શું ખાંસીની દવા બાળકો માટે અસલામત છે? આટલું વાંચો
ખાંસીની દવા લેનારા 21 બાળકોના મોત થયા હોવાની રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બનેલી ઘટનાએ સમગ્ર ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાતના અમદાવાદ જિલ્લાની એક કંપની રેડનેક્સ ફાર્માસ્યૂટિકલ પ્રાઈવેટ લિમિટેડ (Rednex pharmaceuticals private Limited)ની રેસ્પિફ્રેશ ખાંસીની સિરપ અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં આવેલી શેપ ફાર્મા પ્રા. લિ.ની (Shape pharma private Limited)રિલાઇફ કફ સિરપ પર ગુજરાત સરકારે પ્રતિબંધ પણ મૂકી દીધો છે. (contaminated cough syrups)
હવે સવાલ એ થાય છે કે શું ખાંસીની દવાઓ બાળકો માટે સલામત છે ખરી? મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 14થી વધુ બાળકોના મૃત્યુ બાદ, કેન્દ્ર અને રાજ્યની રેગ્યુલેટરી એજન્સીઓએ જણાવ્યું છે કે મધ્ય પ્રદેશમાંથી લેવામાં આવેલા કેટલાક નમૂનાઓમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) નામનો ઝેરી પદાર્થ મળ્યો નથી. પરંતુ ત્યારબાદ તમિલનાડુની ડ્રગ્સ ઓથોરિટીએ તપાસ કરી અને જાણવા મળ્યું કે શ્રેસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી અને મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવેલી કફ સિરપમાં પરવાનગીપાત્ર સ્તર કરતાં વધુ DEG નામનો ઝેરી પદાર્થ મોજૂદ છે.
રાજસ્થાનમાં પણ, શરૂઆતની રિપોર્ટ્સે મૃત્યુનું કારણ જયપુર સ્થિત કેસન્સ ફાર્માની ખાંસીની દવા હોઈ શકે છે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે ડેક્સટ્રોમેથોરફાન ધરાવતી તમામ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટના બન્યા પછી બંને ફાર્મા કંપનીઓએ કોઈ જ નિવેદન આપ્યું નથી.
હવે જાણીએ કે DEG શું છે?
ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલ (EG) એવા ઝેરી પદાર્થો છે જે ઉદ્યોગોમાં સોલ્વન્ટ અને એન્ટિફ્રીઝ તરીકે વપરાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ, નાનાં પ્રમાણમાં પણ આ પદાર્થો શરીરમાં પ્રવેશે તો ઘાતક સાબિત થઈ શકે છે, તેમાંય ખાસ કરીને બાળકો માટે. દવાઓમાં DEG/EG શોધવા માટે ગૅસ ક્રોમેટોગ્રાફી નામની વિશ્લેષણાત્મક પદ્ધતિ સૌથી અસરકારક માનવામાં આવે છે.
ખાંસીની દવાઓમાં આ ઝેરી પદાર્થ કેવી રીતે પહોંચી શકે?
દવા બનાવતી કંપનીઓ તેમની દવાઓમાં “એક્સિપિયન્ટ્સ” (નિષ્ક્રિય પદાર્થો(inactive substances)નો પણ ઉપયોગ કરે છે, જેમાં પ્રોપિલિન ગ્લાયકોલ(pharma-grade propylene glycol ) એક સામાન્ય ઘટક છે. આ પદાર્થ દવાઓ અને કોસ્મેટિક્સ-સૌદર્ય પ્રસાધનો બનાવવા માટે પણ (Cosmetic and Medicine preparation)માં વપરાય છે. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે પ્રોપિલિન ગ્લાયકોલ માત્ર વિશ્વસનીય સપ્લાયર પાસેથી લેવો જોઈએ(Buy propylene glycol from only reliable-authentic sources) અને તેમાં DEG જેવી અશુદ્ધિઓની ચકાસણી કરવી જરૂરી છે. અંતિમ દવા તૈયાર થયા પછી, તેની ફરીથી ચકાસણી ઉત્પાદક કંપનીઓ પોતાની લેબમાં જ કરે છે. કેટલીક કંપનીઓ બહારની લેબોરેટરીમાં તેન ચકાસણી કરાવતી હોય છે. આ ચકાસણી કર્યા પછીના તમામ રિપોર્ટ્સ પોતાના રાજ્યની નિયમનકારી એજન્સી(Regulatory agency)ને આપવામાં આવે છે. રેગ્યુલેટરી ઓથોરિટી પણ કફ સિરપ બનાવનારી કંપનીએ તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે છે. તેમ જ રેગ્યુલેટરી ઓથોરિટી ફેક્ટરી કે માર્કેટમાંથી નમૂનાઓ લઈ રૅન્ડમ ચેક પણ કરે છે.(Random checking by regulatory authority).
મધ્ય પ્રદેશના કેસમાં રિપોર્ટ મુજબ, DEGનું પ્રમાણ 46 ટકા (DEG level found 46 percent instead of 0.1 percent)કરતાં વધુ હતું (જ્યારે તે 0.1 ટકાથી ઓછું હોવું જોઈએ. જો આ સાચું છે તો ગુણવત્તા ચકાસણીના તમામ સ્તરે ગંભીર બેદરકારી બતાવે છે. આ બતાવે છે કે દવા બનાવનારી કંપનીઓ અને રેગ્યુલેટરી ઓથોરિટી પણ દવાનો બેચ તૈયાર થયા પછી માર્કેટમાં મૂકતા પહેલા તેની ચકાસણી કરવામાં બેદરકાર રહી છે. રેગ્યુલેટરી ઓથોરીટીની ચકાસણી પછી જ તે દવા બજારમાં મૂકવામાં આવે છે તેથી રેગ્યુલેટરી ઓથોરિટી પણ બેદરકાર હોવાનું કહી શકાય છે.
શું આ પહેલીવાર છે કે ભારતમાં બનાવેલી ખાંસીની દવા વિવાદમાં આવી?
ના. વર્ષ 2022માં, ગેમ્બિયામાં બાળકોના મૃત્યુનું કારણ પણ ભારતમાં બનાવેલી ખાંસીની દવા હોવાની શક્યતા સામે આવી હતી. આ પ્રકારની ઘટનાઓ ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં પણ નોંધાઈ હતી. ત્યારબાદ જ ભારત સરકારે નિકાસ કરતા પહેલાં દરેક ખાંસીની દવા લેબ ટેસ્ટિંગ ફરજિયાત બનાવ્યું છે. લગભગ 39 વર્ષ પહેલા મુંબઈમાં DEG કારણે 14 લોકોનાં મૃત્યુ થયા હતા. જેના પગલે બનેલી લેન્ટિન કમિશન રિપોર્ટએ આરોગ્ય પ્રશાસન, ભ્રષ્ટાચાર અને નિયમનકારી નિષ્ફળતાઓ પર કડક આંગળી ઊંચી હતી.
તો શું ખાંસીની દવાઓ બાળકો માટે અસુરક્ષિત(is cough syrup unsafe) છે?
બાળરોગ નિષ્ણાતો સલાહ આપે છે કે બે વર્ષથી ઓછા ઉંમરના બાળકોને ખાંસીની દવા આપવી ન જોઈએ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(Indian Medical association) કહે છે કે મોટાભાગના કેસમાં ખાંસી કે ઠંડી આપોઆપ ઠીક થઈ જાય છે. જો દવા આપવાની જરૂર પડે તો તે માત્ર ડૉક્ટરની તપાસ અને સલાહ મુજબ જ (Do not give cough syrup without consulting doctor) આપવી જોઈએ. જો તમને ખાંસીની દવા લેવી જ પડે તેમ હોય તો તેવા સંજોગોમાં દવા ડૉક્ટરની સલાહ લઈને પછી જ દવા લો. ખાંસીની દવા બનાવનાર કંપની પ્રતિષ્ઠિત કે વિશ્વસનીય હોવી જોઈએ. રજિસ્ટર્ડ કેમિસ્ટ(Buy from registered chemist only) પાસેથી જ ખાંસીની દવા કે કફ સિરપ ખરીદો. ખાંસીની દવા ખરીદીને તેનું બિલ(Always buy medicine with bill) લેવાનું ચૂકતા નહિ. તેને માટે પાંચ રૂપિયા વધારે આપવા પડે તેમ હોય તો પણ તે ચૂકવીને તમારા પોતાના બાળકોના જીવનની સલામતી માટે બિલ લો.