• 9 October, 2025 - 12:59 AM

Income tax: આકારણીમાં ભૂલ થતાં ટેક્સ ડિમાન્ડની નોટિસો આપી

3મી ડિસેમ્બર સુધીમાં વેરાની રકમ જમા કરાવે તો વ્યાજ માફી આપવામાં આવશે

અમદાવાદ: આવકવેરાના(Income tax) રિટર્નને પ્રોસેસ કરતી વખતે સ્પેશિયલ રેટ હેઠળની આવકમાં ભૂલમાં કલમ 87-એ હેઠળનું રીબેટ(Rebate given by mistake) આપી દેવાના કિસ્સામાં ઊભી થઈ રહેલી વેરાની નવી જવાબદારી પ્રમાણેને વેરો 31મી ડિસેમ્બર 2025 સુધીમાં કરદાતા જમા કરાવી દે તો તેમની પાસેથી તેના પર કોઈ જ વ્યાજ ન વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.(assesment mistake by cpc leads to notices to taxpayers)

સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરથી ભૂલ થઈ

સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર(Mistake by CPC) દ્વારા રિટર્નના પ્રોસેસિંગ કરતી વખતે આ ભૂલ થઈ ગઈ હતી. આ ભૂલ સુધારવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પરિણામે કરદાતાઓ પાસેથી ટેક્સની રિકવરી શરૂ કરવામાં આવી છે. આ રિકવરી સાથે વિલંબિત વેરા ચૂકવણી માટે વ્યાજ પર વસૂલવામાં આવે છે. પરંતુ કરદાતા 31મી ડિસેમમ્બર 2025 પહેલા બાકી વેરો ચૂકવી આપશે તો તેમની પાસેથી વ્યાજ લેવામાં આવશે નહિ તેવી જાહેરાત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે.

સીબીડીટીએ પરિપત્ર કર્યો

સીબીડીટીએ (CBDT circular) 19મી સપ્ટેમ્બરે આ અંગે પરિપત્ર કર્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા ધારા 1961ની કલમ 115બીએસી(1એ)માં કરવામાં આવેલી જોગવાઈ કાયદાના ચેપ્ટર 12માં કરવામાં આવેલા પ્રબંધ સાથે સંકળાયેલી છે. તેથી સ્પેશિયલ રેટથી જે આવક પર ઇન્કમટેક્સ વસૂલવામાં આવે છે તેની જોગવાઈ ચેપ્ટર 12માં કરવામાં આવેલી છે. તેમાં કલમ 115બીએસી)(1એ) હેઠળ કેટલો ટેક્સ લેવો તે નક્કી કરવામાં આવે છે. ઉપરાંત કલમ 87એમાં કરવામાં આવેલી જોગવાઈ ઉપરાંત ક્લોઝ(બી)માં કરવામાં આવેલી જોગવાઈ સ્પેશિયલ રેટથી લેવાતા ટેક્સની આવકને માટે લાગુ કરવામાં આવે છે.

ભૂલથી રિબેટ આપી દેવાયું

આ સંદર્ભમાં કેટલાક રિટર્નની પ્રોસેસ કરી દેવામાં આવી છે. તેમાં ભૂલથી રિબેટ આપી દેવામાં આવ્યું છે. આ કિસ્સાઓમાં રિબેટ રદ કરવા માટે સુધારાઓ કરવા જરૂરી બન્યા છે. આ સુધારાને પરિણામે કરદાતાઓને માથે વેરાની નવી જવાબદારી ઊભી થશે.(new tax liability on tax payers) વેરા ડિમાન્ડની આ રકમ જમા કરાવવામાં વિલંબ કરનારાઓ પાસેથી કાયદાની કલમ 220(2) હેઠળ વ્યાજ વસૂલવામાં આવે છે. આ વ્યાજ ભરવું કરદાતાઓને કઠિન પડી શકે છે. કરદાતાની કઠણાઈ ઓછી કરવા માટે આ વ્યાજ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. (interest-forgone-up-to-december-2025) પરંતુ તેની સાથે એક શરત રાખવામાં આવી છે. આ શરત મુજબ કરદાતાઓ બાકી વેરાની રકમ 31મી ડિસેમ્બર 2025 સુધી ચૂકવી દેવાની રહેશે. તેનાથી વધુ વિલંવ કરશે તો તેમણે બાકી રકમ પર વ્યાજ જમા કરાવવું પડશે. જે દિવસથી વેરો બાકી હોવાનું કાઢવામાં આવ્યું હશે તે તારીખથી વેરાની રકમ ચૂકવે તે તારીખ સુધીનું વ્યાજ જમા કરાવવું પડશે.

Read Previous

ટોરેન્ટ ગ્રુપની યુએનએમ ફાઉન્ડેશને 69 તળાવોની જાળવણી માટે કરાર કર્યા

Read Next

આજે નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય? બેન્ક નિફ્ટી ફ્યુચરમાં શું કરી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular