તિ જાહેર કરવા ફરજ પાડવાની તૈયારી કરી દીધી છે. વિદેશી સંપત્તિની ખરીદી કરી હોય અને તેને જાહેર ન કરવામાં આવી હોય તેવા કરદાતાઓને રૂ. 10 લાખ સુધીનો દંડ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની રકમ ઉપર ટેક્સ અને વ્યાજ વસૂલવામાં આવશે. આમ કરદાતાઓ વિદેશી રોકાણ છુપાવીનો મોટી નાણાંકીય નુકસાની વેઠવાની આવી શકે છે.

કેલેન્ડર વર્ષ 2024માં અન્ય દેશો સાથેની Automatic Exchange of Information (AEOI)માં માહિતી મળી છે. આ માહિતીનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે વિદેશમાં રોકાણ કરીને જાહેર ન કરનારાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. આ તમામ કેસોને હાઇ-રિસ્ક કેસોને કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ કેટેગરીમાં કરદાતાનું વિદેશી સંપત્તિમાં રોકાણ દેખાય છે, પરંતુ AY-2025-26ના ITR-આવકવેરાના રિટર્નમાં જાહેર કરાયું નથી.

આ કરદાતાઓને 31 ડિસેમ્બર સુધી તેમના રિટર્નમાં સુધારો કરી દેવાની તક આપવામાં આવી છે. છતાં તેમના રિટર્ન સુધારવામાં ન આવે તો ડિસેમ્બર મધ્યથી બીજા તબક્કામાં તેને માટેના પ્રચારને વધુ વિસ્તૃત કરવામાં આવશે. સીબીડીટીના ધ્યાનમાં આવી ગયું છે કે મોટાં કોર્પોરેટ્સનાં ઘણાં કર્મચારીઓ, જેઓ પાસે વિદેશી સંપત્તિ છે પરંતુ તેમણે આવક જાહેર નથી કરી, તેથી તેમના નામની યાદી તૈયાર કરવામાં આવી છે.

બ્લેક મની એક્ટ હેઠળ તેમને દંડ થઈ શકે છે. સ્થાવર મિલકત સિવાયની વિદેશી સંપત્તિની કુલ કિંમત રૂ. 20 લાખથી વધારે હોય અને તેને જાહેર ન કરવામાં આવે તે કરદાતાને રૂ. 10 લાખનો દંડ કરવામાં આવશે. તદુપરાંત ઇન્વેસ્ટમેન્ટની રકમ પર 30 ટકા ટેક્સ અને ટેક્સ ઉપરાં 300 ટકા સુધીનું દંડાત્મક વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે.

ગયા વરસે આ કેટેગરીમાં મૂકેલા કરદાતાઓમાંથી 24,600થી વધુ કરદાતાઓએ તેમના રિટર્ન સુધારી લીધા હતા. તેમણે રૂ. 29,000 કરોડથી વધુ વિદેશી સંપત્તિ જાહેર કરી હતી. તેમ જ અંદાજે રૂ. 1,100 કરોડ વિદેશી આવક જાહેર કરી હતા.  ગયા વરસે અંદાજે રૂ. 1,080 કેસોનું મૂલ્યાંકન કર્યું હતા. તેમની પાસેથી અંદાજ રૂ. 40,000 કરોડની ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી.

કોણ જાહેર કરવું ફરજિયાત છે?

ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિએ—even જો તેની આવક ટેક્સેબલ લિમિટથી નીચે હોય—
જો તેની પાસે વિદેશી આવક અથવા વિદેશી સંપત્તિ હોય તો તેને ITR માં જાહેર કરવું ફરજિયાત છે. ફોરેન ડિપોઝિટરી એકાઉન્ટમાંના નાણાં, કસ્ટોડિયલ એકાઉન્ટમાંના નાણાં, વાર્ષિક આવક મેળવવા માટેના કરારો, રોકડ મૂલ્યના વીમાઓ, સહી કરવાની સત્તા ધરાવતું કોઈપણ વિડીયો એકાઉન્ટ(Foreign Depository Account, Custodial Account, Cash Value Insurance,Annuity Contract, Signing authority video account)ની મિલકતો પર નજર રાખવામાં આવી છે.

તદુપરાંત વિદેશી ટ્રસ્ટમાં Trustee/Beneficiary/Settlor તરીકેનું હિત ધરાવતા કરદાતાઓ, Foreign Bank Account-વિદેશી બેન્કમાં ખાતું ધરાવનારાઓ, વિદેશની કંપનીઓના Foreign Equity અને Debt Interestની આવકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ વિદેશી એન્ટિટી કે બિઝનેસમાં નાણા હિત ધરાવનારા કરદાતાઓને સમાવી લવામાં આવ્યા છે.

કરદાતાઓએ આટલું જાહેર કરવું પડશે

  • વિદેશથી મળતી સેલેરી
  • હાઉસ પ્રોપર્ટી આવક
  • બિઝનેસ/પ્રોફેશનલ આવક
  • શોર્ટ ટર્મ/લૉંગ ટર્મ કેપિટલ ગેઇન્સ
  • વ્યાજ, ડિવિડન્ડ, રોયલ્ટી- બિઝનેસનો ભાગ ન હોય તો
  • ટેકનિકલ સર્વિસ ફી-બિઝનેસનો ભાગ ન હોય તો
  • Gross proceeds, Redemption અને અન્ય આવક

 

Read Previous

ઇન્વેસ્ટર્સે Aequsના IPOમાં રોકાણ કરવું જોઈએ ખરું?

Read Next

Lupin કંપનીના કેન્સરની સારવાર માટેના ઇન્જેક્શનને USFDA મંજૂરી મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular