• 15 January, 2026 - 8:27 PM

બેન્કોમાં પાંચ દિવસનું અઠવાડિયું કરી આપવાની માગણી અંગે સરકારના મૌનના વિરોધમાં ૨૭ જાન્યુએ. બેન્ક કર્મચારીઓની  હડતાલ

 

પાંચ દિવસનું સપ્તાહ કરવાની માગણી અંગે કેન્દ્ર સરકારે દસ વર્ષથી ધારણ કરેલા મૌન સામેના વિરોધમાં  બૅન્ક કર્મચારીઓ આગામી ૨૭મી જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. પાંચ દિવસનું અઠવાડિયું કરી દેવાને મામલે બેન્કનું મેનેજમેન્ટ સહમત થઈ ગયું છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી તેને માટે લીલી ઝંડી ન મળતી હોવાના વિરોધમાં અમે હડતાલ પાડીશું. અત્યારે બેન્કમાં નાણાંકીય વહેવાર કરવા માટે આવનારા વેપાર ઉદ્યોગના ખાતેદારોની સંખ્યામાં ૭૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે. વેપાર ઉદ્યોગના ખાતાઓમાં ઓનલાઈન વહેવારો થાય છે. માત્ર સરકારની યોજનાના લાભ લેનારાઓ જ બેન્કમાં આવી રહ્યા છે. આ વર્ગના બેન્ક ખાતેદારોને નાણાંકીય વહેવારો કરતાં આવડતા જ ન હોવાથી તેમને દરેક કામ કરી આપવું પડે છે. તેથી બેન્ક કર્મચારીઓના કામકાજ વધી ગયા છે. બેન્ક કર્મચારીઓ બીજા બે શનિવારની રજા સામે રોજના 40 મિનિટ વધુ કામ કરી આપવા તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે બાકીના પાંચ દિવસ બેન્કના દરેક કર્મચારી રોજના ૪૦ મિનિટ વધુ કામ કરશે. તેથી તેમને શનિવારે કામ પર રજા આપવામાં આવશે તો બેન્કનું કામકાજ ખોરવાશે નહિ. તેને માટે બેન્ક કર્મચારીઓ તૈૈયાર છે. ડિજિટલ બેન્કિંગને કારણે બેન્કમાં આવનારા ખાતેદારોની સંખ્યામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. ડિજિટલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની સુવિધા મળતાં બેન્કમાંના ખાતામાં વહેવાર કરવા માટ ેઆવનારાઓની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ છે.

હા, તેની સામે સરકાર તરફથી ડાાયરેક્ટ બેનિફિટ મેળવનારા નાના નાના ખાતેદારો બેન્કમાં વધુ પ્રમાણમાાં આવતા થઈ ગયા છે. તેથી બેન્ક કર્મચારીઓ પર કામનો બોજ વધી રહ્યો છે. તેની સામે સ્ટાફની સંખ્યા સતત ઘટી રહી છે. નાના ખાતેદારોને બેન્કિંગની ખાસ જાણકારી હોતી જ નથી. તેથી બેન્ક કર્મચારીઓને તેમના માટે દરક કામ કરવા પડી રહ્યા છે. તેમને ઓનલાઈન બેન્કિંગ આવડતું જ નથી. તેથી બેન્ક કર્મચારીઓ ચેકની સ્લીપ ભરી આપવાથી માંડીને તેમને મશીન પર પણ પાસબુકમાં એન્ટ્રી મારી આપવાની કામગીરી કરવી પડે છે. સરકારની ૩૦ જેટલી યોજનાઓના નાણાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ તેમના ખાતામાં આવે છે. બેન્કમાં પૈસા આવ્યા પછી તેઓ તેનોતરત જ ઉપાડ કરી લે છે. તેથી બેન્કને ડીબીટીના નાણાં આવવાને પરિણામે વધુ લાભ થતો નથી. તેમના કામની જફામાં આવધારો થાય છે.

બેન્ક કર્મચારીઓને ૨૦૧૩થી મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવાર પણ રજા આપવામાં આવે છે. પરંતુ મહિનાના તમામ શનિવારોએ રજા આપવાની વાત અંગે કેન્દ્ર સરકાર કોઈ જ પગલાં લેતી નથી. તેથી બેન્ક કર્મચારીઓ અને તેમના એસોસિયેશનોની નારાજગી વધી રહી છે.

નવા લેબર કોડ સામેના વિરોધમાં ૧૨મી  ફેબુ્રઆરીઅ પણ હડતાલ 

નવા લેબર કોડ સામેના વિરોધમા ૧૨મી ફેબુઆરીએ નવા લેબર કોડના વિરોધમાં હડતાલ કરશે. શ્રમિકોના ૨૯ કાયદાઓ રદ કરીને તેની સમે બે અલગ કાયદા કેન્દ્ર સરકારે દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી પાસે રોજના ૧૨ કલાક કામ લેવાની જોગવાઈ નવા શ્રમિક કાયદામાં ઉમેર્યા હોવાથી પણ બેન્ક કર્મચારીઓ હડતાલ પાડશે. મહિલાઓને રાતપાળીમાં બોલાવવા અંગેના નિયમ સામે પણ તેમનો વિરોધ છે. માલિકોને ઇઝ ઓફ ડૂઇંગની સુવિધા આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે. તેની સામેવાર્ષિક ૩૦૦થી વધુ કર્મચારી હોય તો પણ તેને કોઈપણ સરકારી મંજૂરી વિના છૂટા કરી દેવાની જોગવાઈ સામે પણ તેઓ વિરોેધ નોંધાવી રહ્યા છે.

Read Previous

મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સરેરાશ ગ્રોથ કરતાં વધુ સારુ પરફોર્મન્સ આપતા બે શેર્સ

Read Next

ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન ગિફ્ટ સિટીમાં કોમર્શિયલ-રેસિડન્ટ પ્રોપર્ટી ડેવલપ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular