• 22 November, 2025 - 8:43 PM

હવે નિકાસ માટેની લોન પર બેન્કો ચુસ્ત નજર રાખશે

  • RBI દ્વારા નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહત પગલાં બાદ બેન્કો નિકાસ આધારિત કંપનીઓને અપાતા લોન પર વધુ કડક દેખરેખ રાખશે.

નિકાસકારોને બેન્કો છૂટ્ટે હાથે ધિરાણ આપી રહી છે. તેમાં એનપીએ-NPA થવાનું જોખમ પણ છે. આ રહ્યા તેના આંકડાં. સપ્ટેમ્બર 2025ના અંતે નિકાસ ક્ષેત્ર(Exporters)ને બેન્કો દ્વારા અપાયેલી બાકી લોન(NPA) રૂ.11,755 કરોડ થઈ ગઈ હતી. આ બાકી લોન ગત વર્ષના આ ગાળાની સરખામણીએ 3 ટકા વધી ગઈ છે.

રાહત પગલાં લાગુ થતાં જોખમમાં ફેરફાર

બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે ડિસેમ્બર 2025 પછી બેન્કોએ લોનની ગુણવત્તા (asset quality) ઉપર ખાસ નજર રાખવી પડશે. ટેરિફ વધવાથી ટેક્સટાઇલ, ગરમેન્ટ, જ્વેલરી, ઓટો-પાર્ટ્સ, લેધર આર્ટિકલ્સ જેવા નિકાસ ઉદ્યોગોને નિકાસના બજારમાં મોટો આંચકો લાગવાની શક્યતા રહેલી છે. નિકાસ માટે લોન લેનારાઓમાં મોટાભાગે MSME સેક્ટરના ઉદ્યોગો છે.

ઝટકો સહન કરવા પડે તો નબળા પડી શકે

આમેય નિકાસકારોને ડોલર પાછા લાવવા માટે 9 મહિનાથી વધારીને 15 મહિના સુધી સમય આપવામાં આવ્યો છે. પરિણામે ટૂંકા ગાળામાં ડોલરની આવક અને જાવક વચ્ચે અસંગતતા આવી શકે છે. તેથી કરન્સી ઉપર દબાણ સર્જાઈ શકે છે.

જોખમ પર નજર (Risk Watch)

રેટિંગ આપતી એજન્સીઓનું કહેવું છે કે બેન્કોએ નિકાસકારોએ કેટલો મોરેટોરિયમ અથવા ચુકવણી મુલતવી લીધો છે તેનો બારીક અભ્યાસ કરવો પડશે. મોટા પ્રમાણમાં નિકાસકારોએ રાહત પગલાંનો લાભ લીધો હોય તો બેન્કોની asset quality અંગેની અનિશ્ચિતતા વધી શકે છે. મોરેટોરિયમ સાથે આપવામાં આવેલી આવી લોન પર બેન્કોએ 5 ટકાનું પ્રોવિઝનિંગ કરવું પડે છે. આમ બેન્કે નફાની રકમમાંથી પ્રોવિઝન કરવા માટે વધુ મોટો હિસ્સો ફાળવવો પડશે. અલબત્ત નજીકના ગાળાના નફામાં મોટો અસરકારક ફેરફાર આવે તેવું લાગતું નથી.

રેટિંગ એજન્સીઓના જણાવ્યા મુજબ નિકાસકારોને જરૂર પડે તો મોરેટોરિયમ વધારી શકાય તેવી જોગવાઈ છે. છેલ્લે 2020ની સાલમાં દુનિયાભરમાં કોવિડનો પ્રભાવ વધી ગયો ત્યારે આ જોગવાઈ કરવામાં આવી હતી. “જો ટ્રેડ ડીલ પૂર્ણ થવામાં વધુ સમય લાગે અને અસર ચાલુ રહે તો મોરેટોરિયમ લંબાવી શકાય છે. એટલે લોન આપતી વખતે બેન્કો વધારે સાવચેત રહેવું પડશે. દરેક ઉદ્યોગ અને દરેક કંપનીને અલગ-અલગ આધારે મૂલ્યાંકન કરશે.

લોન સપોર્ટ અને લિક્વિડિટી

મોરેટોરિયમ અને ચુકવણી મુલતવી આપવાથી નિકાસકારોને લિક્વિડિટી મળશે. ચુકવણી મુલતવી સપ્ટેમ્બર 2026 સુધી જઈ શકે છે. માર્જિન ઘટાડવાથી નિકાસકારોને સ્ટોક અને બુક-ડેટ્સ સામે વધારાની લિક્વિડિટી મળી શકશે. નિકાસ ક્રેડિટની મર્યાદા 450 દિવસ સુધી વધારવાથી નિકાસકારોને વેપાર વિક્ષેપો વચ્ચે ટકી રહેવામાં મદદ મળશે.

આ પગલાં લેવાથી નિકાસકારોને તરત રાહત મળશે અને લિક્વિડિટી પણ મળશે. તેમ જ જયાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય અને દ્વિપક્ષીય વેપાર સમજૂતિઓ સહી ન થાય ત્યાં સુધી તેમને રાહત મળશે. બજારને આશા છે કે આ ટૂંકા ગાળા માટે ઊભો થયેલો તણાવ છે અને સરકાર તેમાં સુધારા માટે અનેક પગલાં લઈ રહી છે.

 

Read Previous

સીજીએસટીના અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ, તપાસની મંજૂરી પર દરોડાની કાર્યવાહી

Read Next

બે દિવસમાં જેપી પાવરના શેરમાં 27%નો ઉછાળો, અદાણી ગ્રુપ સાથેના સોદાની અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular