• 22 November, 2025 - 8:08 PM

2026ના કેલેન્ડર વર્ષ માટેનો બિગ વ્હેલ આશિષ કચોલિયાનો ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન તૈયાર

વી-મર્ક ઇન્ડિયા અને જૈન રિસોર્સ રિસાઈક્લિંગ લિમિટેડના શેર્સને રોકાણકારો તેમના  પોર્ટફોલિયોમાં સ્થાન આપી શકે

શેરબજારમાં ‘બિગ વ્હેલ’ તરીકે ઓળખાતા આશિષ કચોલિયા 2026 માટેના પોતાના દાવ પહેલેથી જ લગાવી ચૂક્યા હોવાનું જણાય છે. આશિષ કચોલિયાએ 2025 દરમિયાન ખરીદેલા બે ઓછા જાણીતા શેર હવે ઈન્વેસ્ટર્સનું ધ્યાન ખેંચી રહ્યા છે. એક શેર ઑક્ટોબર 2025માં લિસ્ટ થયા બાદ એક મહિનામાં જ 40 ટકાથી વધુનો વધારો દર્શાવી ચૂક્યો છે જ્યારે બીજો ગયા એક વર્ષમાં 86 વધ્યો છે.
આ સ્ટોક્સ 2026માં વધુ મજબૂત બનશે?

હવે 2025 સમાપ્તિ તરફ છે. સમજદાર ઈન્વેસ્ટર્સ હવે 2026 માટે વોચલિસ્ટમાં મૂકવા લાયક શેર શોધી રહ્યા છે. એ માટે ભારતના ટોચના ઈન્વેસ્ટર્સના પોર્ટફોલિયો ધ્યાનથી જોવાનો સારો રસ્તો છે. આશિષ કચોલિયા ટોચના ઇન્વેસ્ટર્સ છે. તેમનો પોર્ટફોલિયો કદાવર છે. બજારના ‘Big Whale’ તરીકે આશિષ કચોલિયાને ઓળખવામાં આવે છે. હાલમાં તેમના પોર્ટફોલિયોમાં લગભગ 48 સ્ટોક્સ છે. આ 48 સ્ટોક્સની કુલ કિંમત લગભગ રૂ. 2,875 કરોડ છે. 2025માં તેમણે કરેલી બે ખરીદીઓ પહેલેથી જ પ્રભાવ બતાવી રહી છે.

એક શેર ઑક્ટોબર 2025માં લિસ્ટ થયો અને તરત જ 40 ટકા વધી ગયો હતો. બીજો શેર રોકાણકારોને  આખા વર્ષમાં 86 ટકા રિટર્ન આપી ચૂક્યો છે.હવે જોઈએ કે આ બે “અન્ડરડૉગ” કંપનીઓની પાછળની હકીકત શું છે.

 V-Marc India: ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ પર મજબૂત ખેલાડી

2014માં સ્થાપવામાં આવેલી V-Marc India Ltd PVC insulated વાયર અને કેબલ બનાવે છે. આજે તેનું માર્કેટ કેપ રૂ.1,819 કરોડ છે. કંપની મલ્ટીકોર વાયર અને કેબલ બનાવે છે. કોપર તથા એલ્યુમિનિયમ કંડક્ટર સાથે અને FR, HRFR, FRLS, HFFR જેવા વિવિધ સેફ્ટી સ્ટાન્ડર્ડ ધરાવતા વાયર બનાવે છે. આ કંપનીમાં આશિષ કચોલિયાનો હિસ્સો કેટલો છે તેની વાત કરીએ તો March 2025 સુધીમાં 2.04 ટકા અને September 2025માં તે વધીને 2.7 ટકા થઈ ગયું છે.

કંપનીનું નાણાકીય પરફોર્મન્સ

કંપનીનું વેચાણ સતત વધી રહ્યું છે. 2020ની સાલમાં કંપનીનું કુલ વેચાણ રૂ. 170 કરોડનું હતું તે આજે વધીને રૂ. 862 કરોડ થઈ ગયું છે. આમ તેનો સીએજીઆર 2025 સુધી સરેરાશ  39 ટકાના દરે વધ્યો છે. પહેલી એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 30, 2025ના અંત સુધીમાં કંપનીનું ટર્નઓવર વધીને રૂ. 692 કરોડ થઈ ગયું છે. કંપનીનો EBITDA: રૂ. 14 કરોડથી વધીને પાંચ વર્ષમાં વધીને રૂ. 98 કરોડ થયો છે. પાંચ વર્ષમાં તેમાં સરેરાશ 48 CAGR-સર્વગ્રાહી વિકાસ દરથી વધારો થયો છે. એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025ના છ માસિક ગાળામાં કંપનીની આવક રૂ. 78 કરોડ થઈ છે. તેમા તેનો ચોખ્ખો નફો-Net Profit રૂ.5 કરોડથી વધીને રૂ.36 કરોડ થયો છે. તેનો સર્વગ્રાહી વિકાસ દર-CAGR 49 ટકા થયો છે.

કંપનીના શેરના ભાવમાં પણ જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં કદાવર વધારો થયો છે. જાન્યુઆરીમાં રૂ. 400ની ભાવ સપાટીએ વેચાતા શેરનો ભાવ નવેમ્બર 2025માં વધીને રૂ. 745 થઈ ગયો છે. આમ તેમાં રોકાણ કરનારને 86 ટકાનું રિટર્ન-વળતર 2025ની સાલના 11 માસમાં જ મળી ગયું છે.

કંપનીના ROCE-રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડની વાત કરવામાં આવે તો વી-મર્કનો 27 ટકાનો રહ્યો છે. તેની સામે વી-મર્કના ઇન્ડસ્ટ્રીઝનો આરઓસીઈ 20 ટકા રહ્યો છે. શેરનો પ્રાઈસ અર્નિક રેશિયો 30 ગણો રહ્યો છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો પીઈ રેશિયો 22 ગણો રહ્યો છે. આમ કંપનીનો પીઈ રેશિયો ખાસ્સો ઊંચો રહ્યો છે. તેથી જ રોકાણકારો આ કંપનીના શેર્સમાં પ્રીમિયમ આપવા તૈયાર થઈ ગયા છે.

Jain Resource Recycling Ltd

2022માં સ્થાપવામાં આવેલી કંપની non-ferrous metal recycling-બિનલોહ ધાતું એટલે કે lead-લેડ, તાંબું-copper અને એલ્યુમિનિયમ aluminiumના બિઝનેસમાં સક્રિય છે. કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 15,506 કરોડનું છે. તેની lead ingots LME-લંડન મેટલ એક્સચેન્જમાં રજિસ્ટર-registered હોવાથી global standards-વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણેની ધાતુ તૈયાર કરે છે.

જૈન રિસોર્સ રિસાઈક્લિંગ લિમિટેડ કંપનીમાં આશિષ કચોલિયાએ September 2025માં 1.13% હિસ્સો ખરીદ્યો હતો. 2021-22માં કંપનીનું વેચાણ રૂ. 236 કરોડ હતું તે 2024-25માં વધીને રૂ. 6,143 કરોડ થઈ ગયું છે. આમ તેના વચાણમાં ત્રણ જ વર્ષમાં 196 ટકાના CAGR- સર્વગ્રાહી વિકાસ દરથી વધારો થયેલો જોવા મળ્યો છે. એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025માં કંપનીનું ટર્નઓવર રૂ. 3525 કરોડનું રહ્યું છે. કંપનીનો EBITDA 2022માં રૂ.35 કરોડથી વધીને 2025 સુધીમાં રૂ.345 કરોડ થયો છે. તેનો સર્વગ્રાહી વિકાસ દર 11.5 ટકાનો રહ્યો છે. આ ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 28 કરોડથી વધીને રૂ. 211 કરોડ થયો છે. ચોખ્ખા નફાનો સર્વગ્રાહી વિકાસ દર રૂ. 244 કરોડ થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2025ના ગાળામાં તેનો ચોખ્ખો નફો રૂ. 158 કરોડનો થયો છે. આ ગાળામાં કંપનીના શેરના ભાવમાં પણ તગડો વધારો થયો છે. ઓક્ટોબર 2025માં રૂ. 315ના ભાવે લિસ્ટ થયેલા શેરનો નવેમ્બર 2025માં ભાવ રૂ.447 બોલાઈ રહ્યો છે. બે જ મહિનામાં તેમાં 40ટકાનું તગડું વળતર છૂટ્યું છે. Jain Resourceનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 27 ટકાનો છે. તેની સામે તે જે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે તેનો આરઓસીઈ-રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 17 ટકાનો છે. કંપનીના શેરનો પ્રાઈસ અર્નિગ રેશિયો 61 ગણો છે. તેની સામે ઇન્ડસ્ટ્રીનો પીઈ રેશિયો 45 ગણો છે.

બંને કંપનીના શેર 2026 Watchlistના મજબૂત ઉમેદવાર

બંને કંપનીઓનો વેચાણનો વધારો-સેલ્સ ગ્રોથ મજબૂત છે. બંને કંપનીઓનો ROCE- રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ મજબૂત છે. બંને કંપનીઓનું વેલ્યૂએશન પ્રીમિયમ છે. બંને કંપનીઓનો આશિષ કચોલિયાનું મજબૂત backing-ટેકો કે સમર્થન છે. આ કંપનીઓ અનુક્રમે 40 ટકા અને 86 ટકા રિટર્ન પહેલા જ આપી ચૂકી છે. છતાં દરેક રોકાણકારોએ સમજી લેવું જોઈએ કે past performance future returnsની ગેરંટી આપતું નથી જ નથી. પરિણામે રોકાણકારોએ સમજી વિચારીને તેમાં રોકાણ કરવાનું આયોજન કરવું જોઈએ. આ લેખના માધ્યમથી શેર્સમાં રોકાણ કરવાની ભલામણ કરવામાં આવી નથી. તેના અત્યાર સુધીના પરફોર્મન્સ અને સ્ટોક માર્કેટના મોટા ખેલાડીની વાત જ કરવામાં આવી છે.

Read Previous

ઇન્ડિયાબુલ્સ કેસમાં સીબીઆઈના “મૈત્રીપૂર્ણ” વ્યવહારથી સુપ્રીમ કોર્ટ સન્ન ! હવે SIT કરી શકે છે તપાસ 

Read Next

ટામેટાં સહિત શાકભાજીના ભાવ કાબૂ બહાર, 15 દિવસમાં 50 ટકા વધી ગયા, બેકાબૂ થયેલા ભાવોનું આ છે કારણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular