કંપનીના ડિરેક્ટર્સ હવે ત્રણ વર્ષે કે.વાય.સી.ની વિગતો આપવી પડશે

૩૧ માર્ચ ૨૦૨૬થી એક વર્ષને કેવાયસી આપવાનો નિયમ રદ: નવો નિયમ ૩૧ માર્ચ ૨૦૨૬ પછી નવો નિયમ લાગુ પડશે
કંપનીના ડિરેક્ટર્સના કેવાયસી-ઓળખના પુરાવાઓ આપવાની સમય મર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરી દેવાનો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે નિર્ણય લીધો છે. કંપનીઝ એક્ટ ૨૦૧૩ની જોગવાઈ હેઠળના તમામ ડિરેક્ટર્સને આ નવો નિયમ લાગુ પડશે. ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર ધરાવતા દરેક ડિરેક્ટર્સને પણ આ નવી જોગવાઈ લાગુ પડશે.
ડિરેક્ટરની અંગત માહિતી ફેરફાર થાય તેના ૩૦ જ દિવસની અંદર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને તત્કાળ કરી દેવાની રહેશે
કેન્દ્ર સરકારે બહાર પાડેલા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ૩૧મી માર્ચ ૨૦૨૬થી આ નવી જોગવાઈ અમલમાં આવી જશે. નોટિફિકેશનમાં નિયમ નંબર ૧૨-એમાં મહત્વનો ફેરફાર કરીને ડિરેક્ટર્સ માટે કેવાયસી ફાઈલ કરવાની સમય મર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. પહેલા દર વર્ષે કંપનીના ડિરેક્ટર્સે તેમના કેવાયસી આપવા પડતા હતા. હવે ત્રણ વરસે એકવાર તેમના કેવાયસી આપવા પડશે. ત્રણ વર્ષને અંતે ૩૦મી જૂન સુધીમાં બોર્ડના દરેક ડિરેક્ટર્સના કેવાયસી આપવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે કોમ્પ્લાયન્સ કરવા માટેના સમયની મર્યાદા બે વર્ષ લંબાવી દેવામાં આવી છે. અત્યાર સુધી કંપનીના દરેક ડિરેક્ટરે દર વર્ષે સપ્ટેમ્બર માસના અંત પહેલા તેમના કેવાયસી આપી દેવાનો નિયમ હતો. હવે ત્રણ વર્ષ બાદ આ કાર્યવાહી કરવી પડશે.
જોકે વર્ષ દરમિયાન અન્ય કોઈ ફેરફાર થયો હશે તો તેની જાણકારી તો આપવી જ પડશે. ડિરેક્ટર્સના સંદર્ભમાં વચગાળામાં કોઈપણ ફેરફાર આવ્યો હોય તો તેની જાણ ૩૦ દિવસની અંદર કરી દેવાનો નિયમ કરવામાં આવ્યો છે. ડિરેક્ટરના મોબાઈલ નંબરમાં, ઈ-મેઈલ એડ્રેસમાં, તેમના ઘરના કે ઓફિસના સરનામામાં કે પછી કાયમી કે વર્તમાન રહેઠાણના સરનામામાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા તો ડિન નંબર રિવાઈઝ કરાવવામાં આવ્યો હોય તો તેની જાણકારી આપી દેવી ફરજિયાત કરવામાં આવી છે.
મોબાઈલ કેવાયસીની પ્રક્રિયા દરમિયાન નંબર, અથવા તો ઈ-મેઈલ એડ્રેસ કે પછી રહેઠાણના સરનામામાં ફેરફાર કરવા માટે કેવાયસી આપના આવ્યા હોય તેવા કિસ્સામાં જ કેવાયસી ફાઈલ કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રોફેશનલના માધ્યમથી ડિજિટલ સિગ્નેચરના માધ્યમથી તે દસ્તાવેજને પ્રમાણિત કરી શકશે.
કંપનીઝ એક્ટ ૨૦૧૩ના કાયદાના પાલન માટે ૨૦૧૪માં બહાર પાડવામાં આવેલા દરેક નિયમો લાગુ કરવામાં આવશે. આ પ્રકારની જાણકારી ઓનલાઈન આપવા માટે કરદાતાએ આપવાપાત્ર નોંધણી ફી પણ જમા કરાવવી પડશે. કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર બિરાજતી વ્ક્તિએ ૩૧મી માર્ચ ૨૦૨૬ સુધીમાં કંપનીનાજે ડિરેકટરે તેના કેવાયસી ફાઈલ કરી દીધા હોય તો તેમની કેવાય.સી ૩૦ જૂન ૨૦૨૮ સુધી કાયદેસર ગણાશે



