• 9 October, 2025 - 3:18 AM

BIS સર્ટિફિકેશન મેળવવા શું કરશો? તેનાથી શું ફાયદા થાય?

અગાઉ ચીનથી મોટા પ્રમાણમાં સબસ્ટાન્ડર્ડ પ્લાસ્ટિકથી બનેલા રમકડા ભારતમાં ઠલવાતા હતા. ભારતમાં બનેલા રમકડાં જ નહિ, વિદેશથી આયાત થતા રમકડા પણ ઉચ્ચતમ ગુણવત્તાના હોય અને બાળકોને હાનિ ન કરે તે માટે સરકારે 1 જાન્યુઆરીથી આયાત કરેલા રમકડા માટે સર્ટિફિકેશન ફરજિયાત બનાવી દીધું છે. AHBO-IIના હેડ સુમિત સેંગર જણાવે છે, “BISના અધિકારીઓ વિદેશમાં પણ મેનુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લઈને, પ્રોડક્ટની ગુણવત્તા ચકાસીને જ સર્ટિફિકેટ આપે છે.” તેમાં ખાસ કરીને જોવાય છે કે રમકડા બનાવવામાં વપરાયેલું મટિરિયલ બાળક મોંમાં નાંખે તો તેમાંથી કોઈ ઝેરી દ્રવ્યો તો બાળકના શરીરમાં નથી જતા ને. આ ઉપરાંત બાળકને તેનાથી સ્કિન ઈરિટેશન ન થાય, રમકડામાં કોઈ એવી ધાર ન હોય જે બાળકને વાગી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ ટોય્ઝમાં બેટરીની ગુણવત્તા ચકાસવામાં આવે છે જેથી બાળક રમતું હોય ત્યારે બેટરી ફાટવાનો ડર ન રહે.

Read Previous

શું ભવિષ્યમાં મશીન માનવને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકશે? જોબ માર્કેટમાં ચર્ચાતો સવાલ

Read Next

મ્યુચ્યુઅલ ફંડમાં બોનસ, ડિવિડંડ સ્ટ્રીપિંગની યુક્તિને અસરહીન બનાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular