• 9 October, 2025 - 3:33 AM

GSTના દર ઘટાડા સાથે કિંમત ઘટતા વાહનોના વેચાણમાં તગડો વધારો

  • ટ્રેક્ટર, ટુ વ્હિલર, પેસેન્જર કાર અને કોમર્શિયલ વેહિકલના વેચાણમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે
  • મારુતિ સુઝુકીએ 22 સપ્ટેમ્બર પછી માત્ર ચાર દિવસમાં જ 75,000 યુનિટ વેચ્યા, ઑગસ્ટમાં મારુતિના કુલ 35 લાખ યુનિટ વેચાયા હતા
  • ભારતમાંથી થતી પેસેન્જર વેહિકલની નિકાસમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના દરમાં ઘટાડો થતાં વાહનોની કિંમતમાં રૂ. 1થી 1.5 લાખ કે તેનાથી વધારાનો ઘટાડો થતાં મહિનાઓથી જીએસટીના નવા દર જાહેર થવાની રાહ જોઈને બેઠેલા ગ્રાહકોએ સપ્ટેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં ઓટોમોબાઈલની મજબૂત(Vehicle buying) ખરીદી કરી હોવાના નિર્દેશ મળી રહ્યા છે. માત્ર બજાજ ઓટો(Bajaj Auto)ની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં 9 ટકા અને એસ્કોર્ટ કુબોટા ટ્રેક્ટરના વેચાણમાં 48 ટકાનો કદાવર વધારો જોવા મળ્યો છે.

જીએસટીના દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા(Reduction in GST rates) તે ઉપરાંત દર વર્ષની જેમ જ નવરાત્રિ(Navratri)ના તહેવારને પરિણામે ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટી માગ જોવા મળી રહી છે. દિવાલી સુધી આ માગ(Diwali Demand) ચાલુ જ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. સરકારે આવકવેરાની સ્લેબમાં કરેલા વધારા અને રૂ. 13 લાખ સુધીની ટેક્સ ફ્રી આવકને પરિણામે કરદાતાઓના હાથમાં ખર્ચ કરવાના વધુ પૈસા હાથમાં રહેતા તેજી જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે. તેની મદદથી જ ભારત સરકારની જીએસટીની આવકમાં દર ઘટાડાને કારણે આવનારા અંદાજે રૂ. 48000 કરોડનો ઘટાડો સરભર(Recovery in GST loss) થઈ જવાની સંભાવના છે.

શ્રાદ્ધનો અંત આવતા અને નવરાત્રિનો આરંભ થતાં પહેલા નોરતેથી જ લોકોએ ખરીદીમાં ધૂમ મચાવી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે ગ્રાહકોની પૂછપરછ વધી છે. તેમ જ બુકિંગ પણ સતત વધી રહ્યા છે. વેચાણના આંકડાંઓ તેનો બોલતો પુરાવો છે. ટુ વ્હિલરના વેચાણમાં 8 ટકાના વધારા સાથે 4,30,000 ટુ વ્હિલ(Two wheelers)રનું દેશમાં વેચાણ થયું છે. તેમાં સ્વદેશના વેચાણમાં 4 ટકાનો વધારો થયો છે.(Rising sale) બીજીતરફ એક્સપોર્ટમાં પણ ઊછાળો આવ્યો છે. એક્સપોર્ટ (Export) 18 ટકાના ઊછાળા સાથે 3,25,000 યુનિટને આંબી ગયું છે.

કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 15 ટકાના ઉછાળા સાથે 79,650 યુનિટને વળોટી ગયું છે. તેમ જ એસ્કોર્ટે કુબોટા ટ્રેક્ટરના વેચાણમાં 47.6 ટકાનો ઊછાળો જોવા મળ્યો છે. ટ્રેક્ટરના  કુલ 18,267 યુનિટ વેચાયા છે. તેમાં એક્સપોર્ટનો પણ સમાવેશ થાય છે.

આશ્ચર્યજનક બાબત તો એ છે કે એસએમએલ ઇસુઝુના વેચાણમાં 10 ટકાન ઘટાડો જોવા મળ્યો છે. તેના પેસેન્જર વેહિકલનું વેચાણ 10 ટકા ઘટીને 580 યુનિટ થયું છે. તેમ જ કાર્ગો વેહિકલનું વેચાણ 9 ટકા ઘટીને 370 યુનિટ થયું છે. ઓટોમોબાઈલ સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે ઓટોમોબાઈલનું વેચાણ અત્યારે બહુ જ તન્દુરસ્ત ગતિએ વધી રહ્યું છે. ટ્રેક્ટર, ટુ વ્હિલર, પેસેન્જર કાર અને કોમર્શિયલ વેહિકલના વેચાણમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.

નુવામા રિસર્ચ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ઓટો સેક્ટરે前年ની સરખામણીમાં હેલ્ધી ગ્રોથ નોંધાવી છે. તહેવારો અને જીએસટી રાહતને કારણે ટ્રેક્ટર, ટ્વો-વ્હીલર, પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના હોલસેલમાં મજબૂત ગતિ જોવા મળી રહી છે.

 

,

Read Previous

અમદાવાદ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે-ITAT પુનરવલોકન કરવાની અરજીને કાઢી નાખી

Read Next

સુરત: 197 કરોડના સાયબર ફ્રોડ-USDT હવાલા કૌભાંડમાં મિલન દરજીના કૌટુંબિક ભાઈની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular